________________
૫૮ આભામંડળ
આપણી વૃત્તિઓ, ભાવ કે ટેવો– આ બધાંને ઉત્પન્ન કરનાર સક્ષમ તંત્ર છે– લેશ્યા-તંત્ર. જ્યાં સુધી લેશ્યા-તંત્ર શુદ્ધ નથી થતું ત્યાં સુધી ટેવોમાં પરિવર્તન નથી થતું. વેશ્યા-તંત્રને શુદ્ધ કરવું જરૂરી છે. તેને શુદ્ધ કરવાની પ્રક્રિયાને સમજતા પહેલાં આ સમજવું જરૂરી છે કે અશુદ્ધિનો જન્મ ક્યાં થાય છે અને તે કયાં દેખા દે છે. એ તંત્રને બરાબર સમજી લઈએ તો તેને શુદ્ધ કરવાની વાત સમજવી ઘણી સરળ બની જાય છે.
ખરાબ ટેવોને ઉત્પન કરનાર ત્રણ લેશ્યાઓ છે: કૃષ્ણ-લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત-લેશ્યા. આ ત્રણ લેશ્યાઓથી કૂરતા, ખૂનની ભાવના, અસત્ય બોલવાની ભાવના, છળ-કપટ, વિષયની લોલુપતા, પ્રમાદ, આળસ આદિ દોષો ઉત્પન્ન થાય છે. આપણા આ સ્થૂળ શરીરમાં આ વેશ્યાઓનાં સંવાદી સ્થાન છે, જેમાં આ બધી વૃત્તિઓ અને વિકારો ઉત્પન્ન થાય છે. અધિવૃક્ક-ગર્થીિઓ એડ્રીનલ ગ્લેન્ડઝ અને જનન-ગન્ધિઓ [ગોના આ લેશ્યાઓની પ્રતિનિધિ છે, સંવાદી સ્થાન છે. આ ત્રણેય લેશ્યાઓના ભાવ અહીં જન્મે છે.
આપણે, યોગશાસ્ત્રની દૃષ્ટિએ, વેશ્યાના સિદ્ધાંતની દૃષ્ટિએ અને વર્તમાન શરીરશાસ્ત્રની દૃષ્ટિએ-આમ ત્રણ દૃષ્ટિએ તેના ઉપર વિચારણા કરીએ અને તેની તુલના કરીએ.
વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ કામવાસનાનું સ્થાન છે જનન-ગન્ધિઓ [ગોનાઝી. ત્યાં કામવાસના ઉત્પન્ન થાય છે. ત્યાં ભય, આવેગ, ખરાબ ભાવ જન્મે છે. “એડ્રીનલ અને ગોનાડુડ્ઝ – આ બંને ગ્રથિઓને યોગશાસ્ત્રની ભાષામાં સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર-ચક્ર કહે છે. આશ્ચર્ય ન અનુભવશો. સત્યને કોઈ પણ ખૂણેથી પકડીએ, એક જ સત્ય ઉપલબ્ધ થશે. આપણે જો સત્યની દિશામાં ચાલતા હોઈએ તો કોઈ પણ કેડીએથી ચાલીએ– પછી તે શરીરને શોધતા શોધતા ચાલીએ, યોગની શોધમાં ચાલીએ, કે પછી અધ્યાત્મ-દર્શનની શોધમાં ચાલીએ, સત્યનું બિન્દુ જ્યાં પણ હોય તેની શોધમાં ચાલીએ, તો ત્યાં સુધી પહોંચી જઈશું. દરેકનો સમાન અનુભવ થશે.
આત્મવિવેક' નામનો યોગનો એક ગ્રન્થ છે. તેમાં બતાવ્યું છે કે ક્રૂરતા, વૈર, મૂચ્છ, અવજ્ઞા અને અવિશ્વાસ – આ બધાં સ્વાધિષ્ઠાન-ચકમાં ઉત્પન્ન થાય છે. તૃષ્ણા, ઈર્ષા, લજજા, ધૃણા, ભય, મોહ, કષાય અને વિષાદ– આ બધાં મણિપુરચક્રમાં જન્મે છે.
- ત્રીજું છે અનાહત-ચક્ર. આ હૃદયના સ્થાનનું ચક્ર છે. આ ચક્રમાં જન્મે છે લોલુપતા, ભાંગફોડની ભાવના, આશા, ચિંતા, મમતા, દંભ, અહંકાર અને અવિવેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org