________________
૧૦૨ આભામંડળ
બનશે સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન, સમ્યક્ત્વ. એ બનશે ત્યારે પ્રસંગ પ્રસંગ રહેશે, ચેતના ચેતના રહેશે. ત્યારે પ્રસંગ—બનાવ—ઘટના ન સુખ આપશે, ન દુ:ખ. સુખની ચેતના અને દુ:ખની ચેતના એવું પણ નહિ બને.
આજે આપણી ચેતના ન શુદ્ધ ચેતના છે, ન પ્રસંગ શુદ્ધ પ્રસંગ છે. પ્રસંગ ચેતનાને પ્રભાવિત કરે છે અને ચેતના પ્રસંગને પ્રભાવિત કરે છે. પ્રસંગ અને ચેતનામાં એટલા વિકાર પેદા થઈ ગયા છે કે બંનેમાંથી કોઈ શુદ્ધ નથી રહ્યું. પ્રસંગ પણ શુદ્ધ નથી રહ્યો અને ચેતના પણ શુદ્ધ નથી રહી. ન દૂધ દૂધ રહ્યું છે, ન પાણી પાણી. બંનેનું મિશ્રણ થઈ ગયું છે. આજ અ-મિશ્રણ છે કાંય? લોકો ચીજ-વસ્તુઓની ભેળસેળની વાત કરે છે પરંતુ દૃષ્ટિકોણના ભેળસેળની કોઈ વાત નથી કરતું. કેવું આશ્ચર્ય! વેપારીઓ ન માલૂમ કેટલી ભેળસેળ કરે છે પરંતુ માણસ ઊઠે છે ત્યારથી સૂતા સુધીમાં ભેળસેળ જ ભેળસેળ કરે છે. બધામાં જ ભેળસેળ. આપણે ભેળસેળને ભૂલીને પદાર્થને પદાર્થની દૃષ્ટિએ જોઈએ. ધ્યાન દ્વારા આપણને જે ઉપલબ્ધ થશે તે વિશુદ્ધ તત્ત્વ મળશે, ન પદાર્થ સમાપ્ત થશે, ન ચેતના સમાપ્ત થશે. સમાપ્ત – ખત્મ કોઈને કરવા નથી. બનાવી રાખવાના છે. ચાલુ રાખવાના છે.
એક વખત એક માણસે આચાર્ય ભિક્ષુને કહ્યું : ‘મહારાજ ! આપ મૂર્તિઓને ખત્મ કરી રહ્યા છો, ઉઠાવી રહ્યા છો.' આચાર્ય ભિક્ષુએ કહ્યું : ‘મૂર્તિઓને ખત્મ કરનાર હું કોણ ? મૂર્તિઓને ઉઠાવનાર હું કોણ? હું તો મૂતિઓને માનું છું, ચેતનાને ચેતના માનું છું અને જડને જડ માનું છું. એથી વિશેષ કંઈ નથી કરતો.'
ધ્યાન દ્વારા તમારે વિશેષ કંઈ કરવાનું નથી. ન પદાર્થને છોડવાનો છે, ન ખુદ તમારી જાતને, માત્ર આટલું જ કરવાનું છે કે આપણે પદાર્થને પદાર્થના રૂપમાં જાણીએ અને અસ્તિત્વને અસ્તિત્વના રૂપમાં જાણીએ. વાસ્તવમાં કશું જ કરવાનું નથી.
સચ્ચાઈનું બીજું નામ છે, ન કરવું. સચ્ચાઈનું નામ જ આ છે કે જે જેવું છે તેવું જાણો. પોતાના અસ્તિત્વમાં હોવું એ સચ્ચાઈ છે. સ્વયં હોય છે. કરનાર કોણ છે? કરનાર કોઈ નથી. એ બધો ઉપચાર છે. પદાર્થ હોય છે. બીજા માત્ર નિમિત્ત બને છે અને એ માની લે છે કે મેં ઘણું મોટું કામ કર્યું. આપણે બધાં જ નિમિત્ત છીએ. કોઈ માણસ ઉપાદાન નથી બનતો. કોઈ પણ માણસ એટલો સક્ષમ નથી બનતો કે તે ઉપાદાનને બદલી શકે. ઈશ્વરમાં પણ એ તાકાત નથી. ન વિજ્ઞાની ઉપાદાન બદલી શકે છે, ન ધ્યાન-યોગી. આ આખું નાટક નિમિત્તોનું છે. આપણે નિમિત્તોનો અભિનય કરતા જઈએ છીએ અને તેમાં પોતાના કર્તૃત્વને માનતા રહીએ છીએ. આપણાં તમામ કર્તૃત્વ નિમિત્તોનાં કર્તૃત્વો છે, ઉપાદાનોનાં નહિ. કોઈ માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org