________________
તાણ અને ધ્યાન [૨] ૧૨૭ આપણે જ્યારે આપણું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આર્ત અને રૌદ્ર ધ્યાન છૂટી જાય છે અને ધર્મધ્યાન શરૂ થઈ જાય છે. ધર્મધ્યાનનો પ્રારંભ થાય છે વિચય દ્વારા, વિશ્લેષણ દ્વારા. આ વિચયની પ્રક્રિયા, વિલેષણની પ્રક્રિયા ચિકિત્સાની પ્રક્રિયા છે. આજના મનોચિકિત્સક સર્વ પ્રથમ વિશ્લેષણનો સહારો લે છે. કોઈ પણ માનસિક બીમારીથી પીડિત માણસ માનસ ચિકિત્સક પાસે જાય છે ત્યારે એ ચિકિત્સક સર્વ પ્રથમ તેને કાયોત્સર્ગ કરાવે છે, શિથિલીકરણ કરવાનું કહે છે. તે પછી કહે છે – “તમારું વિશ્લેષણ કરો. પ્રતિક્રમણ કરો, ભૂતકાળમાં જાઓ અને મનમાં જે જે વાત આવે તે નિ:સંકોચ કહેતા જાઓ, કશું છુપાવો નહિ.” હવે એ રોગી પોતાનું વિશ્લેષણ કરે છે, પ્રતિક્રમણ કરે છે.
મનોચિકિત્સક એ બધું સાંભળતો જાય છે અને સાંભળતાં સાંભળતાં એ વાત પકડી લે છે કે મનની ગાંઠ ક્યાં પડી છે? માનસિક પ્રન્થિ ક્યાં છે? શું બીમારી છે? કઈ વૃત્તિઓનું દમન થયું છે? કયા પ્રકારની ગ્રન્થિ બની છે? પછી એ તે ગર્થીિઓને છોડવાનો પ્રયત્ન કરે છે.
અધ્યાત્મની સારવાર પણ આ પ્રમાણે ચાલે છે. ધ્યાનની પણ આ પ્રક્રિયા છે. આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા જે ગ્રન્થિઓ બની છે તે ગર્થીિઓ શારીરિક માનસિક વિકૃતિઓ પેદા કરે છે. રોગ પેદા કરે છે. હું માનું છું કે મનોવિજ્ઞાનનું આ સૂત્ર ખોટું નથી કે જે વૃત્તિ દબાવવામાં આવે છે તે વૃત્તિ શારીરિક અને માનસિક રોગ પેદા કરે છે. આને આપણે અધ્યાત્મની ભાષામાં સમજીએ. જેવું વૃત્તિનું દમન કર્યું, દબાવવાનો પ્રયત્ન કર્યો, જો નિર્જરા ન કરી, તેનું રેચન ન કર્યું તો તેનો બંધ થઈ જશે. એ બંધ સતાવતો રહેશે. ક્રોધ આવે છે, ચાલ્યો જાય છે. તમે એમ ન માનશો કે ક્રોધ આવે છે અને ચાલ્યો જાય છે. એમ માનવામાં ઘણી મોટી ભૂલ કરી ગણાશે. ક્રોધ આવ્યો, ચાલ્યો ગયો. સ્થૂળ શરીરથી ચાલ્યો ગયો. ખબર નથી પડતી કે ક્રોધ છે. ક્રોધ આવ્યો હતો આ શરીરના આકારમાં હવે ક્રોધ અણુ બનીને આપણી ભીતર પેસી ગયો. જે ક્રોધ પોતાના રૂપમાં વ્યક્ત થયો હતો તે તો ચાલ્યો ગયો પરંતુ તેને પોતાનું આણિવક રૂપ મૂકતો ગયો. કર્મના પણ પરમાણું છે. આપણો જે કર્મનો બંધ થાય. છે, તે પરમાણુનો બંધ થાય છે. એ આણિવક ક્રોધ આપણી ભીતર છે. તે સતાવતો રહે છે, એ તાણ પેદા કરે છે. આપણે નિર્જરા કરવાનું, રેચન કરવાનું, શોધન કરવાનું શીખવું પડશે. આ આપણે ધ્યાન દ્વારા શીખીએ. આપણે ક્રોધનું દમન ન કરીએ, તેનું રેચન કરીએ, તેનું શોધન કરીએ. કોધનો સંવર કરીએ, ક્રોધનો વિવેક કરીએ. કેવી રીતે કરીએ? આ એક લાંબી ચર્ચા છે.
પ્રશ્ન : રાગથી સામાજિકતા શરૂ થાય છે તો શું વીતરાગ સામાજિક નથી હોતા? કે વીતરાગને સામાજિકતા નથી હોતી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org