SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ આભામંડળ છે કે સારું. માણસને પૂછવાની જરૂર જ નહીં. માણસને મશીન સામે બેસાડી દેવામાં આવે છે. યંત્રની સોય ફરે છે, ગ્રાફ દોરાય છે, અને અપરાધ અને અપરાધીની ખબર પડી જાય છે. તેમાં પણ છેતરામણ બની શકે છે કારણ કે સામે જો આ વાતાવરણ હોય છે તો વ્યક્તિના મનમાં પણ ક્રિયાઓ બદલાઈ જાય છે. તેમાં છેતરાઈ જવાની સંભાવના છે પરંતુ આભામંડળમાં તેવી કોઈ સંભાવના નથી. આજના વૈજ્ઞાનિકોએ અનેક શોધખોળના અંતે ઘોષણા કરી કે શરીરમાં જે રોગ થશે તેની ત્રણ મહિના અગાઉ ખબર પડી જશે. ત્રણ મહિના પહેલાં એ રોગ આભામંડળમાં ઊતરી આવશે. પછી તે ધીરે ધીરે સ્થળ શરીર સુધી પહોંચશે. ત્યાં તેને અભિવ્યક્ત થવામાં ત્રણ મહિના લાગી જશે. ત્રણ મહિના અગાઉ જ અમુક રોગ થવાનો છે એવી ખબર પડવાથી માણસ તેની પહેલેથી જ સારવાર કરાવી લેશે કે જેથી એ રોગ વકરે જ નહિ. મહિનાઓ પૂર્વે જાહેર કરી શકાય છે કે આ માણસ અમુક દિવસે મરી જશે. કારણ આભામંડળ પર મૃત્યુ પહેલેથી જ ઊતરવા લાગે છે. દેવતાઓનું આભામંડળ મૃત્યુ પહેલાં છ મહિના અગાઉ ઝાંખું થવા લાગે છે. તેમને સૂચના મળી જાય છે કે છ માસ બાદ તેમણે દેવજન્મ છોડીને અન્યત્ર જવાનું છે, બીજો જનમ લેવાનો છે. તેમના મૃત્યુને જાણવા માટે આભામંડળ સશક્ત માધ્યમ છે. આપણા સૂક્ષ્મ જગતમાં ઘટિત થનાર તમામ નિર્દેશોને આભામંડળ લાવે છે. અધ્યવસાયમાં, કર્મ-શરીરમાં જે જે ઘટિત થનાર ઘટનાઓ સૂક્ષ્મ સ્પંદનના રૂપમાં ઘટિત થાય છે તેને ભાવજગતમાં ઉતારનાર આભામંડળ છે. અને ભાવજગતમાં જે ઘટનાઓ ઊતરે છે તેના તમામ નિર્દેશો આભામંડળમાં પહોંચે છે. આપણે ભાષા અને લિપિથી પરિચિત છીએ. બંનેને આપણે જાણીએ છીએ. પરંતુ આ ખૂબ જ સ્થૂળ વાત છે. મન જ્યારે કંઈક વિચારે છે ત્યારે ચિત્ર બને છે, ત્યારે ત્યાં ભાષા નથી હોતી. મનમાં આપણે જે કંઈ વિચારીએ છીએ તેને ભાષામાં અભિવ્યક્ત કરીએ છીએ. વિચારીએ છીએ ત્યારે તેનું ચિત્ર બને છે અને બોલીએ છીએ ત્યારે લિપિ બની જાય છે. મન:પર્યવજ્ઞાની આપણા મનના ભાવોને તત્કાળ જાણી જાય છે. તે લિપિને નહિ પરંતુ ચિત્રોને જુએ છે, વાંચે છે. એક માણસે આજે કંઈક વિચાર્યું. જેવું તેણે વિચાર્યું, વિચાર પૂરો કર્યા કે તેના વિચારોનું ચિત્ર મનમાંથી નીકળીને આકાશમંડળમાં પથરાઈ જાય છે. હજારો વરસ પછી પણ, જેમનામાં માનસિક અવસ્થાઓ વાંચવાની ક્ષમતા છે તેવા મન:પર્યવજ્ઞાની, એ વિચારો દ્વારા ઉત્સજત ચિત્રોને જોઈને જાણી જશે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy