________________
૧૨૬ આભામંડળ
પરસ ઘનિષ્ઠતા ન કેળવાય. આપણી સમ્યગ્દષ્ટિ જાગે. આપણો દ્રષ્ટાભાવ જાગે. આપણે પદાર્થને પદાર્થની નજરે જ જોઈએ, તેની ઉપયોગિતાને સમજીએ, તેનો માત્ર ઉપયોગ કરીએ પણ તેની સાથે મમત્વ ન બાંધીએ. એકતાની અનુભૂતિ ન કરીએ.
દ્રષ્ટાભાવનો વિકાસ તાણ-વિસર્જનનું પ્રથમ સૂત્ર છે અને તેનું બીજું સૂત્ર છે, ભાવનાનો વિકાસ. ભાવનાનો અર્થ છે- સ્વ-સંમોહન, આત્મસંમોહન. જ્યારે આપણે આત્મ-સંમોહન બીજાઓ માટે કરીએ છીએ ત્યારે બીજાઓની સાથોસાથ આપણી શક્તિ પણ ક્ષીણ થાય છે. આપણે બધા પદાર્થ પ્રત્યે સંમોહિત છીએ. પદાર્થને જોતાં જ એટલું સંમોહન જાગે છે કે માણસ વિવેક ખોઈ બેસે છે. મોટા મોટા માણસ પણ એવી ચોરીઓ કરે છે કે જેની કલ્પના પણ નથી થઈ શકતી. એમાં એ માણસનો કોઈ દોષ નથી. એ પદાર્થ પ્રત્યે સંમોહિત છે. પદાર્થ સામે આવે છે ત્યારે તેની ચેતના લુપ્ત થઈ જાય છે, તેનો વિવેક સૂઈ જાય છે.
આપણે સ્વયં આત્મ-સંમોહનનો પ્રયોગ કરીએ. આપણે આપણા અસ્તિત્વ પ્રત્યે જાગ્રત બનીએ. સ્વ-સંમોહનની સૌથી મોટી શક્તિ છે— જ્ઞાનની શક્તિ. આપણે આપણી જ્ઞાનની શક્તિનો અનુભવ કરીએ. આપણે સાધનાના પ્રારંભમાં અહંનો ધ્વનિ કરીએ છીએ, અહંની ભાવના ભાવીએ છીએ. ત્યારે દરેક માણસમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ અને અનંત આનંદની ભાવના જાગે છે. એ વિચારે છે, મારામાં અનંત જ્ઞાન છે, અનંત શક્તિ છે, અનંત દર્શન છે અને અનંત આનંદ છે. મને કોઈ બીજા આનંદની જરૂર નથી. કોઈ પદાર્થથી મને આનંદ મળવાનો નથી. જે શૂન્ય હોય તેને કોઈ આનંદથી ભરો. હું અનંત આનંદથી સંપન્ન છું, પરિપૂર્ણ છું. માણસ જ્યારે આ અનંત ચતુષ્ટયીની ભાવનાથી ભાવિત થાય છે, સંમોહિત બને છે ત્યારે બાકીનાં બધાં જ સંમોહન ભાંગીને ભુક્કો થઈ જાય છે, કશું જ ટકતું નથી. સ્વ-સંમોહન કે ભાવનાથી દિશાપરિવર્તન થાય છે. તેનાથી તાણનું વિસર્જન થાય છે.
તાણ-વિસર્જનનું ત્રીજું સૂત્ર છે— વિચય ધ્યાન. વિચય એટલે વિશ્લેષણ. પ્રેક્ષા એક વિશ્લેષણ છે. એ આત્મ-વિશ્લેષણ છે, સેલ્ફ ઍનેલિસિસ છે. માણસ આત્મ-વિશ્લેષણ કરે. ક્રોધ શા માટે આવે છે? લોભ શાથી જાગે છે? મિથ્યા દૃષ્ટિ કેમ જાગે છે? તેનું આપણે વિશ્લેષણ કરીએ. આપણે વિશ્લેષણ નથી કરતા તો આ ભાવનાઓ ઊછરતી રહે છે. આપણે જ્યારે આપણું વિશ્લેષણ શરૂ કરીએ છીએ, આપણી જ્ઞાનશક્તિને જગાડીએ છીએ ત્યારે આ બધી વાતો ખરવા લાગે છે. જે માણસ પોતાની જ્ઞાનશક્તિનો ઉપયોગ નથી કરતો તેનામાં આ બધી વિકૃતિઓ ઊછરતી–પાંગરતી રહે છે. આપણે આપણી જ્ઞાનશક્તિનો ઉપયોગ કરીએ, વિશ્લેષણ કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org