________________
૯૮ આભામંડળ
જે માણસ સાધનોના માધ્યમથી શોધ કરશે તે પદાર્થ સુધી જ પહોંચશે, આત્મા સુધી નહિ પહોંચી શકે. એ બધાં આત્મા સુધી પહોંચવાનાં સાધન નથી. પદ્ગલિક સાધનો દ્વારા પાંગલિક સત્તાને જ જાણી શકાય, આત્મિક સત્તાને નહિ. પદ્ગલિક સત્તાને જાણવા માટે વિજ્ઞાનીઓએ જેટલા નિયમ બનાવ્યા અને જે નિયમોનો ઉપયોગ કરાય છે તે બધા પદાર્થની વ્યાખ્યા કરે છે, કોઈ ચેતન સત્તાની વ્યાખ્યા નથી કરતા. ચેતન સત્તા તેમનો વિષય બની પણ નથી શકતી. આથી વૈજ્ઞાનિક જગતે ચેતન સત્તાનો ઇન્કાર કર્યો છે. આ ઇન્કાર અને અસ્વીકારના કારણે જ આપણને ધ્યાનની માત્ર આટલી જ ઉપયોગિતા સમજાય છે કે તેનાથી તાણ તિનાવ ઓછી થાય છે અને શારીરિક સ્વાથ્ય સારું રહે છે, વગેરે વગેરે. બસ ધ્યાનની આટલી જ ઉપયોગિતા, એથી વિશેષ નહિ.
પરંતુ ધ્યાન માત્ર તાણ ઓછી કરવા માટે જ નથી. એ ખરું કે ધ્યાનથી સ્નાયવિક તાણ, માનસિક તાણ અને ભાવનાત્મક તાણ ઓછી થાય છે અને તબિયત સુધરે છે. લોહીના ભ્રમણમાં ફરક પડે છે. પણ ધ્યાનનો જો આ જ ઉદેશ હોય તો ધ્યાનની યાત્રા ઘણી નાની બની જાય, તેની ઉપયોગિતા સીમિત બની જાય. તો ધ્યાન આપણા માટે શરીરને પુષ્ટ અને સ્વસ્થ કરવાનું એક સાધન જ બની રહે. એથી વિશેષ પછી તેનું કોઈ મૂલ્ય ન રહે. પરંતુ આપણે ધ્યાનનો જે ઉપક્રમ શરૂ કર્યો છે, તે કંઈક વિશિષ્ટ ઉદ્દેશથી શરૂ કર્યો છે. તેમાં શારીરિક સ્વાથ્યની પણ ગણના છે. શારીરિક સ્વાથ્ય પણ કંઈ ઓછું મહત્ત્વનું નથી. પરંતુ શરીરથીય વધુ વિશેષ જેનું મૂલ્ય ને મહત્ત્વ છે તેને હું ઓછું અને અલ્પ કરવા નથી માગતો.
સૌથી વધુ મૂલ્યવાન છે આપણા અસ્તિત્વનો બોધ. અસ્તિત્વનો બોધ નથી થતો ત્યાં સુધી સ્વાસ્થનો પ્રશ્ન જટિલ બની રહેવાનો. આપણે એમ ન માનીએ કે સ્વાશ્યનો સંબંધ માત્ર સંજોગ, વાતાવરણ અને કીટાણુઓથી જ છે. સ્વાસ્થયનો પ્રશ્ન ઘણે ઊંડે જડાયેલો છે. માણસ જ્યાં સુધી પોતાના અસ્તિત્વનો બોધ નથી કરી લેતો ત્યાં સુધી સ્વાસ્થની સમસ્યાને પણ ઉકેલી નથી શકતો. મિા દૃષ્ટિકોણોના લીધે જ રોગો થાય છે. જ્યાં સુધી મિથ્યા દૃષ્ટિ ખત્મ ન થાય ત્યાં સુધી દુ:ખો ખત્મ નથી થતાં. દુ:ખોને ખત્મ કરવાનું એકમાત્ર સાધન છે સત્યની ઉપલબ્ધિ, અસ્તિત્વની ઉપલબ્ધિ. સત્યની પ્રાપ્તિ થાય છે ત્યારે દુ:ખોના ઉચ્છેદની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. છેવટે પરિણામ એ આવે છે કે દુ:ખો બધાં જડમૂળથી ઊખડી જાય છે. સાધકને સવદુખપહીણમગ્ગ–દુ:ખોને પ્રક્ષણ કરવાનો માર્ગ મળી જાય છે.
આજ સુધી જે લોકોએ દુઃખોનું ઉમૂલન કર્યું છે, તે સૌ સત્યને પામ્યા હતા. જેમણે સત્ય ઉપલબ્ધ નથી કર્યું તેઓ કદી દુ:ખોથી છટયા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org