________________
આભામંડળ ૧૩૩ કે ઈશ્વર વિના એક પાંદડું પણ હાલતું નથી. હું કહી શકું છું કે દુનિયામાં જે કંઈ થાય છે તે શક્તિ દ્વારા થાય છે. શક્તિ વિના કશું નથી થતું. શક્તિ વિના ન ચેતનાની પ્રવૃત્તિ થાય ન આનંદની ઉપલબ્ધિ થાય છે. બધું જ શક્તિથી થાય છે. ફરક એનાથી પડે છે કે શક્તિ કઈ દિશામાં પ્રવાહિત થાય છે.
ક્રોધ કરનાર પોતાની શકિતનો ઉપયોગ ક્રોધની દિશામાં કરે છે. આપણી ઊર્જ જ્યારે ક્રોધની દિશામાં પ્રવાહિત થાય છે ત્યારે ક્રોધ છલકાય છે. જ્યારે ઊર્જ કામ-કેન્દ્ર તરફ પ્રવાહિત થાય છે ત્યારે કામવાસના સળવળે છે. આપણા શરીરમાં ક્રોધનાં કેન્દ્ર છે, કામવાસનાનાં કેન્દ્ર છે, જ્ઞાનનાં કેન્દ્ર છે. ઊર્જ જે કેન્દ્રની તરફ પ્રવાહિત થાય છે, તે કેન્દ્ર સક્રિય થઈ જાય છે. એ પ્રવૃત્તિ ઊછળીને સામે આવે છે. હવે પ્રશ્ન એ છે કે એ પ્રવૃત્તિને કેવી રીતે રોકવી? તેમાં સૌ એકમત નથી. કેટલાક કહે છે, જે વૃત્તિ જાગે તેને ભોગવી લો. તેને રોકવાની જરૂર નથી. ભોગવી લો. આ માભોગની વિચારધારા છે. આ વિચારધારા કહે છે કે કોધ આવે તો ક્રોધ કરો. પેટ ભરીને ક્રોધ કરી લો કે જેનાથી કોધ સમાપ્ત થઈ જાય. જેને મુક્તભાવથી ભોગવવામાં આવે છે તે ક્રોધ ચરમ બિન્દુએ પહોંચીને વિસજિત થઈ જાય છે.
એક છે દમનનો સિદ્ધાંત. એ કહે છે, દબાવો, કચડો. ક્રોધ આવે તો તેનું દમન કરો. કામવાસના જાગે તો તેને દબાવો. જે પણ વૃત્તિ જાગે તેનું દમન કરો. દમનને સિદ્ધાંત ઘણી વ્યાપક છે. માણસ સમાજમાં જીવે છે. એ સામાજિક પ્રાણી છે. સમાજમાં દમન ચાલે છે. સમાજની પોતાની માન્યતાઓ અને ધારણાઓ છે, સમાજ વ્યવસ્થા ચાહે છે. સામાજિક પ્રાણી નથી ઇચ્છતો કે જે પણ વૃત્તિ જાગે તેનો સામાજિક સ્તરે મુક્તભોગ કરવામાં આવે. ક્રોધ આવે અને ક્રોધનો મુકાભોગ કરવામાં આવે તેવું સામાજિક પ્રાણી નથી ઇચ્છતો. ક્રોધ જાગે કોઈ કોઈને થપ્પડ મારે, લાઠી મારે કે ખૂન કરી નાખે તો સમાજ તેને સહી નથી શકતો. કોઈનામાં લોભની વૃત્તિ જાગે, એ બીજાની સંપત્તિ પર અધિકાર જમાવી લે, લોભનો મુક્તભોગ ઉપભોગ કરે તો સમાજ તેને માન્ય નથી કરતો.
સમાજે પોતાની વ્યવસ્થા બનાવી. તેણે કહ્યું – દમન કરો. તમે સામાજિક પ્રાણી છો, સમૂહમાં રહો છો, આથી તમારે દમન કરવું પડશે. એવું નહિ થઈ શકે કે મનમાં આવ્યું તે કરી લો. એવું ક્યારેય નહિ થઈ શકે. સામાજિક ભૂમિકામાં દમનનો વિકાસ થયો, નિયંત્રણનો વિકાસ થયો, દંડ-વ્યવસ્થાનો વિકાસ થયો. દંડની તમામ વ્યવસ્થા સમાજે અને રાજ્ય કરી. રાજ્ય આ ક્યારેય સહન નહિ કરે કે એક માણસ પોતાની મુક્ત વૃત્તિઓના કારણે બીજાના હકોને હડપ કરે અને મનમાન્યું કરે. આ નહિ થઈ શકે. એક મર્યાદા બનાવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org