________________
૫૦ આભામંડળ એક છે શબ્દ. વૈજ્ઞાનિક કહેશે કે તેમાં કોઈ અંતર નથી. માત્ર ફ્રીકવન્સીનું અંતર છે. આવૃત્તિનું અંતર છે. જે રંગને શબ્દની ફ્રીકવન્સી પ્રાપ્ત થઈ જાય તો તે પણ સંભળાઈ શકે છે. ફ્રીકવન્સીનું અંતર મટી જાય તો રંગ અને શબ્દમાં કોઈ અંતર નથી રહેતું. ધ્વનિને જોઈ શકાય છે, જો તેને રંગની ફ્રીકવન્સી મળી જાય.
પ્રેમ, ઘણા આદિ મૂચ્છની ફ્રીક્વન્સીઓ છે, મૂચ્છનાં પ્રકંપન છે. પ્રકંપનોની માત્રા વધે-ઘટે છે, ત્યારે પ્રેમ ઊમટે છે, ધૃણા છલકાય છે. પ્રેમ જ આવૃત્તિઓના ભેદથી ધૃણા બની જાય છે, એક જ મૂર્છાનાં વિવિધ રૂપ બની જાય છે. ક્રોધ પણ મૂર્છા છે, માન પણ મૂચ્છ છે. માયા અને લોભ પણ મૂચ્છે છે. ભય પણ મૂચ્છે છે. કામવાસના પણ મૂચ્છે છે. એક જ મૂચ્છનાં આ બહુ રૂપ છે. આ વિવિધ રૂપ આપણા જીવનમાં અભિવ્યક્ત થતાં રહે છે. આથી એક બાળક ક્યારેક પ્રેમ કરે છે, ક્યારેક વૃણા કરે છે તે, મનોવિજ્ઞાન માને છે તેમ માત્ર માથી નથી શીખતો પરંતુ ભીતર પોષાઈ રહેલી મૂચ્છથી પ્રેમ અને ધૃણાનો પ્રવાહ આવે છે. એ મૂચ્છ બાહ્ય જગતની ઉત્તેજનાઓનું નિમિત્ત પામીને છલકાય છે, ઉત્તેજિત થાય છે. આપણે સૂક્ષ્મ જગત અને સ્કૂલ જગતની ઘટનાઓને બરાબર સમજી લઈએ તો વ્યક્તિત્વના રૂપાંતરણની વાત પણ સ્પષ્ટ સમજમાં આવી જાય.
વ્યક્તિત્વનું રૂપાંતરણ વેશ્યાની ચેતનાના સ્તર પર થઈ શકે છે. લેશ્યાઓ સારી હશે તો વ્યક્તિત્વ બદલાઈ જશે. વેશ્યાઓ ખરાબ હશે તો વ્યક્તિત્વ બદલાઈ જશે. બંને બાજુ બદલાશે. બંને પ્રકારનું રૂપાંતરણ થશે. આથી આપણને ઘણું આશ્ચર્ય થાય છે કે એક ખૂનખાર ડાકુ હતો અને એ અચાનક એક સંત બની ગયો. એક સંત હતો અને એકાએક ડાકુ બની ગયો. આમ કેમ થાય છે? એક માણસને આપણે પચાસ વરસ સુધી સંતનું જીવન જીવતાં જોયો અને તેને અંતિમ અવસ્થામાં ધાડ પાડતાં જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. જે માણસને આપણે પચાસ વરસ સુધી ડાકુનું જીવન જીવતા જોયો અને તેને સંતનું જીવન જીવતાં જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. આટલું મોટું પરિવર્તન કેવી રીતે થાય છે? તેમાં માત્ર આવરણ નથી બદલાયું હોતું. ડાકુએ ન સંતનો વેશ પહેર્યો છે, સંતે ન ડાકુનો વેશ પહેર્યો છે. બંનેમાં રૂપાંતરણ – પરિવર્તન થયું છે. આ રૂપાંતરણ ભાવ-જગતમાં બને છે ત્યારે આમ બને છે. આ ભાવજગતની ઘટના છે, વેશ્યા-જગતની ઘટના છે, એ એક એવું તંત્ર છે, એક એવું કારખાનું છે જ્યાં બધું જ બદલાઈ જાય છે. ત્યાં વ્યક્તિના તમામ ભાવોનું રૂપાંતરણ થઈ જાય છે અને વ્યક્તિ આમૂલાગ્ર બદલાઈ જાય છે. ભાવ બદલાઈ જાય છે ત્યારે ભાવ પાછળ ચાલતા વિચાર આપોઆપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org