________________
આભામંડળ અને શક્તિ-જાગરણ [૨] ૧૫૯ હોય છે. જેવી વેશ્યા તેવું આભામંડળ. જેવું ભાવમંડળ તેવું આભામંડળ. ભાવ બદલાય છે તેની સાથોસાથ આભામંડળ બદલાઈ જાય છે. ભાવ ઉદાર અને પવિત્ર હોય છે ત્યારે આભામંડળના રંગ બદલાઈ જાય છે. રસ બદલાઈ જાય છે, સ્પર્શ બદલાઈ જાય છે. ભાવ ખરાબ થાય છે ત્યારે આભામંડળનો રંગ કાળો થઈ જાય છે. ભાવ સારો હોય છે ત્યારે આભામંડળનો રંગ પીળો થઈ જાય છે, લાલ કે સફેદ થઈ જાય છે. તમામ ધાબાં સાફ થઈ જાય છે. બંને સાથોસાથ – જોડાજોડ ચાલે છે.
ભાવમંડળ આપણી શક્તિને વિકસિત કરે છે અને આભામંડળ બહારથી આવતી બાધાઓને – અવરોધોને અટકાવે છે. ઘણી વાર એવું બને છે કે માણસ શાંત બેઠો છે અને અચાનક જ તેના મનમાં એવો વિચાર આવે છે કે જે વિચાર કરવા તે કદી નથી ઇચ્છતો. બીજી જ ક્ષણે બીજો વિચાર આવે છે. આ વિચાર કેમ આવે છે? ક્યાંથી આવે છે આ વિચાર? આ શોધવું જોઈએ.
વિચારના પરમાણુઓ આકાશમંડળમાં ચક્કર મારતા હોય છે. અબજો અબજો માણસોના વિચાર આજ પણ આકાશમંડળમાં વ્યાપ્ત છે. માણસ આ વિચારોની રેન્જમાં આવે છે ત્યારે એના મનમાં પણ એ વિચાર ઉત્પન્ન થાય છે અને એ વિચાર એ માણસનો બની જાય છે. આપણે એવું ન માનીએ કે આપણે જે વિચારીએ છીએ તે બધા વિચાર આપણા વિચાર હોય છે. એ આપણા નહીં, બીજાના વિચાર હોય છે. બીજાના વિચારોનો ભાર આપણે ઉપાડીએ છીએ. એવા એવા વિચાર આપણા મગજમાં ઘૂસી જાય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ નિર્ણય કરવો મુશ્કેલ બને છે કે આપણો પોતાનો વિચાર કયો છે અને બીજાનો કયો છે? હું શું વિચારવા માગું છું અને શું વિચારી બેઠો છું? ન માલૂમ કેવા કેવા માણસોના વિચાર મારા મનમાં ઘૂસી જાય છે. ઘણી મોટી કઠણાઈ છે.
આપણે આ વિશ્વ એટલું બધું સંક્રમણશીલ છે કે કોઈ પણ માણસ એકલો નથી. એકલો કોઈ રહી નથી શકતો. માણસ જંગલમાં ચાલ્યો જાય, કોઈનુંય મોં ન જુએ, કોઈ પક્ષીને પણ ન જુએ. છતાં પણ તે ત્યાં એકલો નથી કારણ સૂમ લોકની યાત્રા કરનારા સૂમ પદાર્થ એટલા આંટાફેરા મારે છે કે એ માણસ એકલો નથી રહી શકતો. એ એનાથી સંકાના થઈ જાય છે.
વિચારોનું જબરદસ્ત સંક્રમણ થાય છે. એ વિચાર ખાલી જગામાં નથી ઘૂસતા. ઘસે છે ભરેલી જગામાં. માણસ ભરેલો હોય છે ત્યારે એ વધુ ઘૂસે છે. માલુમ નહીં તેનો શું સ્વભાવ છે. માણસ જે પોતાના મનને ખાલી કરી નાખે તો એ વિચાર તેને આકાત નથી કરતા. માણસના મગજમાં વિચારોની ભીડ છે તો બીજ વિચાર આવીને એ ભીડને વધારે બનાવી દે છે. એ ભીડને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org