________________
૨૪ આભામંડળ
કષાય કે અતિ સૂક્ષ્મ શરીરમાં માત્ર સ્પંદન છે, કોરા તરંગો. ત્યાં ભાવ નથી, કોરા તરંગો છે. ત્યાં ચેતનાનું સ્પંદન પણ છે અને કયાયનું સ્પંદન પણ છે. બંને અંદન છે. બંને મહાસાગર છે. એક છે ચૈતન્યનો મહાસાગર, બીજો છે કષાયનો મહાસાગર. બંનેમાં સ્પંદનો જ અંદન છે, તરંગો જ તરંગો છે. એ તરંગો બહાર આવે છે અને અધ્યવસાય સુધી પહોંચે છે ત્યારે પણ તરંગો-સ્પંદનો જ હોય છે. અધ્યવસાયનો અર્થ જ આ છે કે સૂક્ષ્મ ચૈતન્ય સ્પંદન. સૂકમ એટલા માટે કે તેનું કોઈ વિશેષ કેન્દ્ર નથી. શરીરમાં તેનું કોઈ ખાસ કેન્દ્ર નથી. તે પોતાના સૂક્ષ્મ રૂપમાં સ્પંદન જ સ્પંદન છે.
અધ્યવસાયમાં આપણે જોઈશું તો ક્રોધના તરંગ હશે, ક્રોધના ભાવ નહિ હોય. પરમ શરીરમાં – સૂક્ષ્મ શરીરમાં ક્રોધના તરંગો હશે, ક્રોધનો ભાવ નહિ હોય. ત્યાં સુધી કોરા તરંગો જ હશે. એ તરંગો સઘન બની ભાવનું રૂપ લે છે ત્યારે તે વેશ્યા બની જાય છે. લશ્યામાં પહોંચીને ભાવ બને છે અને તરંગો નક્કર રૂપ ધારણ કરે છે. શક્તિ – ઊર્જા પદાર્થમાં બદલાઈ જાય છે. તરંગનું સઘનરૂપ ભાવ અને ભાવનું સઘનરૂપ કિયા. ભાવ જયારે સઘન બની જાય છે ત્યારે એ ક્રિયા બની જાય છે અને આપણા સ્થૂળ શરીરમાં પ્રકટ થાય છે અને આપણને દેખાવા લાગે છે. આપણે ક્રિયાને જોઈએ છીએ કોધની ક્રિયાને જોઈએ છીએ, તેનાં લક્ષણો અને ચિહનોને જોઈએ છીએ. ક્ષમાનાં ચિહનોને જોઈએ છીએ. ક્ષમાનાં લક્ષણોને જોઈએ છીએ. એ ચિહનોના આધારે આગળની સ્થળથી સૂક્ષ્મ તરફની યાત્રા શરૂ કરીએ છીએ. ત્યારે પહેલાં ભાવતંત્ર સુધી પહોંચીએ છીએ, લેસ્થાતંત્ર સુધી પહોંચીએ છીએ. અને પછી તરંગોના જગતમાં આવીએ છીએ તો અધ્યવસાય આવે છે અને પછી કષાયતંત્ર. ત્યાર બાદ એ ચૈતન્યના સ્પંદન સુધી પહોંચી જઈએ છીએ કે જ્યાંથી ચૈતન્યનાં સ્પંદન ઉદ્ભવે છે. ઘણો મોટો પ્રશ્ન છે.
ચૈતન્યનો એક મહાસાગર છે. તેની બહાર આવીએ છીએ તો કપાયનો મહાસાગર મળે છે કે જ્યાંથી બધી જ મલિનતા બહાર આવે છે. પરંતુ ચૈતન્ય મલિન નથી. એ તો શુદ્ધ છે. તો પછી આ મલિનતા કેમ? કારણ સ્પષ્ટ છે. એ ચૈતન્ય મહાસાગર ફરતું એક વર્તુળ છે, કષાયના મહાસાગરનું વર્તુળ. એક બીજો પ્રશ્ન અહીં થાય છે કે કષાયનો મહાસાગર જ્યારે ચૈતન્યના મહાસાગરને ઘેરી રહ્યો છે ત્યારે શુદ્ધિનો પ્રશ્ન જ ક્યાં જાગે છે? જે કંઈ બહાર આવશે તે અશુદ્ધ જ હશે. શુદ્ધ વેશ્યા કેવી રીતે હોય? શુદ્ધ ભાવ કક્યાંથી હોય? શુદ્ધ અધ્યવસાય કયાંથી હોય? કષાયથી ગળાઈને અને કષાયના રસથી મળીને જે પણ કંઈ બહાર આવશે તે મલિન, અપવિત્ર અને અશુદ્ધ જ આવશે. એ શુદ્ધ આવે જ ક્યાંથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org