________________
૧૮૨ આભામંડળ
આપણે ઊર્જાનું ઊર્ધ્વગમન ચાહીએ છીએ. આપણે આપણી ઊર્જાને ઊર્ધ્વગામી બનાવવા ઇચ્છીએ છીએ. માત્ર રાસાયણિક પરિવર્તનની વાત પૂરી ને પૂરતી નથી. ઊર્જાનું ઊર્ધ્વગમન અંતર્સાન ખોલવાનું દ્વાર છે. પુરુષાર્થ વિના એ ઊઘડતું નથી. ઈંજેક્ષનો દ્વારા, ટેબ્લેટ્સ દ્વારા આ થઈ શકે કે એક ઈંજેક્ષન લીધું કે એક ટેબ્લેટ – ગોળી લીધી અને ક્રોધ ઊતરી ગયો. કામવાસના પૂરી થઈ ગઈ, કે બીજી ઉત્તેજનાઓ ઉપશાંત થઈ ગઈ. આમ થવું શકય છે. વિજ્ઞાનીઓ આ દિશામાં સફળ પણ થયા છે. પરંતુ આપણે જે અંતર્થાન કે આંતરિક આનંદને પ્રાપ્ત કરવા ઝંખીએ છીએ, જીવનમાં જે નવી દિશા ખોલવા ચાહીએ છીએ, તે આ કૃત્રિમ ઉપાયોથી. ઇંજેક્ષનો અને ગોળીઓ દ્વારા પ્રાપ્ત નહીં થાય. એ એક નેગેટિવ એપ્રોચ છે, નકારાત્મક અભિગમ છે, નિષેધાત્મક ઉપાય છે. એથી ક્રોધ નહીં આવે, કામવાસના નહીં જાગે, પરંતુ જે સ્થિતિમાં જઈને આપણે એક વિસ્ફોટ કરવાનો છે તે નહીં થાય. અંતર્થાન અને અંતરાનંદ – આત્માનંદનાં જે દ્વાર બંધ પડયાં છે તે નહિ ઊઘડે, તેને ઉઘાડવા માટે પૉઝિટિવ એપ્રોચ – વિધેયાત્મક અભિગમ જોઈએ. આ અભિગમ છે મનને શક્તિશાળી બનાવવાનો, ભાવોની વિશુદ્ધિનો, તપસ્યાનો, ધ્યાનનો અને ચૈતન્ય-કેન્દ્રોને નિર્મળ બનાવવાનો. ચૈતન્ય-કેન્દ્રોને નિર્મળ બનાવવાથી બે કામ થાય છે. એક બાજુ રસાયણોનું પરિવર્તન થાય છે અને બીજી બાજુ ક્રોધ ખત્મ થઈ જાય છે, વ્યસન અને વાસનાની ખરાબ ટેવો છૂટી જાય છે. બીજી બાજુ આપણી સ્વચ્છતાનાં કિરણો, નિર્મળતાનાં કિરણો આગળ વધે છે અને એ દરવાજા ઉઘાડી નાખે છે કે જેનાથી અંતર્શન પ્રગટ થાય છે. આંતરિક આનંદ અભિવ્યક્ત થાય છે. ભગવાન મહાવીરના ઉપદેશમાં અવારનવાર આ ઉદ્ઘોષણા સંભળાય છે કે ~~
લેશ્યાની શુદ્ધિ થયા વિના જાતિસ્મરણ જ્ઞાન નથી થઈ શકતું. લેશ્માની શુદ્ધિ વિના અવધિજ્ઞાન નથી થઈ શકતું. લેશ્માની શુદ્ધિ થયા વિના મન:પર્યાવજ્ઞાન નથી થતું. અને લેશ્માની શુદ્ધિ વિના કેવળજ્ઞાન નથી થઈ શકતું. જે પણ અંતર્થાન ઉત્પન્ન થાય છે તે લેશ્યાની વિશુદ્ધિથી જ થાય છે. લેશ્માની શુદ્ધિ વિના આનંદનો અનુભવ નથી થતો. ધ્યાન આદિ દ્વારા આપણે જે પુરુષાર્થ કરીએ છીએ તે એટલા માટે કરીએ છીએ કે તેનાથી ભાવોની શુદ્ધિ થાય, લેશ્માની શુદ્ધિ થાય. તપસ્યા દ્વારા, ધ્યાન દ્વારા, ચૈતન્ય-કેન્દ્રોને જાગ્રત કરવાથી કે ચૈતન્ય-કેન્દ્રોને નિર્મળ બનાવવાથી લેશ્માનું રૂપાંતરણ થાય છે ત્યારે આંતરિક શક્તિઓ જાગે છે અને એ શક્તિઓ રસાયણોને બદલે છે અને એ આવરણોને દૂર કરે છે જે જ્ઞાનને આવૃત કરીને બેઠાં છે. એ જાગ્રત શક્તિઓ તેની પ્રગાઢ મૂર્છાને તોડે છે કે જે આનંદને વિકૃત બનાવીને બેઠી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org