SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] ૪૭ અને રૂપાંતરણ નહિ થાય. રૂપાંતરણ બાદ નિયંત્રણ સમાપ્ત થઈ જાય છે. કારણ રૂપાંતરિત માણસને નિયંત્રણની જરૂર નથી રહેતી. જે માણસ શુકલ-લેગ્યામાં, પદ્મ-લેસ્થામાં અને તેજો-લેશ્યામાં પહોંચી જાય છે એ માણસને નિયંત્રણની ખૂબ જ ઓછી જરૂર પડે છે. જે માણસ વીતરાગ બની ગયો તેને નિયંત્રણની કોઈ જ જરૂર નથી રહેતી. જે માણસ અપ્રમત્ત અવસ્થામાં ચાલ્યો ગયો તેને નિયંત્રણ શા કામનું? જ્યાં સુધી વેશ્યા દ્વારા માણસનું રૂપાંતરણ નથી થઈ જતું ત્યાં સુધી નિયંત્રણને છોડી શકાતું નથી. આ બંને સીમાઓ છે અને તે બંનેયને આપણે ખૂબ જ સ્પષ્ટતાથી સમજવાની છે. ભાવથી વિચાર અને વિચારથી ક્રિયા. ક્રિયા સ્થૂળ છે, વિચાર તેનાથી સૂક્ષ્મ છે અને ભાવ તેનાથી પણ સૂક્ષ્મ. ક્રિયા અને વિચાર બંને સ્નાવિક પ્રેરણાઓ છે. ભાવ સ્નાયવિક પ્રવૃત્તિ નથી. ભાવ શારીરિક પ્રવૃત્તિ નથી. તે સ્થૂળ શરીરથી ઉપરની, ફિઝિકલ બૉડીથી ઉપર જે વેશ્યા-શરીર કે લેણ્યા-તંત્ર છે, વેશ્યાનું કેન્દ્ર છે, તેની પ્રવૃત્તિ છે, તેની ક્રિયા છે. શુદ્ધિનું, રૂપાંતરણનું આ પ્રથમ બિંદુ છે. આ બિંદુએ પહોંચીને આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. માણસને ઓળખવાનું પણ આ બિંદુ છે. સ્નાયવિક બિંદુના જગતમાં ઘણો મોટો ધોખો દઈ શકાય છે અને માણસને ઓળખવામાં ઘણી મોટી થાપ ખાઈ જવાય છે. કોઈ માણસ ઘણો દૂર હોય છે પણ બીજાને મળવામાં એટલો વિનમ્ર વ્યવહાર કરે છે કે માણસ છેતરાઈ જાય છે, બની જાય છે. વ્યાવસાયિક જગતમાં ન જાણે એવી કેટલીય બનાવટ ચાલે છે. એ માયાવી માણસ પોતાને એટલો મિલનસાર, એટલો વિનમ્ર અને સ્વાર્થથી પર બતાવે છે અને જ્યારે તેનું અંતરંગ સ્વરૂપ પ્રકટ થાય છે ત્યારે બંને સ્વરૂપમાં કોઈ સામંજસ્ય જ નજરમાં નથી આવતું. બંને એકબીજાથી સાવ વિરુદ્ધ અને વિપરીત. આથી માણસની ઓળખની કસોટી આ માનસ-જગત અને વ્યવહાર-જગત નથી પરંતુ ભાવજગત છે. જ્યાં કોઈ દગો-બનાવટ નથી હોતી. જે જેવો છે તેવા જ રૂપમાં ત્યાં મળે છે. પ્રાચીન કાળમાં સાધનાના આચાર્ય પોતાના શિષ્યની ઓળખ અને તેની યોગ્યતાની પરખ તેના આભામંડળના આધારે કરતા. તેની વેશ્યાઓ અને ભાવમંડળોને જોઈને તેને જાણી લેતા. જેવું ભાવ-મંડળ તેવું આભામંડળ. આભામંડળ બતાવી દે છે કે આ વ્યક્તિનું ભાવમંડળ કેવું છે અને ભાવમંડળ બતાવી દે છે તેનું આભામંડળ કેવું છે. ત્યાં કોઈ પરિવર્તન નથી કરી શકાતું. આજની દુનિયામાં એવાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ છે કે જેના દ્વારા માણસના અંતર્મનને જોઈ શકાય છે. ગુનાઓની તપાસ કરી શકાય છે. એ મશીનો કહી દે છે કે અમુકે ચોરી કરી છે કે નહીં. અમુક જઠું બોલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy