________________
૨૬ આભામંડળ પ્રશ્ન થાય છે કે અભ્યાસ ક્યાંથી શરૂ કરવો? સૌથી પહેલાં શું કરવું? આ પ્રશ્ન પર ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે ચર્ચાઓ થઈ છે તો મનોવિજ્ઞાને પણ આ પ્રશ્ન પર વિચાર કર્યો છે. બંને વિજ્ઞાન અને અધ્યાત્મની વિચારધારાઓ કંઈક મળતી આવે છે. અનેક દાર્શનિકોએ આ પ્રશ્ન પર ચિંતન કર્યું છે. વર્તમાનના ચિંતનને રજૂ કરીને પછી હું અતીતના ચિંતનને રજૂ કરીશ.
ટૉસ્ટોયે આ પ્રશ્નનું સુંદર સમાધાન આપ્યું છે. તેમણે કહ્યું: “સારા જીવનની પહેલી શરત છે–આત્મનિયંત્રણ અને આત્મનિયંત્રણની પહેલી શરત છે, ઉપવાસ. આપણે આત્મનિયંત્રણનો અભ્યાસ ઉપવાસથી શરૂ કરવો જોઈએ.’ –આ એક મહર્ષિનું ચિંતન છે. વર્તમાન યુગના તે સાધક, સાધુ કે મહર્ષિ કહેવાય છે.
હવે આપણે પ્રાચીન ચિંતનને લઈએ. ભગવાન મહાવીરે તપસ્યાના બાર પ્રકાર બતાવ્યા, તેમણે કહ્યું: ‘આત્મનિયંત્રણનો પ્રારંભ તપસ્યાથી કરો. અનશનથી શરૂ કરો.’ પ્રાચીન અને અર્વાચીન ચિંતન બંને એક બિંદુ પર મળી ગયાં. બંને કથનમાં પૂર્ણ સામ્ય છે. આ યથાર્થ છે. જે કોઈ આત્માનો અનુભવ કરનાર સાધક છે તેઓ બે માર્ગ કે બે લક્ષ્ય પર નથી પહોંચતા. સંપ્રદાયોના વિચાર બે દિશાઓમાં પહોંચી શકે છે. બે દિશાગામી હોઈ શકે છે. પરંતુ અધ્યાત્મના વિચાર બે દિશાગામી નથી હોતા. અધ્યાત્મનું વિભાજન નથી કરી શકાતું. અધ્યાત્મ-માર્ગે જે પહોંચશે તે એક જ બિંદુ પર પહોંચશે.
ભગવાન મહાવીરે કહ્યું: ‘અનશનથી આત્મનિયંત્રણ શરૂ કરો. આત્માના નિયંત્રણમાં સૌથી મોટો અવરોધ છે આહાર – ભોજન. ભોજન સુસ્તી લાવે છે.' ટૉસ્ટોયે કહ્યું: ‘જે ભોજનનો સંયમ નથી કરતો તે સુસ્તીને કેવી રીતે દૂર કરી શકશે? જે આળસ, સુસ્તી, પ્રમાદને નથી મિટાવી શકતો તે આત્મનિયંત્રણ કેવી રીતે મેળવી શકશે?” તેમણે આ પણ કહ્યું: ‘આપણી કેટલીક ઇચ્છાઓ મૌલિક હોય છે. એ ઇચ્છાઓને આપણે ખત્મ ન કરી દઈએ તો એ ઇચ્છાના આધારે પોષાતી બીજી જટિલ ઇચ્છાઓને કયારેય ખત્મ નહિ કરી શકાય. જીવવાની ઇચ્છા, ભોજનની ઇચ્છા, કામની કામના અને લડવાની કામના – આ મૌલિક ઈચ્છાઓ છે. દરેક પ્રાણીમાં આ ઇચ્છાઓ હોય છે. તેના પર નિયંત્રણ – કાબૂ ન મેળવવામાં આવે તો એ ઇચ્છાઓના આધાર પર પોષાતી બીજી જટિલ ઇચ્છાઓ પર ક્યારેય નિયંત્રણ નથી મેળવી શકાતું. આથી સૌથી પ્રથમ એ જરૂરી છે કે સાધક મૌલિક ઈચ્છાઓ પર નિયંત્રણ કરે, તેના ઉપર વિજ્ય મેળવે.”
મૌલિક ઇચ્છાઓમાં પહેલી છે ભોજનની ઇચ્છા. ઘણી મહત્વપૂર્ણ છે આ ઇચ્છા, કારણ કે આપણા આખાય શરીરની ક્રિયાઓ ભોજન દ્વારા સંચાલિત થાય છે. આપણી પ્રાણ-ઊર્જા ભોજનથી બને છે. આપણે જે ખાઈએ છીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org