________________
હિંદુધર્મના વિવિધ સંપ્રદાય (સંક્ષિપ્ત પરિચય) ગણુકારિકા નામને ભાવ સર્વાને એક ગ્રંથ રત્ન નામની ટીકા સાથે ગાયકવાડ -સંસ્કૃત સિરિઝમાં ઈ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલ છે. આ ગ્રંથમાંથી પાશુપતસંપ્રદાયના સિદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી મળે છે. આ સંપ્રદાયના સિદ્ધાંતો ટૂંકમાં નીચે મુજબ છેઃ
(૧) પાશુપતસંપ્રદાયમાં “જીવ’ને પશુ ગણવામાં આવે છે અને ઈશ્વરને શિવ ગણવામાં આવે છે. સંસારમાંથી મુક્ત થવા માટે બદ્ધ થયેલા જીવે શિવનું શરણ લેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આ સંપ્રદાયની પાંચ વિધિ તે કાર્ય, કારણ, યોગ, જપ અને કથાન છે. એગથી પશુ (જીવ) અને પતિ (શિવ)ને સં ગ થાય છે અને વિધિ-ભસ્મ ધારણ વગેરે દ્વારા મેક્ષના માર્ગે જવાય છે એમ માનવામાં આવે છે. આ મતમાં શિવ તે પતિ છે અને દરેક જીવોને તે માલિક હોવાથી પશુપતિના નામે ઓળખાય છે. આ સંપ્રદાયને મુખ્ય મંત્ર ૩૪ નમ: શિવાય છે. આ સંપ્રદાય ભારતમાં લાંબા સમય સુધી અસ્તિત્વમાં હતો. હાલમાં પાશુપતાદિ જૂના સંપ્રદાયે જોવા મળતા નથી. કેટલાક લેકે કાનફટી-સંપ્રદાયને અને કેટલાક હાલના નાગા બાવાઓને પાશુપતાની શાખા માને છે. (૨) કાપાલિક સંપ્રદાય
શેવસંપ્રદાયમાં કાપાલિક કે કાલમુખ સૌથી વધારે બીભત્સ ક્રિાવાળા લાગે છે. આ સંપ્રદાયને લગતું સાહિત્ય, મંદિર અને પ્રતિમાઓ ભારતમાંથી મળતી હોવાથી પ્રાચીનકાલમાં આ સંપ્રદાય ભારતનાં કેટલાંક સ્થળોએ વિસ્તર્યો હશે, પણ તેની બીભત્સ ક્રિયાઓને લીધે લોકપ્રિય બન્યું નહિ હેય. પરિણામે ટૂંકા ગાળામાં તેને અસ્ત થયો હશે.
આ સંપ્રદાયમાં દરેક અનુયાયીને છ પ્રકારની મુદ્રાઓ ધારણ કરવી પડે છેઃ (૧) કંઠભૂષણ (૨) કર્ણભૂષણ (૩) શિરોભૂષણ (૪) સુવર્ણઅલંકાર (૫) ભસ્મ (૬) યજ્ઞોપવીત. આ મતમાં એમ મનાય છે કે જેના શરીર પર આ સર્વે મુદ્દાઓ હોય તેને પુનર્જન્મ આવતું નથી. કાપાલિકમતમાં કેટલીક ક્રિયાઓ આવશ્યક ગણવામાં આવી છે. દા. ત. પરીમાં ભોજન કરવું. ચિતાની ભસ્મ શરીરે ચેળવી-ભસ્મ ખાવી, દારૂ પીવો, શિવના લિંગને દારૂથી સ્નાન કરાવવું. સ્મશાનમાં રાતવાસે કરવો વગેરે. કાપાલિકે એવી પણ માન્યતા ધરાવે છે કે કઈ પણ વર્ણને મનુષ્ય આ સંપ્રદાય સ્વીકારીને દીક્ષા લઈ શકે છે. ઉજ્યનીમાં કાલિદાસના સમયમાં કાપાલિકેની મેટી સંખ્યા હતી. આ મતમાં ક્યારેક મનુષ્યનું ભૈરવને બલિદાન આપવામાં આવે છે. શિવપુરાણમાં કાપાલિક કે કાલમુખસંપ્રદાયને મહાવ્રતધર કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org