________________
પર આભામંડળ ચિકિત્સા પદ્ધતિએ ક્યારેય રોગનું સમાધાન નથી કર્યું. રોગને તેણે ક્યારેય મટાડ્યો નથી.
અખંડ ચિકિત્સા પદ્ધતિ સંપૂર્ણ શરીરનું નિદાન કરે છે. એ આખાય શરીરનો ઇલાજ કરે છે અને શરીરનાં મૂળ કેન્દ્રોને સ્વસ્થ બનાવે છે. હૃદયની ગતિ, લિવરની ગતિ, આંતરડાની ક્રિયા વગેરે જ્યારે બરાબર થાય છે ત્યારે
જ્યાં દુખાવો છે, દર્દ છે, અવરોધ છે તે બધું જ આપોઆપ ઠીક થઈ જાય છે, ત્યારે તમામ અવરોધ સમાપ્ત થઈ જાય છે.
માનસિક ચિકિત્સા પદ્ધતિ કે આધ્યાત્મિક ચિકિત્સા પદ્ધતિ પણ અખંડ ચિકિત્સા પદ્ધતિ છે. આ અખંડ પદ્ધતિમાં જ વિધિ અને નિષેધ સાથોસાથ રહેશે. અહીં બંનેને અલગ નથી કરી શકાતાં. નિયંત્રણનું કામ નિયંત્રણ કરશે, નિષેધનું કામ નિષેધ કરશે અને વિધિનું કામ વિધિ કરશે.
જ્યાં ભાવોની શુદ્ધિ થાય છે ત્યાં ભાવ શુદ્ધ થશે અને જ્યાં વિચાર અને નિયંત્રણની સીમા છે ત્યાં તેમની શુદ્ધિ થશે.
વ્યક્તિત્વનું રૂપાંતરણ કેવી રીતે થાય છે, તેને આપણે સમજીએ. આપણે આ સ્પષ્ટપણે જાણી લીધું છે કે વ્યક્તિત્વનું રૂપાંતરણ સ્થૂળ-શરીરની સીમામાં નથી થઈ શકતું. એ તો થાય છે, વેશ્યાની ચેતનાના સ્તર પર.
અહીં હવે પ્રશ્ન થાય છે કે આ વેશ્યાની ચેતનાના સ્તર પર આપણે કેવી રીતે પહોંચી શકીએ? કેવા માધ્યમથી પહોંચીએ કે જેથી આપણા વ્યક્તિત્વનું રૂપાંતર થાય?
આ યાત્રા આપણે સ્કૂલ-શરીરથી જ શરૂ કરવી પડશે. એ માટે રંગનો આપણે સાથ-સહકાર લેવો પડશે. આ રંગ આપણા વ્યક્તિત્વને ખૂબ જ પ્રભાવિત કરે છે. વ્યક્તિત્વ ઉપર તે જેટલો પ્રભાવ પાડે છે તેટલો પ્રભાવ બીજું કોઈ નથી પાડતું. રંગ ભૂળ વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે અને સૂક્ષ્મ વ્યક્તિત્વને પણ પ્રભાવિત કરે છે. તે તૈજસ-શરીર અને વેશ્યાતંત્રને પણ પ્રભાવિત કરે છે. રંગોનું અખંડ સામ્રાજ્ય છે. અધ્યવસાયથી માંડીને છેક કર્મ-શરીર સુધી તે કામ કરે છે. આગળપાછળ, ચારે બાજુ રંગ જ રંગ છે. આપણે જો રંગોની પ્રક્રિયા અને તેની મનોવૈજ્ઞાનિક અસરોને સમજી લઈએ તો વ્યક્તિત્વના રૂપાંતરણમાં આપણને ઘણો મોટો સહયોગ મળી શકે તેમ છે.
જે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવા ચાહે છે, સારું બનાવવા ઇચ્છે છે, તે સર્વ પ્રથમ કંઈક નિયંત્રણ કરશે. પોતાનાં મન અને ઇન્દ્રિયો ઉપર તે નિયંત્રણ કરશે. તેમને અંકુશમાં – વશમાં રાખશે. કારણ સમાજમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ, જો પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના મન ઉપર નિયંત્રણ ન રાખે તો તે સમાજમાં પ્રતિષ્ઠિત નથી બનતી. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org