________________
૧૫૮ આભામંડળ
બદલવાની એક પ્રક્રિયા છે. સૌ પ્રથમ આપણે ચેતનાનો ઉપયોગ કરીએ. સમ્યગ્દષ્ટિથી આપણે વિચારીએ કે અમુક ભાવ વ્યક્તિત્વ માટે અહિતકર છે. માણસના મનમાં નિરાશાનો ભાવ જાગે છે, શક્તિનો ક્ષય કરવાનો ભાવ જાગે છે, અકર્મણ્યતાનો ભાવ જાગે છે ત્યારે એ ભાવ માણસને નીચે પછાડે છે. માણસનું જીવન જ મડદાલ બનાવી દે છે. આ હાલતમાં ચેતનાનું પહેલું કામ આ છે કે માણસ આ ભાવ-વિચાર કરે કે — ‘હું નિરાશ નહિ બનું, હતોત્સાહ નહિ થાઉં, મારા હાથ-પગને નિષ્ક્રિય નહિ બનવા દઉં. હું મારી ક્ષમતાઓનો ઉપયોગ કરીશ. આશા અને ઉત્સાહ રાખીશ. અને મારા ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશ.' આ ભાવ બની જાય ત્યારે તેને આકાર આપવા માટે આપણે આપણી સંકલ્પ-શક્તિનો ઉપયોગ કરીએ.
-
એક એવું સ્પષ્ટ માનસિક ચિત્ર બનાવીએ કે જેમાં આ સ્પષ્ટ હોય કે શું બનવું છે? ‘હું આ બનવા માગું છું. હું આ કરવા ઇચ્છું છું. હું મારી શક્તિઓનો વિકાસ કરવા ચાહું છું.' ચિત્ર જેટલું સ્પષ્ટ હશે તેટલા જ જલદી તેમાં રંગ આવતા જશે. પહેલાં ચિત્ર બનાવો પછી એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરો. સર્વ પ્રથમ સંકલ્પ-શક્તિનો ઉપયોગ અને પછી એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરો. મનની તમામ એકાગ્રતા તેના પર કેન્દ્રિત કરો. મનને બીજા બધા વિચારોથી ખાલી કરી નાખો. કોઈ વિચાર ન કરો. કોઈ વિકલ્પ ન કરો. પૂરી એકાગ્રતાથી એ ચિત્રને જુઓ. મનમાં જે કંઈ વિકલ્પ જાગે તેનો જવાબ ન આપો. માત્ર દૃષ્ટા-પ્રેક્ષક બનીને તેને દેખતા રહો – જોતા રહો. એકાગ્રતાની શક્તિનો સાથ મળશે ત્યારે સંકલ્પશક્તિ આકાર લેશે, એ પછી ઇચ્છા-શક્તિનો ઉપયોગ કરો.
આપણા ભાવ આંતરિક શબ્દોનો, આંતરિક આત્મ-સૂચનોનો સાથ મેળવીને ઇચ્છા-શક્તિના રૂપમાં બદલાઈ જાય છે. ભાવના દ્વારા ઇચ્છા-શક્તિના રૂપમાં બદલાઈ જાય છે. આપણે એક ભાવ લીધો, ચિત્ર બનાવ્યું, એકાગ્રતાની તરફ ફરી ભાવનાનો પ્રયોગ કર્યો. આત્મ-સૂચનનો (ઑટો સજેશન) પ્રયોગ કર્યો : ‘હું આમ થવા ચાહું છું. હું આ કરવા ઇચ્છું છું. હું મારી તેજસ્શક્તિનો વિકાસ કરવા માગું છું.’– આ આત્મ-સૂચનથી ભાવ ઇચ્છા-શક્તિમાં બદલવા લાગશે. એ દૃઢ નિશ્ચયમાં બદલાઈ જશે અને પૂરો સ્પષ્ટ આકાર લેવો શરૂ કરશે.
-
સંકલ્પ-શક્તિનો પ્રયોગ, એકાગ્રતાની શક્તિનો પ્રયોગ અને ઇચ્છાશક્તિનો પ્રયોગ – જ્યારે આ ત્રણેય પ્રયોગ એકસાથે મળે છે ત્યારે લેશ્માનું રૂપાન્તરણ થઈ જાય છે. લેશ્યા બદલાય છે ત્યારે આભામંડળ પણ બદલાય છે. આપણા અંત:કરણમાં સૂક્ષ્મ શરીરની ભીતર છ લેશ્યા, ભાવનું મંડળ અને તેનું સંવાદી અંગ છે આભામંડળ. આ આપણા શરીરની ચોતરફ વર્તુળાકારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org