________________
ચાર...
સારા જીવન માટે આત્મનિયંત્રણ જરૂરી છે. પરંતુ આજનું મનોવિજ્ઞાન આ ભાષાને ઓછી પસંદ કરે છે. આત્મનિયંત્રણ અને આત્મદમનની ભાષાને એ જૂની – પ્રાચીન ભાષા માને છે. આજનો વિચાર છે કે મનોભાવોનું દમન નહિ થવું જોઈએ. નિયંત્રણ નહિ હોવું જોઈએ. મનોભાવોનું નિયંત્રણ કરવાથી
અનેક વિકૃતિઓ પેદા થાય છે. સ્વાભાવિક મનોભાવોને દબાવવામાં આવે છે, રોકવામાં આવે છે તો એ દમિત વાસનાઓ માણસને વિકૃત બનાવી દે છે, અને મગજમાં એક પ્રકારનું ગાંડપણ ભરી દે છે. આથી તેનું દમન ન થવું જોઈએ. આ વાતમાં થોડુંક સત્ય છે, પરંતુ કોઈ પણ વાતને આપણે પૂરા સત્યના રૂપમાં સ્વીકાર કરીએ તો સ્વયં સત્યનો જ અપલાપ થાય છે. દરેક વિચાર સાપેક્ષા હોય છે. એ સાપેક્ષતાને સમજ્યા વિના તેને સર્વાગીણ કે સાર્વભૌમ વિચાર માનીને એને એવા ને એવા જ સ્વરૂપે સ્વીકારી લેવામાં આવે તો સત્યની દિશા ઊલટાઈ જાય છે અને આપણે સ્વયં અસત્યની તરફ ચાલ્યા જઈએ છીએ.
માત્ર દમન જ થાય તો ઘણી મોટી ઉપલબ્ધિ ન થાય. પરંતુ અધ્યાન્મની સાધનામાં દમનની સાથોસાથ શુદ્ધિની પ્રક્રિયા પણ બતાવી છે. એકલું માત્ર દમન નહિ, એકલું માત્ર નિયંત્રણ નહિ, આત્મનિયંત્રણ, આત્મશુદ્ધિ બંને સાથોસાથ ચાલે છે. આત્મનિયંત્રણ આત્મશુદ્ધિ માટે છે. આત્મશુદ્ધિ ઉદ્દેશ છે તો આત્મનિયંત્રણ તેનું સાધન છે. આત્મશુદ્ધિ સાધ્ય છે તો આત્મનિયંત્રણ તેનું સાધન છે. પરંતુ સાધનનો ઉપયોગ ન કરવો તે વાત સમજમાં નથી ઊતરતી. સાધનનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે, પરંતુ આ વાતને પણ ન ભૂલવી જોઈએ કે આત્મશુદ્ધિ પરમ આવશ્યક છે એકદમ જરૂરી છે. શુદ્ધિની પ્રક્રિયા સતત થતી રહેવી જોઈએ.
આત્મશુદ્ધિ કે અંતરશુદ્ધિમાં સૌથી મોટો અવરોધ છે, અહમ્, આ ઘણી મોટી સમસ્યા છે. માણસે કેટલુંક ઉપાજત કરેલું હોય છે. ન જાણે તેણે કેટલીય ખોટી ટેવો, ખોટા સંસ્કાર ઉપાજત કર્યા છે. પરંતુ માણસ તેનું પ્રાયશ્ચિા કરવા નથી ઇચ્છતો, તેની શુદ્ધિ, પરિમાર્જન અને પરિષ્કાર કરવા નથી ચાહતો. આ-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org