________________
લેશ્યા: એક વિધિ રસાયણ-પરિવર્તનની ૧૮૭ આપણે મંગલ-ભાવના કરીએ, ધ્યાનનો એવો ઉપક્રમ કરીએ જેનાથી જીવનમાં સરળતા, શાંતિ અને સંતોષ આવે. રાસાયણિક પરિવર્તનો દ્વારા બહારના જીવનમાં આ બધું આવે અને ભીતરના એ બંધ દરવાજા ઊઘડે, એ બધાં આવરણો દૂર થાય અને અંતíન બહાર આવે. ભીતર આનંદના સાગરની જે લહેરો લહેરાઈ રહી છે તે બહાર આવે.
ચૈતન્ય-કેન્દ્રોના જાગરણ દ્વારા જ્યારે આ બંને કામ બનશે, એ દિવસે આ પ્રમાણિત થશે કે માત્ર બહારનાં રસાયણોના પરિવર્તનથી આપણે જે ચાહીએ છીએ તે ઉપલબ્ધ નથી થતું. બહારનાં રસાયણોની સાથોસાથ મૂચ્છ તૂટશે, આવરણ હટશે ત્યારે આ બધું બનશે જે આપણે યથાર્થમાં ચાહીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org