________________
સારા-ખરાબનું નિયંત્રણ કક્ષ ૨૯ તે જ કર્મબંધનું કારણ છે. જે કામ-વાસનાનું સંસ્થાન છે, તે બ્રહ્મચર્યનું સંસ્થાન છે. કોઈ આગવું-અલગ સંસ્થાન નથી. આપણે આપણી સાધના દ્વારા, એવા પ્રયોગો દ્વારા એ કામ-વાસનાના સંસ્થાનને બ્રહ્મચર્યની શક્તિના સંસ્થાનના રૂપમાં બદલી શકીએ છીએ. આ ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. શરીર રચનામાં ઇનિદ્રય જે કામ માટે મળી છે, સાધના દ્વારા તેની ટેવોને બદલવી એ પ્રતિસલીનતાનો અભ્યાસ છે.
આંખનું કામ છે, રૂપને જોવું. તેની સાથે પ્રિય અને અપ્રિયનો ભાવ જોડાયેલો છે. સહજ જોડાયેલો છે. માણસ આંખથી બે દૃષ્ટિએ જ જોવાનું જાણે છે. કાં તો એ પ્રિયને જોશે, કાં તો અપ્રિયને. આપણે જે ઇન્દ્રિય-પ્રતિસલીનતાનો અભ્યાસ કરીએ તો સાધના દ્વારા ઇન્દ્રિયોના એ સ્ત્રોતને બદલી શકીએ છીએ. પછી આંખોથી જોઈશું તો તેમાં ન પ્રિય હશે, ન અપ્રિય, ત્યારે રહેશે માત્ર મધ્યસ્થભાવ. સમતાભાવ રહેશે.
કષાયોની પણ પ્રતિસંલીનતા થાય છે. કષાય ચાર છે: કોધ, માન, માયા અને લોભ. આ ચારેય આપણા મગજનાં વિશેષ કેદ્રો દ્વારા બહાર આવે છે, પ્રકટ થાય છે. આ પ્રકૃતિ છે, સ્વભાવ છે.
એક નાનો બાળક તેના પિતાની સાથે દર્શન કરવા આવ્યો. તેણે પોતાના પિતાને કહ્યું કે જે નોટ અને પુસ્તક તમે લાવ્યા છો તેના ઉપર મારું નામ લખી આપો.' પિતાએ કહ્યું: “નામ લખવાની શી જરૂર છે? એમ જ તેનો ઉપયોગ કર.” બાળકે જીદ કરી પણ પિતાએ નામ ન લખ્યું. બાળક ગુસ્સે થઈ ગયો. તે હાથપગ પછાડવા લાગ્યો. પિતાને લાતો મારવા લાગ્યો. આ જોઈ હું એકદમ વિચારમાં પડી ગયો. આટલો નાનો છોકરો અને તેનો આવો તેજ મિજાજ! આ પ્રકૃતિનું અનુદાન છે. આપણા જનમની સાથે ભીતરથી આવનાર અનુદાન છે. આના માટે–ગુસ્સો કરવા માટે સાધનાની જરૂર નથી. એ સ્વયં પ્રાપ્ત છે. ક્રોધ આવવો એ સ્વાભાવિક છે. પ્રકૃતિનું એ પ્રદાન છે. તેથી તેમાં આશ્ચર્ય નથી થતું.
સાધના દ્વારા આપણે જ્યારે પ્રતિસંલીનતા કરીએ છીએ ત્યારે એ સંસ્થાનોને બદલી નાખીએ છીએ, પ્રતિસંલીનતા કરી લઈએ છીએ. આપણી સાધનાની આ છે ઉપલબ્ધિ. આ ત્યારે થઈ શકે છે કે જ્યારે ક્રોધ આદિને ઉભારનાર નિમિત્તોથી બચવામાં આવે. કેટલાક કહે છે, “નિમિત્તોથી બચવાની શી જરૂર છે? કોઈ જ જરૂર નથી એની. પોતાના અંતરમાં વૈરાગ્ય હોવો જોઈએ. વ્યવહારની ભૂમિકાની આપણે જરૂર જ ક્યાં છે? આપણે તો નિશ્ચયની ભૂમિકાએ ચાલવું જોઈએ...’ માનું છું કે આવું કરનાર સામાન્ય જનતાની સાથે અન્યાય કરે છે અને તેમને અવળા માર્ગે લઈ જાય છે. નિમિત્તો પ્રત્યે આપણે જાગ્રત – સાવધાન ન થઈએ અને તેનાથી જો બચીએ નહિ તો કષાયોથી કયારેય છૂટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org