________________
વ્યકિતત્વની ભૂહરચના ૧૯ દેનાર સામે નથી દેખાતો. એ તો પડદા પાછળ ઊભો હોય છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે નોકર કોઈનો આદેશ લઈને આવે છે. એ આદેશ અપ્રિય હોય છે તો સૌ પ્રથમ રોષનું ભાજન નોકર જ બને છે. બધો ગુસ્સો પ્રથમ તેના ઉપર જ ઊતરે છે. પ્રાચીન કાળમાં જ્યારે એક દૂત પોતાના રાજાનો સંદેશ લઈને બીજા રાજા પાસે જતો અને એ સંદેશો પોતાને પ્રતિકૂળ જણાતો ત્યારે એ દૂતને મારી નાખવાનું રાજાને મન થતું. પરંતુ એ સમયે રાજાઓ વચ્ચે સંધિ હતી તેથી દૂતને મારી નહોતો નંખાતો. મનની સાથે પણ સંધિ છે. એ તો બિચારું દૂત છે. ગમતા કે અણગમતા આદેશો માટે એ જવાબદાર નથી. એ તો માત્ર સંદેશવાહક છે. મનની સાથે સંધિ ન હોત તો મનને ક્યારેય પણ મારી નંખાયું હોત. મન બાપડું નિર્દોષ છે છતાં પણ બધો દોષ તેનો જ મનાય છે. એ તો બિચારું અધ્યવસાય અને ચિત્ત તેને જે કામ સેપે તેને પાર પાડે છે.
મૂળ છે દ્રવ્યાત્મા, મૂળ ચૈતન્ય. તેના ઉપર કષાયતંત્રનું પ્રથમ વર્તુળ છે. બીજું વર્તુળ છે તેના ઉપર યોગતંત્રનું. યોગનો અર્થ છે પ્રવૃત્તિ. મન યોગનું જ એક અંગ છે. મનનું કામ પ્રવૃત્તિ કરવાનું છે. પ્રવૃત્તિ કરવી એ તેનો સ્વભાવ છે. એ તે કેવી રીતે બદલે? મનનું કામ છે પ્રવૃત્તિ કરવાનું. વાણી-વચનનું કામ છે પ્રવૃત્તિ કરવાનું. અને શરીરનું પણ કામ પ્રવૃત્તિ કરવાનું છે. મનને જો તમે પેદા કરશો તો એ પ્રવૃત્તિ કરવાનું જ. મન સ્થાયી તત્વ નથી. જ્યારે તમે તેને પેદા કરો છો ત્યારે તે જન્મે છે. અને તેને પેદા નથી કરતા ત્યારે તે નથી જનમતું. માણસ મનોવર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરે છે ત્યારે મન ઉત્પન્ન થાય છે. મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરવાની ઇચ્છા ન કરો તો મન ઉત્પન્ન નહિ થાય. ઈચ્છા થાય ત્યારે મનને પેદા કરી શકાય છે અને ઇચ્છા થાય ત્યારે તેને પેદા નથી પણ કરી શકાતું. વચનને પણ ઇચ્છા થાય ત્યારે પેદા કરી શકાય છે અને પેદા નથી પણ કરી શકાતું. શરીરની વાત થોડીક જુદી છે, કારણ તેની સાથે એક વાર સંબંધ જોડી દીધા બાદ શરીરની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. પરંતુ શરીરનો ઉપયોગ ઇચ્છીએ તો આપણે કરી શકીએ છીએ, ન ઈચ્છા હોય તો નથી કરતા. ઉપયોગમાં બંને – ત્રણે સમાન છે. આથી આ વાતને ખૂબ ઊંડાણે જઈને સમજીએ કે આપણે શરીર પ્રત્યે જાગ્રત થવાનું છે, વચન પ્રત્યે જાગ્રત થવાનું છે અને મન પ્રત્યે જાગ્રત થવાનું છે.
આપણે ત્રણેય પ્રત્યે એટલા માટે જાગ્રત થવાનું છે કે તેમના કોઈ દોષ ન આવી જાય. બાહ્ય પરિસ્થિતિનો તેમના પર કોઈ પ્રભાવ ન હોય. એવું જો બનશે તો એ સારા રહેશે. ક્રિયાતંત્ર સ્વસ્થ રહેશે તો એ ભીતરથી આવનાર પ્રવાહને કાર્યાન્વિત કરે કે ન કરે તે તેના વશની વાત હશે. નોકર ક્યારેક કામ કરવાની ના પણ પાડે છે. કામ કરાવવા માટે તેને ખુશ કરવો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org