________________
૬૨ આભામંડળ અવધિજ્ઞાની માથાથી જોશે. આ દેશાવધિજ્ઞાન છે. જેને દેશાવધિજ્ઞાન થાય છે તે માણસ શરીરના કોઈ એક ભાગથી જુએ છે – જાણે છે. જેને સર્વાવધિજ્ઞાન થાય છે તે આખાય શરીરથી જુએ– જાણે છે.
આપણા શરીરના દરેક રોમમાં કરણ બનવાની ક્ષમતા છે. તે પારદર્શી, નિર્મળ અને તેજસ્વી બની શકે છે અને તમામ આવરણોને દૂર કરી શકે છે.
કરણના બે અર્થ છે; એક છે શરીરનું તંત્ર અને બીજો અર્થ છે ચિત્તનું પરિણામ. આપણા આ ભૌતિક શરીરનો સૌથી મોટો શાસક છે ચિત્ત. સમગ્ર શરીરમાં ચિત્તનું શાસન છે. મન તેનું અનુચર છે, તેની પાછળ ચાલનાર તેનો કર્મચારી છે. મૂળ શાસક છે ચિત્ત. ચિત્ત અપૌદ્ગલિક છે, મન પદ્ગલિક. ચિત્ત અવર્ણ છે, મન સ-વર્ણ. આ સ્થૂળ શરીર-તંત્રમાં વેશ્યા પછી સૌથી પ્રથમ સ્થાન છે ચિત્તનું. તે તમામ તંત્રને સંચાલિત કરે છે. મન, શરીર અને વચન ત્રણેય તેના દ્વારા સંચાલિત છે. પ્રેક્ષા-ધ્યાન દ્વારા ચિત્ત નિર્મળ બને છે, કરણ બની જાય છે, ત્યારે આપણી ગ્રન્થિઓ પણ નિર્મળ બનવા લાગે છે.
યોગશાસ્ત્રમાં કમળ અને ચક્ર -- આ બે શબ્દો મળે છે. આપણા શરીરમાં આ કમળ છે, નાભિકમળ, હૃદયકમળ આદિ. અને એ ચક્ર છે, મણિપુરચક, અનાહત-ચક્ર આદિ. જૈનાચાર્યોએ તેના ઉપર વિશાળ પ્રકાશ પાડ્યો છે. તેમણે બતાવ્યું છે કે શરીરનો જે અવયવ કરણ બને છે, શરીરમાં જે શુદ્ધિ થાય છે તેમાં માત્ર કમળ અને ચક્ર બે જ આકાર નથી બનતા. સ્વસિતક, નંદ્યાવર્ત, કળશ આદિ અનેક આકાર બને છે. જ્યાં સુધી માણસ જાગ્રત નથી થતો, સમ્યગ્દષ્ટિ નથી બનતો ત્યાં સુધી તેનાં તમામ ચૈતન્ય-કેન્દ્ર બેડોળ આકારનાં હોય છે, કાચીંડાના આકારના હોય છે. આ બધાં ચૈતન્ય કેન્દ્ર જાગ્રત થઈ જાય છે, માણસ સમ્યગ્દષ્ટિ બની જાય છે, આંતરિક શુદ્ધિ થાય છે ત્યારે એ બધા જ આકાર બદલાઈ જાય છે, પવિત્ર અને સુંદર આકારવાળા બની જાય છે.
- નાભિના ઉપરનાં સ્થાન જયારે બદલાઈ જાય છે ત્યારે નાભિકેન્દ્રની શુદ્ધિ આપોઆપ થવા લાગે છે. તેને બદલવાનું સૌથી મોટું સૂત્ર છે, ગ્રન્થિતંત્રનું પરિવર્તન, મનની યાત્રાનું પરિવર્તન. મનની યાત્રાને નાભિ, પેઢુ અને નીચે સુધી ન રાખવી પરંતુ તેને હૃદય, ગળું, નાસાગ, ભૂકુટિ અને માથા ઉપર રાખવી. મનની દિશા નીચે ન રાખવી. બુદ્ધિની દિશા નીચે ન રાખવી. આ બંનેની દિશા ઊર્ધ્વગામી રાખવી. ઊર્ધ્વરમણનું નામ જ છે વિરમણ અને નીચેની તરફની યાત્રાનું નામ – રમણ. ઊર્ધ્વરમણથી આપણી ગ્રન્થિઓ શુદ્ધ થવા લાગે છે. ટેવોમાં આપોઆપ પરિવર્તન થવા લાગે છે, તેમાં સ્વભાવત: રૂપાંતરણ શરૂ થઈ જાય છે ત્યારે ટેવોને પોષણ આપનારું કોઈ નથી રહેતું. કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા અને કાપોત-વેશ્યા–આ ત્રણેય લેશ્યાઓ બદલાઈ જાય છે. કૃષ્ણ-લેશ્યા શુદ્ધ થતાં થતાં નીલ-લેશ્યા બની જાય છે. નીલ-લેશ્યા વિશુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org