________________
૩૪ આભામંડળ આ બધું તે એટલા માટે નથી ઇચ્છતો કે અહમ્ તેમાં અવરોધક બની બેઠું છે. “મેં જ આ કર્યું અને હું જ હવે એમ કહ્યું કે તે બરાબર – સારું નથી કર્યું, તે નહિ બની શકે. અહમની એક ગ્રન્થિ બની જાય છે. તેની શુદ્ધિ નથી થતી, પ્રાયશ્ચિત્ત નથી થતું. એવો માણસ દુષ્કૃતની ગહ નથી કરી શકતો, સુકૃતની અનુમોદના નથી કરી શકતો અને અધ્યાત્મના શરણે નથી જઈ શકતો. જે અધ્યાત્મના – આત્માના શરણમાં નથી જઈ શકતો તે પ્રાયશ્ચિત્તા નથી કરી શકતો. અહમ નો સૌથી મોટો અવરોધ એમાં છે. જે અહંભાવથી પીડિત છે તે વિનમ્ર નથી બની શકતો. બીજાઓને તે સહકાર નથી આપી શકતો, સંયમનો પણ સાથ નથી કરી શકતો. તેને ડગલે ને પગલે અહમ્ સતાવે છે.
અહમ્ જ્યારે વિસ્તૃત થાય છે ત્યારે તે મમકાર બને છે. મમકાર કોઈ અલગ નથી. અહમનું જ એક રૂપ છે, મમકાર. અહંકાર કોઈની સાથે ગાઢ સંબંધ બાંધે છે, કોઈને ગાઢ અને ઘનિષ્ઠ માને છે ત્યારે એ અહંકાર મમકારના રૂપમાં બદલાઈ જાય છે. મારું શરીર, મારું ઘર, મારા પૈસા, મારો પરિવાર –
આ જે મારાપણું છે તે મમકાર છે. આ અહમનો જ વિસ્તાર છે. અહંકારે શરીર, ધન, આદિ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધ્યો અને એ મમકારના રૂપમાં બદલાઈ ગયો. આ અહમ્નું વિસર્જન કઠિન હોય છે. આત્મશુદ્ધિમાં એ મોટો અવરોધ છે. જે માણસ આત્મનિયંત્રણ કરે છે તેના માટે એ સરળતા થઈ જાય છે કે
જ્યારે એ આત્મનિયંત્રણ કરે છે, બહારના આવેગો અને બહારનાં નિમિત્તોથી બચે છે ત્યારે અહમની શુદ્ધિની અને અહના વિસર્જનની સંભાવનાઓ તેની સમક્ષ સહજ રૂપે હાજર થઈ જાય છે.
અહમ્ની ગ્રન્થિ ખૂબ જ જટિલ હોય છે. તેને તોડવી મુશ્કેલ હોય છે. તેની શુદ્ધિની પ્રક્રિયાનાં બે મહત્ત્વનાં સૂત્ર છે: સ્વાધ્યાય અને ધ્યાન. આ બે સાધના દ્વારા અહમની ગ્રન્થિને કાપી શકાય છે. ખુદ પોતાને જાણવાનો પ્રયત્ન અધ્યયન, મનન-ચિંતન અને સ્વાધ્યાય છે. જ્યારે આ જ્ઞાન અને ચિંતનની એકાગ્રતાના નિશ્ચિત બિંદુએ પહોંચે છે ત્યારે એ ધ્યાન બની જાય છે. જ્ઞાન અને ધ્યાન, સ્વાધ્યાય અને ધ્યાન એક જ છે, બે નહિ. માત્ર માત્રાનું અંતર છે, પરિણામનું અંતર છે. પાણી પાણી છે અને પાણી બરફ પણ છે. પાણી અને બરફમાં કોઈ અંતર નથી, પરંતુ બિંદુનું અંતર છે. તાપમાનના એક બિંદુ પર પાણી પાણી છે અને અંતિમ બિંદુ પર એ બરફ બની જાય છે, પાણી જામી જાય છે. પાણી તરલ છે, જ્ઞાન તરલ છે. બરફ નક્કર છે, સઘન છે; ધ્યાન નક્કર છે, સઘન છે. જ્ઞાન જ એક બિંદુ પર પહોંચીને ધ્યાન બની જાય છે. જ્ઞાન અને ધ્યાન, સ્વાધ્યાય અને ધ્યાન એ બે એવાં સાધન છે જે અહમની ગ્રન્થિને તોડી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org