________________
૨૦ આભામંડળ
ખુશ કર્યા વિના નોકર પૂરો સહકાર નથી આપતો. આપણા અધ્યવસાય જ્યારે કિયાતંત્રને ખુશ કરે છે ત્યારે તે એનું પૂરું કામ કરે છે. તેને પૂરેપૂરો સાથ આપે છે. આપણે જો આનાથી ઊંધું ચાલીએ, કિયાતંત્રને આપણે બહારથી ખુશ કરવાનું શરૂ કરી દઈએ અને અધ્યવસાય તંત્રને અસહકાર કરવાનું શિખવાડી દઈએ તો આપણી સાધનાની પહેલી મંઝિલ નક્કી થઈ જશે. આથી ઉપશમનની પ્રક્રિયામાં આપણે મન પ્રત્યે જાગ્રત થવાનું છે. વાણી પ્રત્યે જાગૃત થવાનું છે અને શરીર પ્રત્યે જાગ્રત થવાનું છે.
ક્ષયની પ્રક્રિયા આથી ભિન્ન છે. દોષોને ક્ષીણ કરવા માટે આપણે જ્યાં જાગવાનું છે તેની બીજી પદ્ધતિ છે. આ પદ્ધતિ અંગે આપણે પછી વિચાર કરીશું.
આપણા અભ્યાસનો કમ છે: શ્વાસ-પેક્ષા, શરીર-પેક્ષા અને વેશ્યા-ધ્યાન. આ બધું એટલા માટે ચાલી રહ્યું છે કે બાહ્ય રંગોને પણ આપણે આપણા ભાવો સુધી લઈ જઈએ, આપણી સાધનામાં લઈ જઈએ. રંગોને મનાવી લઈએ, જેથી તે આપણને સાથ અને સહકાર આપે. શરીરને મનાવી લઈએ, વચનને મનાવી લઈએ અને મનને પણ મનાવી લઈએ, કારણ તેમની બેતરફી મુકેલી છે. ભીતરથી જે આદેશ આવે છે તેને કાર્યાન્વિત કરતાં કરતાં તેની પણ એક ટેવ પડી જાય છે. અને માણસની પણ ટેવ બની જાય છે. એક માણસને ક્રોધ આવે છે તો ભ્રમરો તણાઈ આવે છે, આંખો લાલ થઈ જાય છે, હોઠ ફફડી ઊઠે છે, શરીર ધ્રૂજવા લાગે છે. કોધ આવે છે ત્યારે આવું થાય છે. કેટલાકને એવી આદત થઈ જાય છે કે ક્રોધ ન આવ્યો હોય તો પણ એ ભમરો તાણે છે, આંખો લાલ કરે છે, શરીરને ધ્રુજાવે છે અને ક્રોધ ચડી જાય છે. | નાટક ચાલી રહ્યું હતું. અનેક દૃશ્યો સામે ભજવાઈ રહ્યાં હતાં. એક અભિનેતા આવ્યો. તેણે એટલી કુશળતાથી દૃશ્ય ભજવ્યું કે દર્શકોની ભીડમાંથી ઊભા થઈને જૉર્જ બર્નાર્ડ શોએ મંચ પર જઈને એ અભિનેતાને એક તમાચો ફટકારી દીધો. તે બોલી ઊઠ્યો: “મને તમાચો કેમ ચોડી દીધો? બીજી જ ક્ષણે જૉર્જ બર્નાર્ડ શૉએ સ્વસ્થતા મેળવી લીધી. તેમણે કહ્યું: “માક કરજો. મારી ભૂલ થઈ ગઈ. મને ખ્યાલ જ ન રહ્યો કે તમે નાટક કરી રહ્યા છો. મેં તો તમને અસલી જ સમજી લીધા. મને લાગ્યું કે તમે ખરાબ કામ કરી રહ્યા છો આથી મેં તમને તમાચો માર્યો. . .'
આપણાં શરીર અને સ્નાયુઓને પણ આવી એક આદત પડી ગઈ છે કે જ્યારે ક્રોધ આવે છે ત્યારે શરીરની એવી હાલત બની જાય છે અથવા શરીરની એવી હાલત બનતાં ક્રોધ ચડી આવે છે. કોઈ પણ કહેશે કે મને શું ખબર કે તમે શરીરની આવી હાલત બનાવી લો છો. મેં તો જોયું કે તમે આવું કરો છો એટલે મારે આવવું જ જોઈએ, તમારામાં ઊતરવું જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org