________________
૧૧૪ આભામંડળ મૂચ્છથી પેદા થાય છે રાગ, દ્વેષનું કોઈ સ્વતંત્ર સ્થાન નથી. ફૉઇડે કામ (સકસ)ને પ્રાણીમાત્રની મૌલિક મનોવૃત્તિ માની છે. રાગ અને કામસિક્સ)માં ભાષાભેદ છે, અર્થભેદ નથી. ક્રૉઇડે જે સંદર્ભમાં સેકસની વ્યાખ્યા કરી અને આગમોએ જે સંદર્ભમાં રાગની વ્યાખ્યા કરી તે સંદર્ભોને જો બરાબર સમજી લેવાય તો બંનેમાં કોઈ અંતર જણાતું નથી. અંતર માત્ર આટલું જ રહે છે કે ફૉઇડનું જ્ઞાન માત્ર સેકસ સુધી જ પહોંચી શક્યું. તેથી તેનું જ્ઞાન આગળ ન વધ્યું.
આગમકારો સૂક્ષ્મજ્ઞાની હતા. તેમને પોતાનો અનુભવ હતો, સાક્ષાત્કાર હતો. તે રાગ સુધી પહોંચીને અટકી ન જતાં, દ્રવ્ય સુધી પહોંચ્યા. સેક્સની વૃત્તિને મૂળ માનીને માણસના વ્યવહારની વ્યાખ્યા કરવામાં આજ મનોવિજ્ઞાન સમક્ષ અનેક મુશ્કેલીઓ છે. આ મુશ્કેલીઓનો પાર એટલા માટે નથી આવતો કે મનોવિજ્ઞાન પાસે સેકસથી આગળ વ્યાખ્યા કરવાનો કોઈ આધાર જ નથી, કોઈ સૂત્ર જ નથી. પરંતુ આપણી પાસે રાગની આગળ વ્યાખ્યા કરવાના ખૂબ જ સ્પષ્ટ આધાર અને સૂત્ર છે. રાગની પાછળ મૂચ્છે છે. મૂચ્છની પાછળ કર્મ શરીર છે, કર્મ છે. કર્મની પાછળ આપણું ભાવ-તંત્ર છે. ભાવ-તંત્રની પાછળ ચેતનાનો પ્રવાહ છે. આથી મનોવિજ્ઞાન સમક્ષ આજ જે જે સમસ્યાઓ છે તે દરેક સમસ્યાનું સમાધાન કરનાર સૂત્ર અને આધાર આપણી પાસે ઉપલબ્ધ છે. મનોવિજ્ઞાન પાસે આ સાધન ઉપલબ્ધ નથી.
ત્યાં આપણે કામ(સેકસ)થી ચાલ્યા, અહીં આપણે રાગથી. આગળ બંને વિચારધારા સમાંતર રેખાએ ચાલે છે. રાગથી ઉત્પન્ન થાય છે લોભ, લોભથી ઉત્પન્ન થાય છે માયા. માયાથી ઉત્પન્ન થાય છે અહંકાર, અને અહંકારથી ઉત્પન્ન થાય છે ક્રોધ.
આપણા જગતની સૌથી વધુ વ્યક્ત ચેતના છે– ક્રોધ-ચેતના. અહંકારચેતના સૌથી સૂક્ષ્મ છે, અને માયા-ચેતના તેનાથી વધુ સૂક્ષ્મ છે. આથી માયાનું એક નામ છે, ગૂઢ, અસ્પષ્ટ. લોભ-ચેતના તેનાથી પણ વધુ સૂક્ષ્મ છે અને રાગ-ચેતના તેનાથીય વધુ સૂક્ષ્મ છે, અવ્યક્ત છે. સૌથી વધુ વ્યક્ત છે, ક્રોધ-ચેતના.
માણસ જ્યારે ગુસ્સે થાય છે, ક્રોધી બને છે ત્યારે તેના હોઠ ફફડે છે. આંખો લાલ થઈ જાય છે, ભ્રમરો તણાઈ જાય છે, આખું શરીર ધ્રૂજી ઊઠે છે. પરંતુ માણસ જ્યારે અહંકાર કરે છે, માયા કરે છે, લોભમાં હોય છે ત્યારે કશી જ ખબર પડતી નથી. શરીર પર તેની અભિવ્યક્તિ નથી થતી. આ આપણું અવ્યક્ત જગત છે. આપણે અવ્યક્તથી વ્યક્ત થતાં થતાં જ્યારે ક્રોધ-ચેતના પર આવીએ છીએ ત્યારે પૂરા વ્યક્ત બની જઈએ છીએ. આપણે અવ્યક્ત જગતથી ચાલ્યા અને વ્યક્ત જગત સુધી પહોંચી ગયા. દ્રવ્ય જગતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org