________________
ચાર...
હું એવા વ્યક્તિત્વનું નિર્માણ ચાહું છું કે જે શક્તિસંપન્ન, ચેતનાસંપન્ન અને આનંદસંપન્ન હોય. આ ત્રિપુટીથી સંપન્ન હોય એવો માણસ મળવો મુશ્કેલ છે. પશુમાં શક્તિ ઘણી હોય છે પરંતુ તે પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતું કારણ તેની ચેતના વિકસિત નથી. તેમની શક્તિનો ઉપયોગ માણસ કરે છે કારણ તેની ચેતના વિકસિત છે. ચેતનાનો વિકાસ કર્યા વિના શક્તિનો સુયોગ્ય ઉપયોગ નથી થઈ શકતો. સિંહ અને હાથીમાં પ્રચંડ શક્તિ હોય છે. બળદ અને ભેંસમાં પણ પ્રચુર શક્તિ હોય છે. પરંતુ બધાં પશુઓની શક્તિનો ઉપયોગ માણસ જ કરે છે. તેમની તમામ શક્તિ માણસના કામમાં આવે છે. સિંહ અને વાઘ પોતાની શક્તિનો ઉપયોગ બીજાને મારી નાખવામાં કરે છે. તેમની શક્તિનો કોઈ સર્જનાત્મક ઉપયોગ નથી થતો. એ શક્તિથી નિર્માણ નથી થતું, ભંગાણ થાય છે, વિનાશ થાય છે. આ પ્રકારે પશુઓની શક્તિનાં બે જ કામ હોય છે. માણસના કામમાં આવવું અથવા બીજાને મારી નાખવાના કામમાં આવવું.
જ્યારે જ્યારે હું બળદ અને ભેંસોને ભાર ખેંચતાં જોઉં છું ત્યારે મનમાં થાય છે કે તેમની ચેતનાનો જો વિકાસ થયો હોય તો તેઓ આજ શું હોત? તેમનામાં ચેતનાનો વિકાસ નથી. હજારો વરસોથી એ ભાર ઉપાડતાં આવ્યાં છે અને હજારો વરસો સુધી ભાર ઉપાડતાં રહેશે. કોઈ પરિવર્તન ન આવ્યું. કોઈ ક્રાન્તિ ન થઈ, કોઈ વિકાસ ન થયો. તેમના માટે બધા યુગ સમાન છે. પ્રસ્તરયુગ આવ્યો, મધ્યયુગ આવ્યો, આજ આણુયુગ ચાલી રહ્યો છે. પરંતુ પશુઓ માટે બધા જ યુગ સરખા – સમાન છે. તેમણે કોઈ વિકાસ ન કર્યો. વૈજ્ઞાનિક યુગ અને પ્રસ્તરયુગ તેમના માટે એક બરાબર છે.
માણસમાં પણ શક્તિ છે પરંતુ શક્તિથી વિશેષ તેમનામાં ચેતનાનો વિકાસ છે, આથી એ પોતાની અલ્પશક્તિનો ઉપયોગ એ પ્રકારે કરે છે કે તે ખૂંખાર અને પ્રચંડ શક્તિશાળી જાનવરોને પણ નિયંત્રણમાં લે છે અને તેમની પાસે કામ કરાવે છે. શક્તિમાં માણસ પશુની બરાબર નથી. પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org