________________
વ્યકિતત્વની વ્યૂહરચના
૧૭
પણ તેમના કોઈ અવયવ નથી. ન હાથ છે, ન પગ છે, ન મગજ. કોઈ કરતાં કોઈ અવયવ નથી. ન સુષુમ્ના છે અને ન સુશ્રુષ્ણાશીર્ષ, જાણવાનું કોઈ માધ્યમ નથી. ત્યાં બધું જ જ્ઞાન અધ્યવસાયથી થાય છે. તે વિના માધ્યમ અને અવયવોરહિત જ્ઞાન છે. એ એક રેખા છે. સ્થૂળ શરીર વિના થનાર જ્ઞાનની એ એક સીમા-રેખા છે. તેનાથી પાર છે સ્થૂળ શરીરથી થનાર જ્ઞાનની સીમા-રેખા. અધ્યવસાય તંત્રનાં સ્પંદન આગળ વધે છે અને તે સ્થૂળ શરીરમાં ઊભરાય છે. જ્યારે એ સ્થૂળ શરીરમાં ઊતરે છે ત્યારે શરીર સાથે આત્માનું સ્પંદન જોડાય છે. ત્યાં સૌ પ્રથમ ચિત્તતંત્રનું નિર્માણ થાય છે. ચિત્તનિર્માણ એ સ્થૂળ આત્માનો પ્રથમ મુકામ છે. ચિત્તનું નિર્માણ મગજના માધ્યમથી થાય છે. અહીં જ્ઞાન અવયવોનો સાથ લઈને જ અભિવ્યક્ત થાય છે. ચિત્તતંત્ર માત્ર શેયને જાણવાનું સાધન માત્ર છે. અધ્યવસાયનાં અનેક કિરણો ફૂટ છે. તેનાં અનેક સ્પંદન અનેક દિશામાં આગળ વધે છે.
‘અસંશ્લેષ્ના ગાવસાળગળા ' – અધ્યવસાયનાં અનેક સ્થાન છે. લોકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા જ આપણા અધ્યવસાય છે. લોકપ્રદેશ અસંખ્ય છે અને અધ્યવસાય પણ અસંખ્ય છે. એ ચિત્ત ઉપર ઊતરી આવે છે. તેની એક ધારા ચાલે છે. એ છે ભાવની ધારાલેશ્યા. અધ્યવસાયની એક ધારા, ચિત્તની એક ધારા કે જે રંગના પરમાણુઓથી પ્રભાવિત થાય છે. રંગના પરમાણુઓ સાથે ભળીને ભાવોનું નિર્માણ કરે છે, તે છે આપણુંલેશ્યા-તંત્ર અથવા ભાવ-તંત્ર. તેના દ્વારા જ તમામ ભાવ નિર્મિત થાય છે. જેટલા પણ સારા કે ખરાબ ભાવ છે તે તમામ લૅશ્યા-તંત્ર દ્વારા નિર્મિત થાય છે. અધ્યવસાય નાડીતંત્ર, મગજને પ્રભાવિત કરે છે. જ્યારે એ ચિત્તની દિશામાં આગળ વધે છે અને જ્યારે એ વેશ્યાની દિશામાં આગળ વધે છે ત્યારે એ આપણી ગ્રન્થિઓને પ્રભાવિત કરે છે અને તના માધ્યમથી આપણા તમામ શરીર-તંત્રને પ્રભાવિત કરે છે.
લેશ્યાની એક પરિભાષા છે, કર્મ-નિર્ઝરણ. લેશ્યા કર્મનું ઝરણું છે, કર્મનો પ્રવાહ છે. પ્રવાહિત થઈને કર્મનો જે પ્રવાહ બહાર આવે છે, તે ગ્રન્થિઓના માધ્યમથી બહાર આવે છે. એ છે: ગ્રન્થિઓનો સ્રાવ, ગ્રન્થિઓનું રસાયણ અને રસાનુબંધ અર્થાત્ કર્મનો અનુભાગ બંધ. આ અનુભાગ બંધ પણ રસાયણ છે. કર્મનું રસાયણ આ ગ્રન્થિઓના માધ્યમથી બહાર આવીને આપણા સમગ્ર તંત્રને પ્રભાવિત કરે છે. અહીં સુધી પણ બિચારા મનને કોઈ સ્થાન નથી મળ્યું. આ ચિત્ત-તંત્ર અને લેશ્યા-તંત્ર આપણા ક્રિયાતંત્રને પ્રભાવિત કરે છે.
ક્રિયા-તંત્રનાં ત્રણ અંગ છે: મન, વચન અને શરીર. ક્રિયા-તંત્રનું એક અંગ છે, મન. એ તો એક અવયવ છે. તેનું કામ છે કાર્ય કરવાનું. મનનું કામ જ્ઞાન કરવાનું નથી. મનનું કામ કર્મને બાંધવાનું નથી. મનનું કામ કર્મને તોડવાનું પણ નથી. મનનું કામ છે ઉપરથી મળતા આદેશોનું પાલન કરવાનું, એ
211.-2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org