________________
૬૦ આભામંડળ
ભગવાન મહાવીરે કહ્યું: ‘જે આસવા તે પરિસવા. જે પરિસવા તે આસવા – જે આવવાનો માર્ગ છે તે જ જવાનો માર્ગ છે અને જે જવાનો માર્ગ છે તે જ આવવાનો માર્ગ છે.” આવવા અને જવાના બે માર્ગ નથી હોતા. જે ભીતર જાય છે તે બહાર આવે છે, જે બહાર આવે છે તે ભીતર જાય છે. જેનો આસવ થાય છે, તેનો પરિસવ થાય છે. આ ચક્ર બરાબર ચાલતું રહે છે.
તેરાપંથ ધર્મસંઘના ચોથા આચાર્ય શ્રીમજ્યાચાર્યે આ તથ્યને રાજસ્થાની ભાષામાં એક પદ્યમાં ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કર્યું છે. આ પદ્ય છે:
જિણ કર્મના ઉદયથકી, હણે કોઈ પરપ્રાણ,
તિણ કરીને કહીએ સહી, પ્રાણાતિપાત પાપઠાણ.” જે કર્મના ઉદયથી હિંસાકર્મના પરમાણુ વિપાકમાં આવ્યા, અન્તઃસ્ત્રાવી ગર્થીિઓ દ્વારા તે બહાર આવ્યા, મગજ સુધી પહોંચ્યા અને હિંસા કરવાની ભાવના જાગી, આ ભાવના માણસમાં પ્રબળ બની અને વ્યવહારમાં હિંસા કરવા તૈયાર થયો. જ્યારે એ વ્યવહારમાં હિંસા કરવા તૈયાર થયો ત્યારે કર્મનો બંધ થયો. પછી એ કાળા પરમાણુ આવ્યા અને ભીતર ચાલ્યા ગયા. પૂર વર્તુળ બની ગયું. આ બાજુથી પ્રકટ થઈને પેલી બાજુ કામમાં આવે છે અને ફરીથી તેનું આક્રમણ થતું રહે છે. આ વર્તુળની બહાર નીકળવું મુશ્કેલ છે.
હિંસા આદિ વૃત્તિઓથી આકૃષ્ટ થનાર પરમાણુ રંગીન હોય છે. ગણધર ગૌતમે ભગવાનને પૂછ્યું: ‘ભગવંત! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ આદિ વૃત્તિઓના કેટલા રંગ, કેટલા રસ, કેટલી ગંધ અને કેટલા સ્પર્શ હોય છે?” પગવાને કહ્યું: ‘પ્રાણાતિપાત આદિમાં બે રંગ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શ હોય છે. ક્રોધ, માન, માયા અને લોભમાં – આ બધામાં પણ તે હોય છે. આ બધી ટેવો પૌદ્ગલિક છે. તેમાં રંગ હોય છે, ગંધ હોય છે, રસ હોય છે અને સ્પર્શ હોય છે. આ રંગીન પરમાણુઓ આપણી પ્રન્થિઓમાં આવે છે અને નવી ટેવો માટે નવી સામગ્રી મૂકી જાય છે.”
આ વર્તુળની બહાર નીકળવાનો રસ્તો કયો છે?— આ એક પ્રશ્ન છે. પ્રેક્ષા-ધ્યાન દ્વારા આ વર્તુળની બહાર નીકળી શકાય છે. એ જ એકમાત્ર સાધન છે, જે એ વર્તુળને તોડી શકે છે. ફરી પ્રશ્ન થાય છે કે પ્રેક્ષા-ધ્યાન દ્વારા શું થશે? પ્રેક્ષા-ધ્યાનથી આપણે મનની ગતિને બદલી શકીએ છીએ. મન રમણ કરે છે. રમણનો અર્થ છે, પ્રિયતા કે અપ્રિયતામાં જવું. કાં તો મન પ્રિયતાનો ભાવ લઈ આપણા શરીરમાં એક લહેરખી બનીને દોડે છે કાં તો અપ્રિયતાનો ભાવ લઈને તેમ દોડે છે. પ્રિયતાનો ભાવ રાગ છે અને અપ્રિયતાનો ભાવ છે. જ્યારે મન રાગની કે દ્વેષની લહેરખી સાથે દોડે છે, ત્યારે અનેક પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે. આ તેનું રમણ છે. મનને જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org