________________
આભામંડળ અને શકિત-જાગરણ [૨] ૧૬૫ ત્યારે કાયગુપ્તિ અને કાયોત્સર્ગ સધાય છે. ઑકિસજનની ખપત ઓછી થઈ જાય છે. પ્રાણ-શક્તિનો વ્યય ઓછો થતો જાય છે.
આપણે ઓછું બોલીએ. અનાવશ્યક ન બોલીએ. મૌન રહેવાનું શીખીએ. વિદ્યુતનો વ્યય ઓછો થશે. વાણીની સાથે જે વિદ્યુત ખર્ચાય છે તે બચશે. આપણે તેનો બીજો ઉપયોગ કરીશું. આપણે વાગુપ્ત બનીએ. મૌન રહીએ. વિચાર પણ ઓછા કરીએ. વિચારોના ચક્રને તોડવાનું શીખીએ. વિચારોના ચક્રથી મગજની ઊર્જા એટલી બધી ખર્ચાય છે કે તેની પૂર્તિ મહા મુશ્કેલીએ થાય છે. આમેય મગજને વિદ્યુતની ઘણી જરૂર રહે છે. આપણો ઉપરનો ભાગ જે શરીરના ભાગથી બે ટકા માત્ર છે તેને વિદ્યુત જોઈએ વીસ ટકા. જ્યાં બે ટકાનો ભાગ વીસ ટકા વીજળી માગે તો શું થાય?
આપણે નિવિચાર રહેવાનું શીખીએ. નિર્વિચારતામાં વિદ્યુત ઓછી વપરાય છે. વિદ્યુતનો અને તેજનો સંચય થશે. એક બાજુ આપણે પ્રાણપ્રયોગ દ્વારા, પ્રાણને વધુ ખેચવા દ્વારા, ભીતર પ્રાણ-શક્તિને ભરીએ, તેજશરીરને શક્તિશાળી બનાવીએ અને બીજી બાજુ એ વિદ્યુતના વપરાશને ઓછો કરીએ. આપણી શક્તિનો ભંડાર ત્યારે વધશે જ્યારે આપણે એક બાજુથી સંકલ્પ-શક્તિના પ્રયોગ દ્વારા, પ્રાણ-સંગ્રહની પ્રક્રિયા દ્વારા, પ્રાણ ભરવાની ક્રિયા દ્વારા શક્તિના ભંડારનું સંવર્ધન કરીએ અને બીજી બાજુએ વપરાશ ઘટાડીએ. વ્યય ઓછો કરીએ. આમ શક્તિનો ભંડાર વધશે. શક્તિનું જાગરણ થશે. આપણું આભામંડળ શક્તિશાળી બનશે. આપણું ભાવતંત્ર શક્તિશાળી બનશે અને આપણે આપણી આસપાસ એવું કવચ બનાવવામાં સફળ થઈશું કે જે કવચ આપણને બહારનાં તમામ આક્રમણો અને સંક્રમણથી બચાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org