________________
૪૦ આભામંડળ છે. તેથી બાહ્ય સારુંય વ્યક્તિત્વ બદલાઈ જાય છે. જે પણ માલ આવે છે તે રંગીન આવે છે. ભીતર જાય છે તે પણ રંગીન જાય છે. બહાર આવે છે તે પણ રંગીન આવે છે.
કષાય શબ્દની પસંદગી પણ ઘણી મહત્ત્વની છે. કષાય એટલે રંગેલું. લાલ રંગથી રંગેલું કે માત્ર રંગેલું. રંગેલાં કપડાંને કાષાયિક કપડું – કાપડ કહે છે. ભીતર રંગોનું – કષાયનું મોટું તંત્ર છે. ભીતર જે કંઈ જાય છે તે રંગીન બનીને જ જાય છે. ત્યાં રંગ વિનાની કોઈ વસ્તુ નથી. ત્યાં જે કંઈ છે તે બધું જ રંગાયેલું છે. રંગોનું જ સમસ્ત તંત્ર છે. ત્યાંથી જે કંઈ બહાર આવે છે તે રંગાઈને આવે છે. કર્મના જેટલા પરમાણુઓ છે તે તમામે તમામ રંગના પરમાણુ છે.
એક માણસ હિંસાનો વિચાર કરે છે તો કાળા રંગના પરમાણુઓને આકર્ષિત કરે છે. એક માણસ અસત્ય બોલે છે તો કાળા રંગના, ગંદા રંગના પરમાણુઓને આકર્ષિત કરે છે. એક માણસ ગુસ્સો કરે છે તો એ મેલા રંગના પરમાણુઓ આકર્ષિત કરે છે. રંગ બે પ્રકારના હોય છે: એક પ્રકાશમાન રંગ, બીજો રંગ છે ગંદો રંગ. એક માણસ માયાનો વ્યવહાર કરે છે તો એ ગંદા લીલા રંગના પરમાણુઓ આકર્ષિત કરે છે. જે માણસ ખરાબ કામ કરે છે, અઢાર પાપોનું સેવન કરે છે, તેનું આચરણ કરે છે તો ગંદા કાળા, ગંદા લીલા, ગંદા લાલ, ગંદા પીળા, ગંદા સફેદ પાંચ રંગોના પરમાણુઓ આકર્ષિત થાય છે. અને તે ભીતરના કષાયતંત્ર રાધી પહોંચે છે. તેને પહોંચાડનાર છે લેશ્યા. સંપર્ક-સૂત્રનું બધું કામ લેશ્યાના હાથમાં છે. પછી ત્યાંથી પાકીને જ્યારે વિપાક થાય છે, પૂરા રંગાઈને જ્યારે એ બહાર આવે છે, ત્યારે વેશ્યા તેને સંભાળે છે અને તેમને બહાર સુધી પહોંચાડી દે છે, વિપાક સુધી મૂકી દે છે. આ વિપાક આપણી ભિન્ન ભિન્ન અંત:સ્ત્રાવી ગ્રંથિઓમાં આવીને ભિન્ન ભિન્ન પ્રકારની વેદનાઓ અને પ્રતિક્રિયાઓ પ્રકટ કરે છે.
આ રંગનું સૌથી મોટું તંત્ર છે, લેક્ષાતંત્ર. આપણું સમગ્ર જીવનતંત્ર રંગોના આધારે ચાલે છે. આજના મનોવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે માણસના આંતરમનને, અચેતન મનને અને મગજને સૌથી વધુ પ્રભાવિત કરનાર છે, રંગ. રંગ આપણા સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. રસનો પણ પ્રભાવ હોય છે, ગંધ અને સ્પર્શનો પણ પ્રભાવ હોય છે, પરંતુ રંગ જેટલો પ્રભાવ પાડે છે તેટલો પ્રભાવ કોઈ નથી પાડતું. આપણે સૌ રંગથી પ્રભાવિત છીએ. આપણા જીવનનો સંબંધ રંગથી છે. આપણા મૃત્યુનો સંબંધ રંગથી છે. આપણા પુનર્જન્મનો સંબંધ રંગથી છે. આપણા ભાવો, વિચારોનો સંબંધ રંગથી છે. જે પ્રકારના રંગ આપણે ગ્રહણ કરીએ છીએ તેવા જ આપણા ભાવ બને છે. જ્યારે આપણે હિંસાના વિચાર કરીએ છીએ ત્યારે કાળા રંગના પરમાણુઓ આકર્ષિત થાય છે અને આપણા આત્માનાં પરિણામ પણ કાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org