________________
લેશ્યા : એક વિધિ રસાયણ-પરિવર્તનની ૧૮૫
છે, જ્યારે વિજ્ઞાની કે ડૉકટર કૃત્રિમ રસાયણો દ્વારા રસાયણોમાં પરિવર્તન લાવે છે. ઘટના એક જ ઘટશે — રસાયણોનું પરિવર્તન. લેશ્યાનો પ્રયોગ રસાયણોના પરિવર્તનનો પ્રયોગ છે. આપણે જ્યારે લેશ્યાના પરિવર્તનના પ્રયોગને સમજી લઈએ છીએ ત્યારે આપણી ભીતરનાં રસાયણો બદલાવાનું શરૂ કરી દે છે.
લેશ્યાનાં રસાયણોને બદલવાનું એક માધ્યમ છે, તપ. તપમાં ઉપવાસ પણ આવે છે. સ્વાધ્યાય પણ આવે છે અને ધ્યાન પણ આવે છે. બીજું માધ્યમ છે, પદાર્થ. તમે એમ ન માનશો કે માત્ર આજના વિજ્ઞાનીઓએ જ સંશોધન કર્યું છે. એમ માની લેશો તો ભૂલ થશે, ભ્રમણા થશે. પ્રાચીનકાળના સાધકોએ આ દિશામાં અનેક મહત્ત્વની શોધો કરી છે. તંત્ર-સાધકોએ તેમ જ અધ્યાત્મ-સાધકોએ રસાયણોને બદલવાની મોટી મોટી શોધો કરી. તેઓએ એવી ઔષધિઓ શોધી કે જેના સેવનથી રસાયણોનું પરિવર્તન થઈ જતું. ડર લાગે છે? ઔષધિનું સેવન કર્યું, ભય ગાયબ. એક માણસ ઊંઘમાં બબડે છે. તેને ભયંકર સપનાં આવે છે. ઓશીકાની બાજુએ એક જડીબુટ્ટી મૂકી દીધી અને સ્વપ્ન અદૃશ્ય. બબડવાનું બંધ. એક માણસ કામવાસનાથી ઉત્તેજિત થાય છે. એક ઔષધિનો ઉપયોગ કર્યો અને કામવાસના ગાયબ.
ઘણાં વરસો પહેલાં મારા મનમાં પ્રશ્ન થયો હતો કે શું બ્રહ્મચર્યની સાધનામાં વનસ્પતિનો સહયોગ હોઈ શકે? અનેક અનુભવી વૈદોને પૂછ્યું. પ્રાચીન ગ્રન્થો જોયા. તેનું પારાયણ કર્યું. અને અનેક રહસ્ય જાણવા મળ્યાં. નક્કી થયું કે વનસ્પતિના જુદા જુદા પ્રયોગોથી લાભ ઉઠાવી શકાય છે. આ શોધો ઘણા પ્રાચીન સમયમાં થઈ હતી. હજારો સાધકોને તેનો લાભ મળ્યો હતો. જિતેન્દ્રિયતા માટે વનસ્પતિનો એક કલ્પ છે. અમુક વનસ્પતિનું સેવન કરવાથી, કંઈ પણ સાધના કર્યા વિના, માણસ જિતેન્દ્રિય બની જાય છે. મનોભાવોને બદલવા માટે વનસ્પતિનો ઘણો મોટો ઉપયોગ છે. ‘નિત્યો મળિમંત્રૌપથીનાં પ્રમાવ: મણિ, મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય હોય છે. તેના પ્રભાવની કોઈ કલ્પના નથી થઈ શકતી. પ્રભાવની કોઈ સીમા નથી. જેટલો મંત્રોનો પ્રભાવ છે તેટલો જ વનસ્પતિનો પ્રભાવ છે. જેટલો રત્નોનો પ્રભાવ છે તેટલો જ વનસ્પતિનો પ્રભાવ છે. વનસ્પતિ દ્વારા શારીરિક અને માનસિક રસાયણોમાં પરિવર્તન લાવી શકાય છે. વિજ્ઞાનીઓ આજે જે પરિવર્તનની શોધો કરી રહ્યા છે તે કંઈ નવી-નવાઈની વાત નથી. આટલું થઈ જવા છતાં પણ, વનસ્પતિઓ દ્વારા રસાયણોની પ્રક્રિયા કે કૃત્રિમ રસાયણો દ્વારા રસાયણોના પરિવર્તનની પ્રક્રિયા હસ્તગત થઈ જાય તોપણ આપણે આપણી સ્વતંત્રતા ગુમાવવા નહિ ઇચ્છીએ. સ્વતંત્રતાને ખોઈ દેવી ખતરનાક બની રહેશે.
P
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org