________________
૧૧૨ આભામંડળ
તીર્થંકર જ્યારે બોલે છે ત્યારે સાંભળનારા તેને પોતપોતાની ભાષામાં સમજી જાય છે. પશુ પણ પોતાની ભાષામાં સમજી જાય છે. આમ કેવી રીતે થાય છે? એની પાછળ ઘણું મોટું રહસ્ય છુપાયેલું છે. તીર્થંકર બોલતા નથી, તેમનામાંથી દિવ્ય ધ્વનિ નીકળે છે. આ વાતને જે માની લઈએ તો આ સ્પષ્ટ થઈ જાય છે કે તીર્થંકરની વાણીના નહિ, મનના પરમાણુ નીકળે છે, તેમાં સ્પંદન થાય છે. એ સ્પંદનોને લોકો પકડે છે અને એ તેનો અર્થબોધ કરાવે છે. ભાષાના પુદ્ગલો નથી પકડી શકાતા પરંતુ તરંગોને, સ્પંદનોને પકડી શકાય છે. તરંગોને પકડવાની આપણી પાસે વધુ ક્ષમતા છે, ભાષાને પકડવાની ક્ષમતા ઓછી છે. આપણે જ્યારે માની જ લીધું કે કાન જ સાંભળવાનું સાધન છે ત્યારે આપણે બીજી ક્ષમતાઓને ભૂલી ગયા. આજનું વિજ્ઞાન કહે છે કે કાનોની અપેક્ષાએ દાંતથી સારું સાંભળી શકાય છે. દાંત સાંભળવાનું શક્તિશાળી સાધન છે. થોડુંક જ જો યાંત્રિક પરિવર્તન કરવામાં આવે તો જેટલું સારું દાંતથી સાંભળી શકાય છે તેટલું સારું કાનથી નથી સાંભળી શકાતું.
એક લબ્ધિનું નામ છે – સંભિન્ન-શોતો-લબ્ધિ. જે માણસ આ લબ્ધિસંપન્ન હોય છે તેની ચેતનાનો એટલો વિકાસ થઈ જાય છે કે તેનું સમગ્ર શરીર, કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શનું કામ કરી શકે છે. તેના માટે કાનથી સાંભળવું અને આંખથી જોવું જરૂરી નથી. શરીરના કોઈ પણ ભાગથી તે સાંભળી શકે છે, જોઈ શકે છે. પાંચેય ઇન્દ્રિયોનું કામ તે સમગ્ર શરીરથી લઈ શકે છે. તેના જ્ઞાનનો સ્રોત અભિન્ન થઈ જાય છે, વ્યાપક બની જાય છે. આખુંય શરીર તેનું સભિન્ન અને વ્યાપક બની જાય છે.
આ અનુભવની વાત છે. તર્કનો વિષય એ નહિ બની શકે. દર્શને તેને વિસારી દીધું. તેનું પરિણામ ઘણું વિપરીત આવ્યું. આજ ફરીથી દાર્થનિકોએ, દર્શનના વિદ્યાર્થીઓએ, ધાર્મિક અને આધ્યાત્મિક લોકોએ ચિંતન કરવું જોઈએ કે દર્શનને તર્કના વાડામાંથી બહાર કાઢીને તેને અનુભવના વ્યાપક ક્ષેત્રમાં કેવી રીતે લાવી શકાય. દર્શનને આપણે અનુભવની સાથે જોડવાનો પ્રયત્ન કરીએ, જેથી દર્શન ફરીથી પિતાનું સ્થાન લઈને પોતાના પુત્ર – વિજ્ઞાન પર નિયમન કરી શકે. નિયમન એ અર્થમાં કે વિજ્ઞાને આજે નવાં નવાં સત્યો શોધ્યાં છે. તેના નવા નવા પર્યાયો ઉઘાડયા છે, નવાં નવાં રહસ્યો છતાં કર્યાં છે, આ દિશામાં વિજ્ઞાન ઘણું જ સક્ષમ થયું છે. પરંતુ જે મૂળ જ્ઞાતા આત્મા છે, તેને તેનું મૂળ સ્થાન આપવામાં તે સફળ નથી થયું. તે પણ ભટકી પડયું છે. જાણ્યા પછી પ્રત્યાખ્યાનની વાત આવે છે, છોડવાની વાત આવે છે. આ વાત વિજ્ઞાનને પણ આજ ઉપલબ્ધ નથી. દર્શન જો ફરી સક્ષમ બની શકે, તર્ક અને અનુભવ બંનેનો ઉચિત પ્રયોગ કરી શકે, વિજ્ઞાનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org