________________
તાણ અને ધ્યાન [૨] ૧૨૩ વિચાર અને આચરણ વિકૃત થઈ જાય છે. બધું જ બગડવા લાગે છે. ત્યારે માણસને મનમાં થાય છે કે આખું તંત્ર બગડી રહ્યું છે, તેને હું કેવી રીતે સુધારે? આ પ્રશ્ન થાય છે ત્યારે દિશા બદલવાની વાત આવે છે. માણસ ત્યારે પાછું વાળીને જોવા ઇચ્છે છે. પાછું વળીને જુએ છે ત્યારે તેને લાગે છે કે ક્રોધ ખૂબ જ સતાવી રહ્યો છે.
સામાજિક અને કૌટુંબિક સંબંધોને બગાડનાર તત્વ છે, ક્રોધ. બીજા બધા દોષ તે પછી આવે છે. એક માણસ કંઈક ચાહે છે. બીજો માણસ બીજું કંઈક ચાહે છે. એક માણસના આચરણથી બીજાના અહમ્ પર ચોટ થાય છે. બીજી વ્યક્તિના વ્યવહારથી ત્રીજી વ્યક્તિના અહમ્ પર ચોટ વાગે છે, અપ્રીતિ વધે છે, વૈમનસ્ય વધે છે, દ્વેષ વધે છે, પ કોઈ મૌલિક તત્વ નથી. મૂળ છે તેનું રાગ. વાસ્તવમાં રાગ અને દ્વેષ બે નથી. એક જ સિક્કાની એ બે બાજુ છે. તમે જો રાગ ન કરો તો ષ ક્યારેય નહીં થાય.
ષનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી. મૂચ્છથી રાગ, રાગથી લોભ, લોભથી માયા, માયાથી અભિમાન, અને અભિમાનથી ક્રોધ થાય છે. આમાં શ્રેષને કોઈ જ સ્થાન નથી. વસ્તુ ને વ્યક્તિ પ્રત્યે આપણને રાગ થયો, લોભ થઈ ગયો, માયાની જાળ વણાઈ ગઈ. બધે રાગ જ રાગ ચાલે છે. આપણે માયાના જે તાણાવાણા વણ્યા, તેમાં જો કોઈ અવરોધ નાખે છે તો અપ્રીતિ શરૂ થઈ જાય છે.
અપ્રીતિનું ઘટક છે અહંકાર. પ્રીતિ – પ્રેમ જ જો ચાલતો રહે નાનામોટાનો ભેદ નથી રહેતો. નાના-મોટા માનવા માટે અપ્રીતિ હોવી જરૂરી છે. અપ્રીતિનો જન્મ થાય છે અભિમાનથી. અને તેનું બીજું મોટું સોપાન છે. તે છે ક્રોધ. ક્રોધ અને અહંકાર આ બંને દ્વેષ છે, અપ્રીતિ છે; પરંતુ અપ્રીતિનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રીતિ જ અપ્રીતિ બની જાય છે. અપ્રીતિનો અર્થ છે, પ્રીતિમાં અવરોધ. અપ્રીતિનું આગવું અલગ અસ્તિત્વ નથી. આપણે અપ્રીતિને મિટાવવાનો પ્રયત્ન કરીએ. એના અંગે વધુ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં ચિતિત થવાનું છે, જ્યાં જાગવાનું છે તે છે રાગ, પ્રીતિ, આ છે આદિબિન્દુ જ્યાં આપણે જાગવાનું છે. અધ્યાત્મના સાધકે જે બિન્દુ પર જાગવાનું છે તે બિન્દુ છે, રાગ. જે માણસ રાગના બિન્દુ પર નથી જાગતો, પ્રિયતાના બિન્દુ પર નથી જાગતો તે યથાર્થમાં સાધક નથી બનતો. તમે એમ ન માનશો કે જે સાધક બને છે, ધ્યાન કરે છે, તે ધ્યાનની દિશાને બદલે છે, આર્ત અને રૌદ્ર ધ્યાનથી દૂર થઈને ધર્મ-ધ્યાનમાં પ્રવેશ કરે છે– પદાર્થથી તે વિમુખ બની જાય છે. એવું નથી થતું.
ધ્યાન કરનાર માણસ શું ઘર ગૃહસ્થી નહિ સંભાળે? ખાશે નહિ? પીશે નહિ? કપડાં નહીં પહેરે? મકાન નહીં બનાવે? કુટુંબનું ભરણપોષણ નહિ કરે? શું તેને પત્ની નહિ હોય? પુત્ર-પુત્રી નહિ હોય? બધું જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org