________________
૧૬૨ આભામંડળ
સુખની અનુભૂતિ થઈ. સમાધિ નિર્વિચારતાનું સાધન છે. આ તર્કના આધારે આપણે ચાલીએ તો તેનો બીજો તર્ક આ પણ થઈ શકે કે સમાધિની શોધ શિકારીએ કરી. માછીમારે પણ કરી. એક શિકારી નિશાન તાકે છે ત્યારે એ પોતાના લક્ષ્યમાં એટલો બધો ખોવાઈ જાય છે કે તેને નિર્વિચારતાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેની એકાગ્રતા સધાઈ જાય છે. એ શિકારીએ સમાધિની શોધ કરી. નિશાન પર તીર લાગતાં તેને જે આનંદની અનુભૂતિ થાય છે તે અવર્ણનીય છે. એક ચોર છીંડું પાડતાં કેટલો એકાગ્ર હોય છે! બગલો માછલીને પકડવામાં કેટલો સ્થિર અને એકાગ્ર હોય છે! આપણે એમ કેમ ન માનીએ કે આ બધા સ્રોતોથી સમાધિની શોધ થઈ છે? ભગવાન મહાવીરે એને ધ્યાન માન્યું છે, એકાગ્રતા ધ્યાન છે. પછી ભલે તે કોઈ પણ ધ્યાન હોય.
એક માણસ લક્ષ્યવેધી હતો. તેને પોતાની કલા પર ગર્વ હતો. એક બીજો માણસ તેને મળ્યો. તેણે કહ્યું : ‘મારા ગુરુ ધનુષ્ય-તીર વિના જ લક્ષ્યને વીંધે છે.' તેના મનમાં જિજ્ઞાસા જાગી. બંને ગુરુ પાસે પહોંચ્યા. ગુરુ બંનેને લઈને પહાડના શિખર પર ગયા. ત્યાં એ એક એવા ખડક પર ઊભા રહ્યા કે જ્યાં નીચે ઊંડો ખાડો અને ખીણ હતી. બંને ગભરાયા, પરંતુ ગુરુની સાથે ઊભા રહી ગયા. ગુરુએ પોતાની આંખો ઊંચી કરી. પક્ષીઓનું એક ઝુંડ ઊડતું જઈ રહ્યું હતું. જેવું એ ઝુંડ આંખોની રેન્જમાં આવ્યું કે તરત જ બધાં પક્ષી એક એક કરીને નીચે આવી પડયાં. લક્ષ્યવેધ થઈ ગયો. આંખોએ એ પક્ષીઓને વીંધી નાખ્યાં. શું આ ધ્યાન નથી ? ઘણું મોટું છે આ ધ્યાન. ઘણી મોટી એકાગ્રતા છે. ખૂબ જ મોટી સમાધિ છે. પરંતુ બધી સમાધિ સમાધિ નથી હોતી.
આચાર્ય ભિક્ષુએ કહ્યું : ‘ગાયનું દૂધ હોય છે. થોરનું દૂધ હોય છે. આકડાનું દૂધ હોય છે. દૂધ દૂધ છે; તેમાં કોઈ ફરક નથી, પરંતુ કોઈ ગાયના દૂધને બદલે આકડાનું દૂધ લે તો તે જીવે નહિ.' બધી સમાધિ એક નથી હોતી. શું આપણે એમ માની લઈશું કે માણસે કયારેક આકડાનું દૂધ પીધું હશે, આથી દૂધની શોધ થઈ? તો એ કેટલી મોટી ભૂલ ને ભ્રમણા બનશે!
સામાન્ય માણસ માની લે છે કે સંભોગ સમાધિનું સાધન છે. સંભોગમાં જવાથી સમાધિ પ્રાપ્ત થાય છે. પછી ધ્યાન-શિબિરોમાં શા માટે જવું? શા માટે ધ્યાન કરવું? આપોઆપ જે બને છે તે માટે આટલા પ્રયત્નો શા માટે? આ એક ભુલભુલામણી છે. ધ્યાન અને સમાધિના નામે તમે એમાં ભટકો નહિ, ભ્રાન્ત ન બનો. નામ-સામ્ય હોઈ શકે છે. આ પણ સમાધિ, એ પણ સમાધિ. આ પણ ધ્યાન, એ પણ ધ્યાન. નામની સમાનતાથી ન ભટકો. સંસ્કૃત શબ્દકોશમાં જેટલા નામ ધંતૂરાનાં છે એટલાં નામ સુવર્ણનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org