________________
આભામંડળ અને શકિત-જાગરણ [૨] ૧૬૩ પણ છે. ધતૂરા અને સુવર્ણનાં નામ એક છે. જે શબ્દ ધતૂરાનો વાચક છે, એ શબ્દ સુવર્ણનો વાચક છે. “નામસામા હિ ચિત્ત ધતૂરોપિ મદપ્રદ:' નામની સમાનતાના કારણે જેમ સુવર્ણ માણસમાં મદ પેદા કરે છે તેમ જ ધતૂરો પણ મનમાં મદ પેદા કરે છે. નામના ચક્કરમાં આપણે ન પડીએ. વાસ્તવિકતાને સમજીએ. એવું માનવામાં કોઈ વાંધો નથી કે સંભોગથી પ્રાપ્ત સુખની અનુભૂતિએ માણસને પ્રેરણા આપી હોય કે આનાથી પણ બીજો કોઈ આનંદ કે બીજું કોઈ સુખ હોવું જોઈએ જે આનાથી પણ ઊંચું હોય.
તર્કશાસ્ત્રનું એક સૂત્ર છે. માણસે પથ્થરને જાણ્યો. તેનો તર્ક આગળ વધ્યો. તેણે વિચાર્યું કે એક પથ્થરને જો જાણી શકું છું તો આખી ખાણને પણ જાણી શકું છું. એક માણસને જાણી શકું છું તો સમગ-સમસ્ત પ્રાણીજગતને જાણી શકું છું. તર્ક વધુ આગળ વધે છે અને તેનું અંતિમ બિન્દુ આ આવે છે કે જ્યારે હું એકને જાણી શકું છું તો સર્વને જાણી શકું છું. એક પથ્થર સર્વજ્ઞતાના સિદ્ધાંતનો ઉપ્રેરક બની શકે છે. એક પથ્થરનો બોધ, એક પથ્થરનું જ્ઞાન, એક પરમાણુનું જ્ઞાન સમસ્ત જગતના જ્ઞાનનું, સર્વજ્ઞતાના જ્ઞાનનું પ્રેરક બની શકે છે. જે એકને જાણી શકે છે તે સર્વને જાણી શકે છે.
જેણે સંભોગના ક્ષણિક સુખનો અનુભવ કર્યો તેના મનમાં આ વિકલ્પ ઊડ્યો હોવો જોઈએ કે આ સુખ છે તો બીજું સુખ પણ હોવું જોઈએ. ખાવાપીવાના પદાર્થોથી સુખ મળે છે. સુગંધથી પણ સુખ મળે છે. તર્ક આગળ વધતો જાય છે. આમાં પણ સુખ છે, તેમાં પણ સુખ છે. આગળ ચાલતાં ચાલતાં વિચાર આવે છે કે એક બિન્દુ એવું પણ હોવું જોઈએ કે
જ્યાં ચરમ સુખની પણ અનુભૂતિ થતી હોવી જોઈએ. જ્યાં નાનાં નાનાં સુખ સમાપ્ત થઈ જાય છે. આ પ્રેરણા બને, તેમાં કોઈ વાંધો નથી. પરંતુ માણસે સાચી સમાધિની શોધ આ આધાર પર કરી કે કામજન્ય સુખ છે તે નિરાશા પેદા કરે છે. એ શક્તિને ક્ષીણ કરે છે. વિષાદ પેદા કરે છે. આવી હાલતમાં એવું પણ સુખ હોવું જોઈએ કે જે આનંદ ઉપલબ્ધ કરાવે, શક્તિ ક્ષીણ ન કરે અને વિષાદ પેદા ન કરે. આ દિશામાં માણસે શોધ શરૂ કરી અને એક દિવસ એ સાચી સમાધિ સુધી પહોંચી ગયો.
મહાવીરે કહ્યું : “ખણમેzસોકખા, બહુકાલદકખા” – ઇન્દ્રિયોના જેટલા વિષય છે તેનાથી થતાં સુખ ક્ષણસ્થાયી હોય છે. તેનો અંત દુ:ખ હોય છે. પ્રવૃત્તિકાળમાં એ સુખ આપે છે અને પરિણામકાળમાં એ દુઃખ આપે છે. સમાધિની શોધ પ્રવૃત્તિના આધાર પર નથી થઈ. પરિણામના આધાર પર થઈ છે. મતભેદનું બિન્દુ છે પ્રવૃત્તિ અને પરિણામ. આપણે જ્યારે માત્ર પ્રવૃત્તિને માનીને સુખની વાતને આગળ વધારીએ છીએ ત્યારે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org