________________
ધ્યાન શા માટે? ૧૦૧ સમ્યગ્દષ્ટિ, સમ્યકત્વ, સત્ય – આ બધું એક જ છે. સત્યની ઉપલબ્ધિ આપણને ત્યારે થાય છે કે જ્યારે આપણે મૂળ સત્તાને જાણીએ, અસ્તિત્વને ઓળખીએ. ધ્યાન આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આપણે જ્ઞાતાને જાણીએ, વિષયીને જાણીએ, દ્રષ્ટાને જાણીએ. દ્રષ્ટા, જ્ઞાતા અને વિષયી – જે પડદા પાછળ ચાલી ગયા છે તેનો આપણે અનુભવ કરીએ. એક વિજ્ઞાની તેને નથી જાણી શકતો પણ એક ધ્યાની તેને જાણી શકે છે.
ધ્યાનના તમામ નિયમ જ્ઞાતા સુધી પહોંચાડવાના નિયમ છે. વિજ્ઞાનીઓ પાસે એવો એક પણ નિયમ નથી, જેનાથી તેઓ એ પરમ સત્તાને જાણી શકે. ધ્યાની જે વિષયોના આધારે ચાલે છે, પોતાનાં સંવેદનોને શુદ્ધ કરતો જાય છે, પોતાના ભોક્તા સ્વરૂપને છોડતો જાય છે, તેને જ્ઞાતાસ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય છે.
સુખદુ:ખનો અનુભવ તેને થાય છે જે ભોક્તા હોય છે. ભોક્તા એ છે કે જે ગમા-અણગમાને અનુભવે છે. જે જ્ઞાતા હોય છે તે ઘટનાને જાણે છે, તેને ભોગવતો નથી. તેનું કામ છે માત્ર જાણવાનું, જ્યાં માત્ર જાણવાની વાત આવે છે ત્યાં જ્ઞાન શુદ્ધ થાય છે, સંવેદન શુદ્ધ થાય છે. પછી ત્યાં માત્ર પદાર્થ રહે છે, નર્યો પદાર્થ, માત્ર એકલી સત્તા જ રહે છે. આપણે પદાર્થને પદાર્થના રૂપમાં નહિ પણ કોઈ વિશેષણ સાથે તેને જાણીએ છીએ. દરેક પરમાણુને પરમાણુની દૃષ્ટિથી, શરદીને શરદીની દૃષ્ટિથી, ગરમીને ગરમીની દૃષ્ટિથી નથી જાણતા. ઠંડીની ઋતુ છે અને રૂમમાં હીટર લગાડયું છે તો લાગશે કે હીટર ઘણું મૂલ્યવાન છે. વૈશાખી બપોરે ધોમધખતા તાપમાં કોઈ હીટર લગાવી દે તો લાગશે હીટર જેવી નકામી બીજી કોઈ ચીજ નથી. હીટરનું પોતાનું કોઈ મૂલ્ય નથી. હીટર ન સારું હોય છે, ન ખરાબ. ગરમીમાં બરફ
સારો લાગે છે અને ઠંડીના દિવસોમાં સારો નથી લાગતો. પદાર્થનું ઠંડા હોવું ' એ પણ એક પર્યાય છે અને ગરમ હોવું એ પણ એક પર્યાય છે. જે
માણસ ભોક્તા છે, ગમા-અણગમાનાં સંવેદનોથી સંવેદાય છે તો તેને ગરમીમાં ઠંડી વસ્તુ સારી લાગશે અને ઠંડીમાં ગરમ વસ્તુ સારી લાગશે. આ સારુંખરાબ લાગવું એ પદાર્થનો ન ગુણ છે, ન ધર્મ છે, ન અસ્તિત્વ છે. એ માત્ર માણસના મનનું સંવેદન છે.
મનની સાથે આમ ‘લાગવું” સંલગ્ન હશે, મનની સાથે પ્રતિભાવ જોડાયેલો હશે ત્યાં સુધી પદાર્થને પદાર્થની આંખે નથી જોઈ શકાતો, પરંતુ જેવા રંગનાં ચશ્માં પહેર્યા હોય તેવા જ રંગમાં તે દેખાશે. આપણે માત્ર એટલું જ કરવાનું છે, આ ચશ્માં ઉતારીએ. ચશ્માંને લીધે જ ગમાની આંખ અને અણગમાની આંખ બની ગઈ છે. આપણે આ ચશમાને ઉતારી નાખીએ. પદાર્થને માત્ર કોરી આંખોથી જોઈએ, પદાર્થની નજરે જોઈએ, તો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org