________________
આભામંડળ અને શકિત-જાગરણ ]િ ૧૫૭ છે, તેનું સપ્લિમેશન છે. આ ઘણી મોટી ભ્રમણા છે. ડૉ. જંગે આ ભ્રમનું ઘણી સરળતાથી નિરસન કર્યું. એનાલિટિકલ સાઇકોલૉજીના પ્રવર્તક જુગે કહ્યું : “લિબિડો કામ-શક્તિનો પર્યાયવાચી શબ્દ નથી. લિબિડો એક સામાન્ય શક્તિ છે. બાકીની તમામ શક્તિઓ લિબિડોની શાખાઓ છે.” તેમણે એક ઘણા મોટા ભ્રમનું નિરસન કર્યું. આ સાચું છે કે શક્તિ છે માત્ર તેજની. આ શક્તિ જે દિશામાં જાય છે, જેને સંચાલિત કરે છે અને સક્રિય બનાવે છે, એ સંચાલનના આધાર પર આપણે તેનું નામ આપીએ છીએ. મનને સંચાલિત કરનાર પ્રાણ-શક્તિને આપણે મનની શક્તિ કહીએ છીએ. જે શક્તિ વચનને સંચાલિત કરે છે તે કામ-શક્તિ કહેવાય છે. જે જીવનયાત્રાને સંચાલિત કરે છે તે જીવન-શક્તિ, આયુષ્ય-પ્રાણ કહેવાય છે. જે શક્તિ ઇન્દ્રિયોને સંચાલિત કરે છે તે ઇન્દ્રિય-પ્રાણ, જે શક્તિ શ્વાસ-તંત્રને સંચાલિત કરે છે એ શ્વાસોશ્વાસ પ્રાણ કહેવાય છે. એક જ શક્તિના કાર્ય-ભેદના કારણે અનેક નામ બની જાય છે. એ બધી અલગ અલગ શક્તિઓ નથી. શક્તિ એક છે. એક જ શક્તિ અનેક કામ કરે છે. જે દિશામાં એ પ્રવાહિત થાય છે એ દિશામાં એટલું સિંચન કરે છે કે બીજ છોડ બની જાય છે અને લહેરાઈ ઊઠે છે. આપણે શક્તિના તંત્રને અને શક્તિના સિદ્ધાંતને સમજીએ. શક્તિના સંવર્ધન માટે આપણે કેટલીક પ્રક્રિયાનું અવલંબન લેવું પડશે. એ શક્તિ જયારે વિકસિત થઈ જાય છે ત્યારે આપણે જે દિશામાં ચાહીએ એ દિશામાં પ્રવાહિત કરીને તેનો લાભ મેળવી શકીએ છીએ.
શક્તિને વિકસિત કરવાનો પહેલો ઉપાય છે, આપણે સંકલ્પશક્તિનો ઉપયોગ કરીએ. આપણા શક્તિ-તંત્રથી એક ચેતના પ્રફુટિત થાય છે. ચેતનાનો એક સ્તર છે. ભાવ-તંત્ર- લેગ્યા-તંત્ર. આપણા જીવનના તમામ વ્યવહાર ભાવ-તંત્રથી સંચાલિત થાય છે. આત્મ-સ્પંદન બહાર આવે છે અને ભાવનું એક તંત્ર બને છે. એ એક એવું તંત્ર બને છે કે જીવનાં સ્પંદનોના તરંગો એક આકાર લે છે અને એક ભાવના રૂપમાં બદલાઈ જાય છે. જેવા આપણા અંતરના ભાવ હોય છે, જેવી અંતરની વેશ્યા હોય છે તેવું હોય છે આપણું બહારનું વ્યક્તિત્વ.
આપણા વ્યક્તિત્વને પ્રભાવિત કરનાર સૌથી શક્તિશાળી તંત્ર છે, ભાવ-તંત્ર કે વેશ્યા-તંત્ર. આપણે વેશ્યાને બદલીએ. શક્તિનો વિકાસ કરીએ. શક્તિનો પ્રયોગ વેશ્યાને બદલવામાં કરીએ. શક્તિના વિકાસ અને તેના સાચા ઉપયોગ માટે વેશ્યાને બદલવી જરૂરી છે. વેશ્યા-તંત્રને બદલ્યા વિના ન શક્તિનો વિકાસ થઈ શકે છે અને ન શક્તિનો સમ્યક ઉપયોગ કરી શકાય છે. લેયા-તંત્રને બદલીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org