________________
૧૩૬ આભામંડળ બને છે. ભાવમંડળ વિશુદ્ધ હશે તો આભામંડળ પણ વિશુદ્ધ બનશે. ભાવમંડળ મલિન હશે તો આભામંડળ પણ મલિન બનશે, ધાબાવાળું બનશે. એ કાળા રંગનું હશે, વિકૃત હશે, અંધકારમય હશે. તમામ ચમકતા રંગો સમાપ્ત થઈ જશે. આપણે ભાવધારાને, પરિણામધારાને બદલીને આભામંડળને બદલી શકીએ છીએ.
અધ્યાત્મ વૃત્તિઓના પરિવર્તનનું જે સૂત્ર આપ્યું, તે છે - રેચન. તેણે કહ્યું, વૃત્તિઓનું દમન ન કરો, તેનું રેચન કરે. ખુદ પોતાને દંડિત ન કરો. જબરદસ્તી ન કરો. પોતાને હીન ભાવનાથી ન ભરો. એ વૃત્તિઓ બીમારીઓ પેદા કરે છે. આત્મ-ભર્જના અને હીન ભાવના દમનો રોગ કરે છે અને બીજી પણ અનેક વિકૃતિઓ પેદા કરે છે.
આમ ત્રણ વાત સામે આવી: દમન, ભોગ અને રેચન. રેચન એટલે નિર્જરા. વૃત્તિનું રેચન કરો. ક્રોધ જાગે તો જરપૂર્વક તેને દબાવો નહિ, દબાવાથી ઊર્જા ધક્કો મારે છે. જે ઊર્જા ક્રોધની સાથે બહાર નીકળવા ચાહે છે તેને જબરદસ્તીથી રોકવામાં આવે છે તો એ ભીતરથી ધક્કો મારે છે. એ તો શક્તિ છે. જ્યાં એ ધક્કો મારે છે ત્યાંના અવયવને નુકસાન પહોંચે છે. મનને આઘાત લાગે છે. આથી દબાવો નહિ પણ રેચન કરો, નિર્જરા કરો. વૃત્તિને કાઢી નાખો, મિટાવી દો. ધ્યાન દ્વારા તેનું રેચન કરો. ભાવના દ્વારા, શબ્દ દ્વારા તેનું રેચન કરે. અધ્યાત્મના આચાર્યોએ રેચન કરવાનાં અનેક સૂત્ર આપ્યાં છે. તેમણે કહ્યું–જ્યારે ક્રોધની વૃત્તિ જાગે ત્યારે એક એવા શબ્દનું ઉચ્ચારણ કરો કે જેથી ક્રોધની વૃત્તિને ધક્કો પણ ન લાગે અને ક્રોધનું રેચન પણ થઈ જાય.'
કોહો પીઈ પણાઈ – ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. આપણી ભીતર વહેતી પ્રેમની ગંગાને કોઇ ગંદી બનાવી દે છે. મૈત્રીના પ્રવાહને કોધ મલિન કરે છે, દૂષિત કરે છે. આથી ક્રોધ આવતાં જ એવા શબ્દનું આલંબન લો, એક શબ્દને યાદ કરો કે જેથી કોધનું તત્કાળ રેચન થઈ જાય. શબ્દનું આલંબન, શબથી નીકળતા ધ્વનિતરંગોનું આલંબન. ભાવના અને લાંબા શ્વાસનું આલંબન પણ કોધની વૃત્તિના રેચનમાં સહાયક થાય છે. જેવો મનમાં ક્રોધ આવે કે તરત જ દીર્દી શ્વાસનો પ્રયોગ શરૂ કરી દો. વાસના રેચન સાથે કાર્બન નીકળે છે અને સાથોસાથ કોધિની ઊર્જા પણ નીકળી જાય છે.
માણસમાં કામ – સેકસની વૃત્તિ જાગે છે. જ્યારે તે બહાર નીકળે છે ત્યારે માણસ સુખનો અનુભવ કરે છે. એટલું સુખ કે જે ઊર્જ કામની વૃત્તિ સાથે જોડાઈ, જે આપણી જૈવિક વિદ્યુત કામની વૃત્તિ સાથે જોડાઈ તે વિદ્યુત બહાર નીકળવા ચાહે છે. જ્યારે એ બહાર નીકળે છે ત્યારે એવું લાગે છે કે શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org