________________
તાણ અને ધ્યાન [૧] ૧૧૩ પિતા દર્શન પુન: શક્તિશાળી થઈ શકે છે, તો જ તે વિજ્ઞાનને નવું સ્વરૂપ આપી શકે છે.
દર્શનની સાથે સ્વ-અનુભવની વાત જોડી દો. વિજ્ઞાનનો આટલો વિકાસ થવા છતાં પણ માણસ બેચેન અને અશાંત છે. તે વધુ ને વધુ તાણ ગ્રસ્ત થતો જાય છે. વિજ્ઞાનની પાસે એવો કોઈ ઉપાય નથી કે જે માણસને તાણથી સર્વથા મુક્ત કરે. પરંતુ દર્શન માણસને તાણમાંથી મુક્ત કરવા સક્ષમ ને સમર્થ છે. તર્કોથી અનુપ્રાણિત દર્શન આ નહીં કરી શકે. આ એ જ દર્શન કરી શકે કે જે અધ્યાત્મથી અનુપ્રાણિત છે. સ્વાનુભવ સંરચિત છે. દર્શનની આ બાજુને હું રજૂ કરવા ચાહું છું.
જગત શું છે? દ્રવ્યોનો સમવાય જ જગત છે. એ દ્રવ્ય સમવાયમાં એક દ્રવ્ય છે, જીવાસ્તિકાય. જીવોનું એટલું મોટું સંગઠન છે કે જગતના આકાશમાં એક પણ પ્રદેશ એવો નથી કે જે જીવશૂન્ય હોય. સમસ્ત જગત જીવોના સમૂહથી ભરેલું છે. આકાશના એક એક પ્રદેશમાં અસંખ્ય જીવ છે. મારી આંગળી હાલી રહી છે તે શૂન્ય આકાશમાં નથી હાલી રહી. એ આંગળીની આસપાસ જ નહીં, ભીતર પણ અસંખ્ય જીવ બેઠા છે. આકાશના એક એક પ્રદેશમાં, તેના એક એક કણમાં અસંખ્ય જીવ બેઠા છે. તેમના ચૈતન્યના પ્રદેશ વ્યાપ્ત થઈ રહ્યા છે.
ત્રણ વાત છે: દ્રવ્યમય સંસાર, દ્રવ્યોમાં જીવાસ્તિકાય, અને જીવાસ્તિકાયમાં જીવ. એક જીવ છે પણ તે અવ્યક્ત છે. આપણે અવ્યક્તથી વ્યક્તિને જાણવા ઇચ્છીએ છીએ. આપણે અવ્યક્ત સૃષ્ટિ તરફ ચાલવા ચાહીએ છીએ. દ્રવ્ય અવ્યક્ત, જીવાસ્તિકાય અવ્યક્ત અને એક જીવ પણ અવ્યક્ત. આપણી સમક્ષ વ્યક્ત નથી.
એક જીવ છે. એ જીવની આસપાસ ભાવ-સંસ્થાન છે. એક ભાવસંસ્થાન ચેતનાનું નિર્વહન કરે છે. ચેતનાના પ્રવાહને બાહ્ય જગતમાં સંકાન્ત કરે છે. એક એ ભાવ-સંસ્થાન છે જે ચેતનાની સાથે જોડાયેલી પ્રતિક્રિયાઓના પ્રવાહને આ જગતમાં પ્રવાહે છે. તેનું નામ છે કર્મ. બે પ્રવાહ થઈ ગયા. એક છે ચેતનાનો પ્રવાહ અને બીજો છે ચેતનાની પ્રક્રિયાનો પ્રવાહ, ભાવસંસ્થાનની સાથે જોડાયેલું છે કર્મ, પ્રતિક્રિયાઓનું તંત્ર- સંસ્થાન. એ કર્મથી સંલગ્ન છે મોહનીય, મૂર્ણ, દ્રવ્ય, જીવાસ્તિકાય, જીવ, ભાવ અને કર્મ – આ તમામે તમામ અવ્યક્ત સંસાર છે. એ આપણી સમક્ષ વ્યક્ત નથી.
હવે આપણે પ્રેક્ષાધ્યાનના માધ્યમથી વ્યક્તિને બિન્દુ પર આવીએ છીએ, ત્યારે આપણને મૂચ્છની જાણ થાય છે. તેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. પરંતુ મૂર્છા પણ સંપૂર્ણ વ્યક્ત નથી. મોહનીય પણ પરી વ્યક્તિ નથી. મૂચ્છ પછી આવે છે રાગ, જે થોડોક વ્યક્તિ હોય છે. આ -૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org