________________
૧૬ આભામંડળ
લખેલું હતું. એ માણસ રૂમમાં ગયો અને લખ્યા પ્રમાણે એક છોડને ઉખાડય પગ તળે કચડીને તેનો નાશ કર્યો.
વૈજ્ઞાનિક વેકસ્ટનને પણ ખબર ન હતી કે છમાંથી કયા માણસે છોડને છૂંદી નાખ્યો છે. એણે છયે જણને વારાફરતી રૂમમાં જવાનું કહ્યું. રૂમમાં એક છોડ બચ્યો હતો, તેના પર પૉલિગ્રાફ લગાડયો હતો. પહેલો માણસ ગયો. છોડ પર કોઈ પ્રતિક્રિયા ન થઈ. ક્રમશ: બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ગયો. છોડની કોઈ જ પ્રતિક્રિયા પૉલિગ્રાફમાં અંકિત ન થઈ. છોડ શાંત હતો. સહજ અને સરળ હતો. જેવો પેલો, છોડને ઉખેડીને ફેંદી દઈ તેને છૂંદનારો માણસ રૂમમાં દાખલ થયો કે છોડ આખો કંપી ઊઠયો. તેનું કંપન પૉલિગ્રાફમાં અંકિત થવા લાગ્યું. એ ગ્રાફને જોઈને વેકસ્ટને નક્કી કરી લીધું કે આ જ માસે છોડને છૂંદી નાખ્યો હતો. આખી વાતને માણસ ન જાણી શકયો, ન સમજી શકયો. છોડ જાણી ગયો, સમજી ગયો. વનસ્પતિ જીવમાં કેટલું તીવ્ર સંવેદન અને તેજ ઓળખ હોય છે!
વૈજ્ઞાનિક વેસ્ટને એક બીજો પણ પ્રયોગ કર્યો. છોડ પર પૉલિગ્રાફ લગાડેલો હતો. એ એક પ્રયોગ કરી રહ્યો હતો. પ્રયોગ કરતાં કરતાં તેના મનમાં એક વાત આવી. મનોમન જ તેણે વિચાર્યું કે દીવાસળી મંગાવીને આ છોડને બાળી નાખું. મનમાં જેવો આ વિચાર આવ્યો કે તરત જ ગ્રાની સોય ઘૂમવા લાગી. અગ્નિનો ગ્રાફ દોરાઈ આવ્યો. બીજો ગ્રાફ પણ એવો જ થયો. ત્યાંથી તે ઊભો થઈને રૂમમાં દીવાસળી લેવા ગયો. પણ તેનું મન બદલાઈ ગયું. હવે તેણે વિચાર્યું કે હું છોડને નહિ બાળું. આમ વિચારી એ છોડ પાસે ગયો. જોયું તો ગ્રાફની સોય સ્થિર હતી. કોઈ જ ગ્રાફ અંકિત થયો ન હતો.
માણસ પણ બીજાના મનોભાવોને આ પ્રકારે જાણી નથી શકતો. વનસ્પતિનો જીવ તે જાણી લે છે. એક પ્રશ્ન થાય છે કે વનસ્પતિ જીવને કે એકેન્દ્રિય જીવોને મન જ નથી હોતું તો પછી આટલું સૂક્ષ્મ તે કેવી રીતે જાણી લે છે? – આવો પ્રશ્ન થાય. પરંતુ એક વાત આપણે યાદ રાખવાની છે કે મન જ્ઞાનનું સાધન નથી. વાસ્તવમાં મન જાણવાનું સાધન નથી. જ્યાંથી જ્ઞાનનો સ્રોત પ્રવાહિત થાય છે તે છે અધ્યવસાય. આપણે અધ્યવસાયની ઉપેક્ષા કરીને બધો જ બોજ મન ઉપર ઢોળી દીધો છે. કહો કે હાથીનો ભાર ગધેડા પર લાદી દીધો છે. એ બિચારો એટલો ભાર કેવી રીતે ઉપાડી શકે?
પહેલું છે ચૈતન્ય-કેન્દ્ર આત્મા. પછી આવે છે કષાયનું તંત્ર અને ત્યાર બાદ અધ્યવસાયનું તંત્ર આવે છે. અહીં સુધી સ્થૂળ શરીરને કોઈ સંબંધ નથી રહેતો. તે માત્ર કર્મ-શરીર અને તૈજસ શરીરથી જ સંબંધિત હોય છે. અહીં સ્થૂળ અવયવોનો કોઈ સંબંધ નથી રહેતો. “ર પર સૂક્ષ્મ” – ‘તેજસ શરીર સૂક્ષ્મ છે અને કર્મ શરીર તેનાથી પણ વધુ સૂક્ષ્મ છે.' આ બંને શરીર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org