________________
એક .. •
માણસ અનેક ચિત્તવાળો છે. ચિત્ત એક નથી, ચિત્ત અનેક હોય છે. ચિત્ત અનેક હોય છે તેથી જ વ્યક્તિત્વ બહુરૂપી હોય છે. વ્યક્તિનાં કેટલાં રૂપ છે, તે જાણી-ઓળખી નથી શકાતું. જે વ્યક્તિને સવારે જોઈ હતી, તે વ્યક્તિને બપોરે ઓળખી નથી શકાતી અને જેને બપોરના ઓઈ હતી તેને સાંજે ઓળખી નથી શકાતી. જેને સાંજે જોઈ તેને રાતે ઓળખી નથી શકાતી. એટલું બધું વ્યક્તિત્વ બદલાય છે. તેનાં એટલાં બધાં રૂપ બદલાય છે કે અનુમાન કરવું મુશ્કેલ બને છે કે જે વ્યક્તિને સવારે જોઈ હતી તે જ સાંજે છે કે બીજી. ઘણી મુશ્કેલી પડે છે સમ જવામાં.
જે વ્યક્તિને સવારે શાંત, શાલીન અને ગંભીર જોઈ એ જ વ્યક્તિને બપોરના તડકાની જેમ તેજ જોઈએ છીએ, ક્રોધની આગમાં સળગતી જોઈએ છીએ ત્યારે એ અનુમાન પણ નથી થઈ શકતું કે આ એ જ વ્યક્તિ છે કે જેને સવારે શાંત અને શાલીન જોઈ હતી. સવારે સાગરને શાંત જોયો હતો. ભરતીના સમયે તેને જોયો તો લાગ્યું કે મોજાં ઊછળી રહ્યાં છે, સમગ્ર સાગર ખળભળી ઊઠયો છે, અશાંત અને અજંપ છે, ત્યારે અનુમાન કરવું મુશ્કેલ બની જાય છે કે શું આ એ જ સાગર છે કે જેને સવારે શાંત જોયો હતો? ભરતીના સમયે સાગર સાગર મટી જાય છે, ત્યારે તે મોજોમય બની જાય છે. માત્ર મોજાં જ મોજાં. મોજાંની જાળ જાણે પથરાઈ જાય છે. એ જ પ્રમાણે વ્યક્તિના ભાવો અને આવેગો ભરતીની જેમ ઘૂઘવાય છે ત્યારે વ્યક્તિને ઓળખવી મુશ્કેલ બને છે.
આથી જ કહેવું પડયું : “ગળે વજુ કર્યો gf' – આ પુરુષ અનેક ચિત્તાવાળો છે. તેનું ચિત્ત એક નથી, અનેક છે. એવી એક પણ વ્યક્તિ નથી કે જે એક ચિત્તવાળી હોય. ચિત્ત બદલાતું રહે છે. દેશની સાથે બદલાતું રહે છે, કાળની સાથે બદલાતું રહે છે અને સંજોગો સાથે બદલાતું રહે છે. એ એટલાં રૂપ ધારણ કરે છે કે દુનિયામાં બહુરૂપીઓ પણ એટલાં રૂપ ધારણ ન કરી શકે. જ્યારે ચિત્ત બદલાય છે ત્યારે આસપાસનું બધું જ બદલાઈ જાય છે. ભીતરનું પણ બદલાઈ જાય છે અને બહારનું પણ. ભીતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org