________________
સારા-ખરાબનું નિયંત્રણ કક્ષા ૨૭ તેનું એક રસાયણ બને છે. આ રસાયણ આપણા જીવનની પ્રાણ-ઊર્જ બનીને શરીરતંત્રનું સંચાલન કરે છે. આપણા શરીરમાં બે મહત્ત્વનાં કેન્દ્ર છે: તૈજસ કેન્દ્ર અને શક્તિ કેન્દ્ર. તૈજસ કેન્દ્ર ખાધેલા ભોજનને પ્રાણની ઊર્જામાં બદલી નાખે છે. શક્તિ કેન્દ્ર પ્રાણની ઊર્જાનો સ્ત્રોત છે, સંગ્રહસ્થાન છે. એક ઊર્જાને ઉત્પન્ન કરનાર સ્થાન છે, બીજું તેનું સંગ્રહ કરનારું સ્થાન છે. આપણે જે કંઈ ભોજન કરીએ છીએ તેનું રસાયણ બને છે અને તે પ્રાણશક્તિના રૂપમાં બદલાય છે અને તે સહયોગ કરે છે. જેવું ખાઈએ છીએ તેવું રસાયણ બને છે. હવે પ્રશ્ન થાય છે કે શું ખાવું? કેવું ખાવું? કેટલું ખાવું? કેવી રીતે ખાવું? આ પ્રશ્નોની ચર્ચા પ્રસ્તુત પ્રસંગમાં નથી કરતો.
આ બધા ચિંતનથી એક મહત્ત્વનું સૂત્ર મળ્યું કે આપણે આત્મનિયંત્રણનો અભ્યાસ ઉપવાસથી શરૂ કરીએ. અનશનથી શરૂ કરીએ. ઓછું ખાવાથી કરીએ. ખાવાની વૃત્તિઓનો સંક્ષેપ કરીને કરીએ. અને આપણી વૃત્તિઓને વકરાવનારા રસોના સંયમથી કરીએ ઉપવાસ દ્વારા કરીએ. આત્મનિયંત્રણનું આ પ્રથમ સૂત્ર છે.
આત્મનિયંત્રણનું બીજું સૂત્ર છે શરીર. આપણે શરીરને સાધીએ તે ખૂબ જ જરૂરી છે. જયાં સુધી સ્નાયુઓને નવો અભ્યાસ નથી કરાવાતો, સ્નાયુઓને નવી આદતની ટેવ પાડવામાં નથી આવતી ત્યાં સુધી વ્યક્તિત્વનું નિર્માણ નથી કરી શકાતું. વિલિયમ જેમ્સ પોતાના પુસ્તક “ધ પ્રિન્સિપલ ઑફ સાઇકોલૉજીમાં મનોવૈજ્ઞાનિક ઢબે ચર્ચા કરતાં લખ્યું છે કે “સારું જીવન જીવવા માટે સારી ટેવો પાડવી જરૂરી છે. સારી ટેવ પાડવા માટે અભ્યાસની જરૂર છે. અભ્યાસ કર્યા વિના જ ઇચ્છીએ કે આપણી ટેવ બદલાઈ જાય તો એવું કદી નહિ બને. તેમ કરવાથી તો નિષ્ફળતા જ મળશે. . .” સારી ટેવોના નિર્માણ માટે તેમણે કેટલાંક સૂત્રો આપ્યાં છે:
૧. સારી ટેવો પાડવી છે તો સૌ પ્રથમ સારી ટેવોનો વિચાર કરો, અભ્યાસ કરો અને ખરાબ ટેવોને રોકો.
૨. સારી ટેવ પાડવા માટે શરીરને એક વિશેષ અભ્યાસ કરાવો. કારણ શરીરની ખાસ સ્થિતિનું નિર્માણ કર્યા વિના આપણી ટેવો સારી નથી બની શકતી. પહેલેથી આપણે સ્નાયુઓને જે ટેવ પાડી છે એ ટેવને જો ન બદલીએ તો એ એક પૈડાની જેમ ચાલુ જ રહેશે. યોગ્ય સમય આવે છે અને મીઠાઈ ખાવાનું યાદ આવી જાય છે. કારણ આપણે જીભને એવી ટેવ પાડી છે. ઠીક સમય આવે છે અને સ્નાયુ એ વસ્તુની માંગ કરે છે. ખાવાની, વિચારવાની, કાર્ય કરવાની જેવી ટેવ નાયુઓને પાડીએ છીએ તેવી ટેવ પડી જાય છે. જે લોકો ખૂબ ઊંચા મકાનમાં રહે છે તેઓ પહેલી વાર દાદરો ઊતરે છે ત્યારે ખૂબ જ સાવધાનીથી દાદરો ઊતરે છે. બીજી ત્રીજી વાર ઊતરે છે ત્યારે સાવધાની ઓછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org