________________
વ્યક્તિત્વના બદલતાં રૂપો ૯ શરીર-પેક્ષા દ્વારા આપણે નાડી-તંત્રને જાગ્રત કરીએ છીએ. આ જાગૃતિ – આ સજાગતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નાડી-તંત્ર જેટલું મજબૂત અને સુદૃઢ, હોય છે તેટલો જ માણસ મજબૂત અને દૃઢ હોય છે. માત્ર માંસ અને હાડકાં મજબૂત હોવાથી નથી પતતું. એ તો નાડી-તંત્રને આવૃત કરનાર સાધન છે.
નાડીતંત્ર મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનવાહી અને ક્રિયાવાહી નાડીઓનો જ બધો કારો• બાર છે. શરીર-પેક્ષા દ્વારા આપણે સ્નાયુઓને એટલા જાગ્રત કરી લઈએ કે તે આપણા આદેશોનું અચૂક પાલન કરે અને તે ભીતરથી આવતા પ્રવાહને બહાર ન આવવા દે, તેને પ્રકટ ન થવા દે. આ ઘણું જ મહત્ત્વનું કાર્ય છે.
ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં, એક પ્રશ્ન ચર્ચાતો હતો કે દંડ કેટલા છે. મહાવીર કહેતા હતા, ‘દંડ ત્રણ છે: મનદંડ, વચનદંડ અને કાયદંડ.” બુદ્ધ કહેતા હતા: ‘દંડ એક જ છે. મનનો દંડ, મનોદંડ. ન વાણીવચનનો દંડ હોય છે, ન કાયાનો દંડ હોય છે. માત્ર મનનો દંડ હોય છે.
બુદ્ધ જ નહિ અનેક આચાર્યોએ કહ્યું છે કે “મન પર્વ મનુષ્ય વાર વંઘમાયોઃ” મન જ બંધનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. લોકો પણ લગભગ આમ જ વિચારે છે કે બધું મન જ છે. ઉપલી સપાટીએ આ વાત સાચી હોઈ શકે છે. પરંતુ ઊંડે ઊંડાણમાં જવાની જરૂર છે.
મહાવીરે જે ત્રણ દંડોની વ્યવસ્થા આપી, તે ઘણી જ વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. માત્ર મનથી કશું નથી બનતું. કાયાના દંડનું પણ પોતાનું મહત્ત્વ છે. શરીરમાં ફેલાયેલ નાડી-તંત્રમાં જ્યારે કોઈ પ્રકારનો સંસ્કાર બની જાય છે, તે સક્રિય બની જાય છે ત્યારે મન બિચારું બની જાય છે. શરીરનો અભ્યાસ થઈ જતાં, તેની ટેવ પડી જતાં શરીર મુખ્ય બની જાય છે. નાડી તંત્રમાં જે ઉત્તેજનાઓ, વાસનાઓ, તરંગો વગેરે ઉત્પન્ન થાય છે, તે ઇચ્છા ન હોવા છતાં પણ, એ બનવાનું બની જાય છે. કારણ નાડી-તંત્રનો એ અભ્યાસ બની જાય છે. બિચારું મન ત્યારે કશું જ કરી નથી શકતું. નાડી-તંત્ર મનનું નોકર નથી; મનનું એ ગુલામ નથી. તેનું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે. આ સંદર્ભમાં, આ સ્થિતિમાં માત્ર એક જ દંડ– મનોદંડને માની નહિ શકાય.
વાણીનું પોતાનું તંત્ર છે; મનનું પોતાનું તંત્ર છે અને કાયાનેય પોતાનું તંત્ર છે. નાડી-તંત્ર આપણું ક્રિયાનંત્ર છે. તેમાં ત્રણ ઉપતંત્ર છે, એક મનનું, એક વાણીનું અને એક કાયાનું. ત્રણેયનું પોતપોતાનું મૂલ્ય છે. ન મનને વધુ મહત્ત્વ આપી શકાય છે, ન વાણીને કે ન કાયાને. ત્રણેયનું રવતંત્ર મૂલ્ય અને મહત્ત્વ છે.
ઘણી વાર આપણે કહીએ છીએ કે હું આમ કહેવા નહોતો માગતો. પરંતુ મોંમાંથી નીકળી ગયું, બોલાઈ ગયું મારાથી. વાણી-તંત્રના સ્વતંત્ર અસ્તિત્વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org