________________
૧૩૨ આભામંડળ
ચેતનાનો ઉપયોગ કરવાનું જાણે છે. આથી ઓછી શક્તિથી પણ વિપુલ શક્તિશાળી જાનવરોને વશમાં લઈને તેમની પાસે અનોખાં કામ કરાવે છે. શક્તિની અપેક્ષાએ બુદ્ધિ મોટી હોય છે, બળવાન હોય છે. વૃશ્ચિર્યચ્ચ વર્લ્ડ તસ્ય – જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ છે. બુદ્ધિનું બળ, ચેતનાનું બળ, જ્ઞાનનું બળ – આ બધાં બળ શારીરિક બળથીય વિશેષ હોય છે. શારીરિક બળને તેઓ ઓળંગી જાય છે.
માણસની પાસે શક્તિ છે, ચેતના છે, પરંતુ તેની પાસે એક ત્રીજી વસ્તુ નથી. આ ત્રીજી વસ્તુ છે, આનંદ. માણસ પોતાની ચેતના દ્વારા શક્તિનો ઉપયોગ કરે છે પરંતુ એ પણ શક્તિનો સમ્યક્ ઉપયોગ કરવાનું નથી જાણતો. પોતાની શક્તિનો ઉપયોગ કરીને પોતે જ ઉદ્દેગ અનુભવે છે અને બીજાને ઉદ્ભ ગ કરાવે છે. એ પોતે કોઈનો ઘોડો બને છે અથવા બીજાને પોતાનો ઘોડો બનાવે છે. એ પોતે બીજા પર ચડે છે અથવા બીજાને પોતાના ખભે ચડાવે છે, પરંતુ આનંદનો અનુભવ તે નથી કરી શકતો. આનંદનો અનુભવ એ કરી શકે છે કે જેની પાસે શક્તિ હોય, ચેતનાનો વિકાસ હોય, અને ચેતનાનો, શક્તિનો સાચો ઉપયોગ હોય. પશુઓમાં ચેતના તો છે પરંતુ તેનો વિકાસ નથી થયો. એનો સુયોગ્ય ઉપયોગ કરવાનું તે નથી જાણતાં. માણસમાં ચેતનાનો વિકાસ છે છતાં પણ એ તેનો યોગ્ય ઉપયોગ નથી કરતો આથી તેને આનંદ નથી મળતો. પશુ માટે આનંદનો પ્રશ્ન જ ઊભો નથી થતો, જેનામાં ચેતનાનો વિકાસ નથી થતો તેનામાં આનંદનો અનુભવ કરવાની ક્ષમતા નથી હોતી, જેનામાં ચેતનાનો વિકાસ હોય છે તેનામાં આનંદનો અનુભવ કરવાની ક્ષમતા હોય છે. જે ચેતનાનું યોગ્ય નિયોજન કરે છે તે આનંદનો ઉપભોગ કરે છે. જે ચેતનાનો બરાબર ઉપયોગ નથી કરતો તે આનંદનો અનુભવ નથી કરતો.
ધ્યાન-સાધના દ્વારા માણસ પોતાની ચેતનાનું એવા પ્રકારે નિયોજન કરે જેનાથી તમામ શક્તિ આનંદની દિશામાં પ્રવાહિત થઈ જાય અને આનંદ ઉપલબ્ધ થાય. આનંદનું બાધક તત્ત્વ છે, શક્તિ. અને આનંદનું સાધક તત્ત્વ પણ છે, શક્તિ. શક્તિ જ અવરોધ છે અને શક્તિ જ સાધક સામગ્રી છે. શક્તિને યોગ્ય દિશામાં પ્રવાહિત કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે અને શક્તિને વિપરીત દિશામાં પ્રવાહિત કરવાથી આનંદ પર કાળાં વાદળો ઘેરાય છે. બધો જ આનંદ ખલાસ થઈ જાય છે.
મૂળ પ્રશ્ન છે શક્તિના પ્રવાહનો. તેને કઈ દિશામાં પ્રવાહિત કરવો તે મૂળ પ્રશ્ન છે. શક્તિ વિના ક્રોધ નહિ આવે, અહંકાર નહિ આવે. રાગ નહિ આવે, પ્રેમ નહિ થાય. કામ, સેકસ, વાસના પણ શક્તિ વિના નહિ થાય. દુનિયાનું કોઈ પણ કામ શક્તિ વિના નથી થઈ શકતું. ઈશ્વરવાદી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org