________________
હિંદુધમી
૬૧
બંગાળમાં પણ આ સમયે વૈષ્ણવભક્તિનું તીવ્ર મોજુ ફરી વળ્યું હતું. બંગાળમાં ભક્તિપરંપરા જાળવી રાખવામાં જયદેવ, ચૈતન્ય, ચંડીદાસ, વિદ્યાપતિ વગેરેનું સ્થાન મોખરે છે. ૧૨મા સૈકામાં થઈ ગયેલ કવિ જયદેવ આદર્શ ભક્ત અને પ્રણયી મનાતા. તેમનું “ગીતગોવિંદ' કાવ્ય ભક્તિરસથી તરબોળ કાવ્ય છે. રાધાકૃષ્ણની ભક્તિને મહિમા વધારવામાં “ગીતગોવિંદ' કેવળ બંગાળમાં જ નહિ, પણ સમગ્ર ભારતભરમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે. ચૈતન્ય ભારતભરમાં ફરીને કૃષ્ણભક્તિનો મહિમા ગાયો. તેમણે બહરિબેલ મંત્રને વહેતે કર્યો. ચંડીદાસ આદર્શ પ્રેમી હતા. રાજકીની ધોબણને પોતાના પ્રેમનું પ્રતીક બનાવી પ્રેમને આધ્યાત્મિક સ્વરૂપ આપ્યું. તેમણે રાધાકૃષ્ણની ભક્તિ ગાઈ છે. કહેવાય છે કે તેમણે ભક્તિને ખાતર હાથીના પગ નીચે કચડાઈને શહાદત વહોરી હતી.
ચંડીદાસ પછી બંગાળની સંતપરંપરામાં વિદ્યાપતિ અગ્રસ્થાને છે. તેઓ ચંડીદાસના સમકાલીન હતા. તેઓ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. તેમની કુલપંરપરા શૈવધર્મી હોવા છતાં તેઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. તેમના પદમાં કૃષ્ણવિરહની વેદના વર્તાય છે.
આ સંતે ઉપરાંત બંગાળમાં અસ્તિત્વ ધરાવતા “બાઉલ સંપ્રદાયે સામાન્ય જનતામાં ભક્તિને મહિમા વધાર્યો હતો. બાઉલ ભક્તો સંસારથી વિમુખ રહી ભક્તિમાં લીન થઈ જતા હતા. “બાઉલ’ને સામાન્ય અર્થ જીવનમુક્ત એ ઘટાવાય છે. તેઓ વર્ણભેદમાં માનતા નથી.
આ યુગની ધર્મભાવનામાં ઈશ્વરભક્તિ અને એકેશ્વરવાદ કેન્દ્રસ્થાને છે. સમાજના નીચલા થરમાંથી આવ્યા હોવા છતાં તેની વાણીમાં સંસ્કારિતા જોવા મળે છે. તે સમાજના પ્રાણ છે. તેઓ પિતાના આદર્શો અને ઉપદેશ દ્વારા સંસ્કૃતિના વહેણને સતત ચાલુ રાખે છે, સમાજને ચેતનવંત બનાવે છે. આ સમયે દરેક સંતોએ પોતાની રીતે હિંદુધમ ના મુખ્ય સિદ્ધાંતોને સમજી લેાકભાષામાં એકેશ્વરવાદ અને ગુરુમહિમા ગાવે છે. દરેક સંતે ઈશ્વરને રામ, કૃણ, વિઠેબા વગેરે સ્વરૂપે સ્વીકારી તેમની ભક્તિને વિકસાવી છે. વિવિધ દેવદેવીઓને બદલે અહીં એક જ પરમાત્માની ઉપાસના જોવા મળે છે. આ સમયે લોકોને સમજાયું કે રામ અને રહીમ એક છે. ઈશ્વર કઈ એક જ વ્યક્તિ કે વર્ણને નથી. ઈશ્વરને મન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચમાર, વણકર, કુંભાર કે અન્ય સર્વ સરખા છે. માનવી એ સહુ પ્રથમ માનવી છે, પછી હિંદુ કે મુસલમાન. વિષ્ણુ, રામ, રહીમ, અલ્લાહ વગેરે એક જ દેવનાં જુદાં જુદાં નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org