________________
૪ આભામંડળ
જોવાયું છે, ચિત્ત કે બુદ્ધિની ચંચળતાથી જોવાયું છે. આ પ્રક્રિયાથી એટલું જ દેખાશે. જોવાની એક બીજી પણ પ્રક્રિયા છે, જ્યાં આંખો કામ નથી આપતી. એ પ્રક્રિયામાં આંખો બંધ, મન સમાપ્ત અને બુદ્ધિના દરવાજા બંધ હોય છે. એ કાર્ય બાદ જે દેખાશે તે નવું હશે અને જે શલ્ય-ચિકિત્સા દ્વારા નહીં દેખાયું હોય તેવું હશે.
આ શરીરની ભીતર અનંત-અનંત પરમાણુઓના એટલા બધા પિડ છે કે જેને ન તો આપણે જાણીએ છીએ કે જેની ન તો આપણે કલ્પના કરી શકીએ છીએ. હું હમણાં બોલી રહ્યો છું. બોલતા સમયે મને ભાષાના પરમાણુઓ જોઈએ. ભાષાના પરમાણુ લીધા વિના કોઈ બોલી નથી શકતું. ભાષાના આ પરમાણુ કયાંથી આવે છે? તે મારી ભીતર છે. મારી ભીતર ચોતરફ ભાષાના પરમાણુઓ વીખરાયેલા પડયા છે. પહેલાં તે દેખાતા નથી. પરંતુ જેવો મેં બોલવાનો સંકલ્પ કર્યો, ઉચ્ચારણ શરૂ કર્યું કે તરત જ ભાષાના પરમાણુ ભીતર આવીને ભાષાના રૂપમાં બદલાઈ જાય છે. તેમાં વિસ્ફોટ થાય છે અને ભાષારૂપે પ્રકટ થઈ જાય છે. એ પછી બહાર નીકળીને સમગ્ર આકાશમાં ફેલાઈ જાય છે.
કોઈ પણ માણસ બોલે છે તો બોલતાં પહેલાં એ વિચારે છે. વિચાર્યા વિના કોઈ બોલતું નથી. વિચારના – ચિંતનના આ પરમાણુ કયાંથી આવ્યા? ચિંતનના પરમાણુઓના સાથ-સહકાર વિના કોઈ પણ વ્યક્તિ વિચાર કરી નથી શકતી. માનસવર્ગણાના આ પરમાણુઓ, ચિંતનના આ પરમાણુઓ સમસ્ત આકાશમાં પથરાયેલા છે. જેવો ચિંતનનો સંકલ્પ કર્યો કે સહસા જ ચિંતનના પરમાણુઓ ભીતર આવે છે, ચિંતનના રૂપમાં પરિણમે છે અને પછી તેની આકૃતિઓ સમગ્ર આકાશમાં ફેલાઈ જાય છે.
દરેકની આસપાસ ને ચોપાસ ભાષાના પરમાણુઓ છે, ચિંતનના પરમાણુઓ છે, ભાવનાના પરમાણુઓ છે, રંગ અને લેશ્યાના પરમાણુઓ છે. ન માલૂમ પરમાણુઓની કેટલીય જાળ પથરાયેલી છે. પરંતુ દેખાતું કશું જ નથી. કશું જ તેમાંથી જણાતું નથી. આંખોથી પણ તે દેખાતું નથી. આંખો માત્ર સ્થૂળને જ પકડી શકે છે, સૂક્ષ્મને નહીં. જોવા માટે આંખો ખૂબ જ સ્થૂળ માધ્યમ છે. સ્થૂળ માધ્યમ સ્થૂળને જ પકડી શકે છે. પ્રકૃતિની આ વ્યવસ્થા છે. ઘણી જ સરસ વ્યવસ્થા છે. જો આંખોમાં સૂક્ષ્મને જોવાની ક્ષમતા આવી જાય તો આંખોની સામે એટલાં રૂપ આવે કે સામે ભરચક તેની ભીડ જામી જાય અને આંખો કંઈ જ ન કરી શકે. સારું છે કે આપણે એક નિશ્ચિત આવૃત્તિ[ફ઼ીકવન્સી]ને જ જૉઈએ છીએ અને સાંભળીએ છીએ. આ મર્યાદા ઘણી સારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org