________________
વ્યક્તિત્વનાં બદલતાં રૂપો ૭. છે. ભીતરનો પ્રવાહ ધધૂકી ઊઠે છે. બૂરાઈનો તોતિંગ દરવાજે ઊઘડી જાય છે.
જ્યાં સુધી આ દરવાજો બંધ કરવામાં ન આવે ત્યાં સુધી બૂરાઈથી છુટકારો નથી મળતો.
જ્યારે જાગૃતિની– સજાગતાની ચાવી ફેરવીએ છીએ ત્યારે અસંકલેશનું તાળું ખૂલી જાય છે અને સારપનો ભવ્ય દરવાજો ઊઘડે છે. જાગૃતિની આ ચાવી બે કામ એકસાથે કરે છે. એક તો એ અસંકલેશનું તાળું ખોલે પણ છે અને બીજું એ સંકલેશનું તાળું વાસે પણ છે. આ જાગૃતિ–આ સજાગતા સહજસિદ્ધ થઈ જાય છે ત્યારે માણસ કે ન ઇચ્છે તોપણ ભીતરથી એક એવો ફુવારો ફૂટે છે કે ત્યારે તમામ પવિત્ર વિચાર, પવિત્ર ભાવનાઓ અને પવિત્ર આચરણ આપોઆપ જ બહાર વહેવા લાગે છે. પાયાનો પ્રશ્ન છે ચાવીઓની પ્રાપ્તિ. આટલા વિશાળ મહાસાગરના બે વિશાળ પ્રવાહને રોકવાનો કે બહાર લાવવાનો પ્રશ્ન જટિલ છે.
શ્વાસ-પેક્ષા એટલે શ્વાસ પ્રત્યે જાગૃતિ. જે માણસ શ્વાસ પ્રત્યે સજાગ નથી, તે જાગૃતિની ચાવી ફેરવી નથી શકતો. જેણે શ્વાસ પ્રત્યે જાગરૂકતા મેળવી લીધી, જેણે પોતાના શ્વાસને જાણવાનું શરૂ કર્યું, તેનું મન જાગ્રત બની ગયું. ત્યારે એ દરેક શ્વાસને એ જુએ છે. અજાણતાં એક પણ શ્વાસ નથી લેતો. પૂરેપૂરી સજાગતાથી શ્વાસ લે છે અને મૂકે છે. આવા માણસના હાથમાં અસંકલેશનું તાળું ખોલવાની ચાવી આવી જાય છે.
શરીર-પેક્ષા પણ આ પ્રાપ્તિનું સાધન છે. જે માણસ પોતાના શરીર પ્રત્યે જાગ્રત નથી, જે એ શરીર પ્રત્યે જાગતો નથી કે જ્યાં ચાવી ફેરવવામાં આવે છે, તે ક્યારેય પણ અસંકલેશનું તાળું ખોલી નથી શકતો.
આ વાતને આપણે ખૂબ જ ઊંડાણથી સમજી લઈએ. આ એક મોટું રહસ્ય છે. ભીતરથી જે પણ પ્રવાહ બહાર આવે છે તે શરીરના માધ્યમથી આવે છે. ક્રોધ આવશે તો શરીરના માધ્યમથી, અભિમાન અને લોભ આવશે તોપણ શરીરના માધ્યમથી, અને વાસના જાગશે તો એ પણ શરીરના માધ્યમથી જ જાગશે. જેટલાં પણ આવેગ, ઉત્તેજના, વાસના અને કામનાઓ વગેરે છે તે તમામ શરીરના માધ્યમથી જ ઊભરાય છે. નાડીતંત્રમાં બે પ્રકારના સ્નાયુ છે: જ્ઞાનવાહી સ્નાયુ અને ક્રિયાવાહી સ્નાયુ. જે જ્ઞાનવાહી સ્નાયુ છે તેનાથી આપણે જાણીએ છીએ, સંવેદન કરીએ છીએ. પગમાં કાંટો વાગ્યો, તરત જ પગના સ્નાયુઓ તેની સંવેદના મગજ સુધી પહોંચાડી દે છે. મગજના સ્નાયુ ક્રિયાવાહી સ્નાયુઓને કાંટો કાઢવા માટે આદેશ આપે છે. અને હાથની માંસપેશીઓ તરત જ સક્રિય બને છે ને આંગળીઓ કાંટો કાઢવાના કામે લાગી જાય છે. બધું જ નાયુઓ દ્વારા બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org