________________
૧૨૮ આભામંડળ
ઉત્તર: સાચે જ વીતરાગ કયારેય સામાજિક નથી હોતા. વીતરાગ માત્ર વ્યક્તિ હોય છે. તે સમાજમાં રહે છે પણ સામાજિક નથી હોતા. આપણે વીતરાગ એને માનીએ છીએ કે જે સમાજમાં રહેવા છતાંય એકલા રહે, વ્યક્તિ રહે. વીતરાગ તો ઘણા દૂરની વાત થઈ. સાધક એ હોય છે કે જે સમાજમાં રહેવા છતાં એકલો રહે. આચાર્ય ભિક્ષુએ કહ્યું છે, ‘ગણમેં રહે નિર્દોવ અકેલો.” સાધુ સંઘમાં રહે પરંતુ એકલો બનીને રહે. કોઈની સાથે જૂથબંધી ન કરે. ગાઢ સંબંધ ન બનાવે. વાસ્તવમાં ધાર્મિક એ છે જે સમૂહમાં રહેવા છતાં એકલો રહે. એ એકત્વની ભાવનાથી અભિભૂત હોય. ભગવાન મહાવીરે ‘એકત્વ અનુપ્રેક્ષાને ઘણું મહત્ત્વ આપ્યું. તેમણે કહ્યું : 'પુરુષ! તું પોતાને આ ભાવનાથી ભાવિત કરતો રહે કે તું અંતત: એકલો છે. સમાજ માત્ર એક ઉપયોગિતા છે. જીવનયાત્રા ચલાવવા માટેનું એ એકમાત્ર આલંબન છે. હકીકતે તું એકલો છે.'
“ પતે તનુમાન, 9 ga વિપત્તિ–માણસ એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે. “g gવ ઉઠ્ઠ કર્મ વિતે, સૈવ મેર – માણસ એકલો જ કર્મ બાંધે છે અને એકલો જ એ કમને ભોગવે છે.
વીતરાગ જ નહિ, વાસ્તવમાં આપણે પણ એક્લા છીએ. પરંતુ ભ્રમણાથી આપણે માની બેઠા છીએ કે આપણો સમૂહ છે, પરિવાર છે, સમાજ છે. આ મિથ્યાદૃષ્ટિ છે. તેને તોડવાની છે.
પ્રશ્ન : પદાર્થ પદાર્થ છે, વ્યક્તિ વ્યક્તિ છે. તેમાં જો કોઈ પરસ્પર સંબંધ ન હોય, રાગ ન હોય તો પછી સમાજનું કામ કેવી રીતે ચાલે?
ઉત્તર: એવી સ્થિતિમાં સમાજનું કામ ખૂબ જ સુંદર ઢંગથી ચાલશે. સમસ્યાથી મુક્ત બનીને ચાલશે. એક બાજુ ભોજન છે. બીજી બાજુ ભૂખ છે. માણસ સમ્યગ્દષ્ટિથી આ સ્વીકારી લે કે આ ભોજન છે અને આ ભૂખ છે, ભોજનથી ભૂખ શાંત થાય છે. એ અર્થમાં પદાર્થને માત્ર ઉપયોગિતાના રૂપમાં સ્વીકાર કરે છે તો એ વધુ પડતું નહિ ખાય. જેટલી ભૂખ હશે તેટલું જ તે ખાશે. પરંતુ જ્યારે પદાર્થની સાથે પ્રિયતા જોડાય છે ત્યારે માણસ ભૂખને શાંત કરવા નથી ખાતો, જેટલી ભૂખ હોય તેટલું નથી ખાતો. ભાવે છે તેથી ભૂખથીય વધુ ખાય છે. સ્વાદને વશ બની તે ખાય છે.
પ્રિયતા માટે પદાર્થનો ઉપયોગ ન કરીએ પરંતુ પ્રયોજનની પૂર્તિ માટે તેનો ઉપયોગ કરીએ. પદાર્થ પદાર્થ છે અને તેનો ઉપયોગ પારસ્પરિકતા છે. એકનો ઉપયોગ બીજા માટે થાય છે. આ ઉપયોગને સમજી જે પદાર્થનો આપણે ઉપયોગ કરીએ તો અનેક સમસ્યાઓ ઊકલી શકે છે.
પદાર્થ ખત્મ નહિ થાય. ન પદાર્થને ખત્મ કરવાનો છે. ન સંપત્તિને ખત્મ કરવાની છે, પરંતુ પદાર્થ અને સંપત્તિ સાથે આપણો જે અનુબંધ છે તેને તોડવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org