________________
૧૮૨ આભામંડળ બદલાતાં ત્યાં સુધી અંતર્શાન નથી થતું, આંતરિક આનંદ ઉપલબ્ધ નથી થતો. દરેક વેશ્યાને પોતાનાં રંગ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. આપણને તેની ખબર નથી પડતી કારણ આપણા ભાવો સાથે એવા જકડાયેલા છીએ કે આપણને વાસ્તવિકતાની ખબર નથી પડતી.
ગામમાં એક સંન્યાસી આવ્યો. એ તેજસ્વી અને શક્તિશાળી હતો. રાજાએ તેનાં વખાણ સાંભળ્યાં. તેનાં દર્શને ગયો. તેને અપૂર્વ શાંતિની અનુભૂતિ થઈ. તેણે કહ્યું: ‘મહારાજ! થોડાક દિવસ માટે આપ મારા મહેલમાં પધારો.” સંન્યાસીએ કહ્યું: ‘મહેલોમાં મને સોનાની ગંધ આવે છે. હું ત્યાં નહિ રહી શકું” રાજાએ કહ્યું : “કેવી વાત કરો છો? સોનાની વળી ગંધ કેવી? લોકો સોનાનું નામ પડતાં જ તેને લેવા દોડાદોડ કરી મૂકે છે. આપ તેનાથી દૂર જવા માગો છો. હું ત્યાં જ રહું છું. આજ સુધી મને સોનાની કોઈ ગંધ નથી આવી.”
સંન્યાસીએ કહ્યું: “ચાલો! મારી સાથે.' સંન્યાસી રાજાને લઈને ચમારોની વસતિમાં ગયો. રાજાને ચામડાંની દુર્ગધ સતાવવા લાગી. તેણે પોતાનું નાક કપડાથી ઢાંકી દીધું. સંન્યાસી એક ચમારના ઘરે જઈને ઊભો રહ્યો.
રાજાએ કહ્યું: ‘મહારાજ! આપ મને કયાં લઈ આવ્યા? ઘણી દુર્ગધ આવી રહી છે. મારો જીવ ગૂંગળાઈ રહ્યો છે. અહીંથી જલદી પાછા ફર્યું.'
સંન્યાસીએ કહ્યું: ‘દુર્ગધ કેવી? આપ ઘણી વિચિત્ર વાત કરો છો. આપ આ ઘરના માલિકને પૂછો.' ઘરના માલિકે કહ્યું: ‘નહીં રે! અહીં કયાં દુર્ગધ છે? પચાસ વરસથી અહીં જ રહું છું. મને તો ક્યાંય દુધની અનુભૂતિ નથી થઈ.”
સંન્યાસી રાજાને મહેલમાં લઈ આવ્યો. એણે રાજાને કહ્યું: ‘જુઓ રાજન! આપને ત્યાં ચામડાંની દુર્ગધ આવી રહી હતી. ત્યાં રહેનારાઓને એનો અનુભવ જ ન હતો. એ પ્રમાણે મને અહીં સોનાની દુર્ગધ આવે છે. આપને તેનો અનુભવ નહિ થાય.” જે જેમાં રચ્યોપચ્યો રહે છે તે તેવો જ બની જાય છે.
ખરાબ ભાવોની ગંધમાં, ખરાબ ભાવોના કડવા રસમાં, ખરાબ ભાવોના સ્પર્શમાં માણસ એટલો બધો એકાત્મ અને એકરૂપ બની જાય છે કે તેને અનુભવ જ નથી થતો કે ભીતરનાં રસાયણોમાં કેટલી દુર્ગધ છે! કેટલા ખરાબ રસ અને સ્પર્શ છે!
કૃષ્ણ-લેશ્યાનો રંગ લાલ હોય છે. માત્ર રંગ જ કાળો નથી હોતો તેમાં દુર્ગધ પણ હોય છે. કૃષ્ણ-લેશ્યાના પરમાણુઓમાં દુર્ગધ હોય છે. દુર્ગધ પણ એવી કે મરેલા કૂતરાની દુર્ગધથી પણ કંઈગણી વધુ. આપણે ભીતર આ દુર્ગધ ભરીને બેઠા છીએ. આપણે બહારની દુર્ગધ દૂર કરવા ઘણી વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org