________________
૧૧૬ આભામંડળ પર વધુ ભરોસો રાખ્યો આથી સમગ્ર શરીરથી જાણવાની ક્ષમતા તે ખોઈ બેઠો છે. પરંતુ કોઈ સમર્થ યોગી, સમર્થ અધ્યાત્મનો તેજપુંજ હોય છે તો તેમનાં પ્રકંપનોમાં એટલી ક્ષમતા હોય છે કે તે અનેક માણસોની સૂતેલી શક્તિને જગાડી દે છે. તેમાં માત્ર સાંભળનારાઓની ક્ષમતાનો જ સાથ નથી હોતો, પરંતુ એ સાધકના પરમાણુઓનો પણ ઘણો મોટો સાથ હોય છે, જે સંપેક્ષણ કરે છે.
પ્રશ્ન ૩: સુપૃષ્ણા નાડી શું સીધી નથી હોતી? સીધી કર્યા વિના શું ધ્યાન ન થઈ શકે?
ઉત્તર ૩: સુષષ્ણાનો આકાર એકદમ તો સીધો નથી. થોડોક વાંકોચૂકો છે. આપણે તેની ચિંતા ન કરીએ. આપણે માત્ર એટલું જ ધ્યાનમાં રાખીએ કે બેસતી વખતે કરોડરજજુ ટટ્ટાર હોય, પદ્માસન આ માટે સારું છે. આ આસને બેસતાં કરોડરજજુ આપોઆપ સીધી ટટ્ટાર થઈ જાય છે. આ પ્રમાણે અધ પદ્માસન, સિદ્ધાસન આદિ આસનોમાં બેસવાથી પણ કરોડરજજુ સીધી રહે છે. આપણે નમીને – વળીને ન બેસીએ. નમીને બેસવું એ સાધારણ વાત છે.
જ્યારે પણ સીધા ટટ્ટાર બેસવાની વાત આવે છે ત્યારે લોકો ફરિયાદ કરે છે કે દુખાવો થઈ આવ્યો. દુખાવો થયો નહિ અને દુ:ખની ખબર પડી ગઈ. જે દુખાવો પાળી રાખ્યો હતો, જે છૂપો હતો, તેની ખબર પડી ગઈ. મનના વિકલ્પોને શાંત કરવાનો આ સરળ ઉપાય છે કે, આપણે ચેતનાને સુષુમણાના માર્ગેથી લઈ જઈએ. પ્રાણને એ માર્ગેથી ઉપર-નીચે લઈ જઈએ. ચેતના જેટલી આગળ રહેશે – ચંચળતા તેટલી વધશે. ચેતના જેટલી સુષુમણા તરફ જશે તેટલી ચંચળતા ઘટશે. ચેતનાને આગળ ને આગળ રાખવાનો અર્થ જ આ છે કે ફૂલોને સીંચવાં. ચેતનાને પાછળ જઈ જવી, સુષામાં લઈ જવી એનો અર્થ છે મૂળને સીંચવું. હવે આપણે પોતે જ વિચારીએ કે ફૂલોને સીંચવાથી ફૂલ હર્યાભર્યા બનશે કે મૂળને સીંચવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org