________________
હિંદુધર્મ બીજે એક ઠેકાણે તે લખે છે કે
ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથા
કથા સૂણીને ફૂટ્યા કાને તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન”
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ ટૂંકમાં અખાની રચનામાં કોઈ શુદ્ધ ભક્તિની છાંટ કે ભગવાનના વિરહની વેદના જોવા મળતી નથી પણ તેની કવિતામાં ભારોભાર તત્વજ્ઞાન નીતરે છે.
વડોદરાના નાગર બ્રાહ્મણ કવિ પ્રેમાનંદે પણ ગુજરાતને ભારેભાર ભક્તિરસનું પાન કરાવ્યું છે. તેમણે પિતાનાં આખ્યાને દ્વારા ભક્તિરસનું ઝરણું" વહેતું રાખ્યું. તેમનાં આખ્યાનાને મૂળ વિષય ધર્મકથાઓ છે. કહેવાય છે કે કવિ પ્રેમાનંદ કથા કરતાં કરતાં એક રસમાંથી બીજા રસમાં સરળતાથી સરી જેતા. તે ધારે ત્યારે સમગ્ર શ્રોતાજનને હસાવતા અને ધારે ત્યારે સમગ્ર શ્રોતાજનને રડાવી શકતા. તેમનાં આખ્યાને ઓખાહરણ, સુદામાચરિત્ર, મામેરું રુકિમણીહરણ, અલ્લાદઆખ્યાન, ગોવર્ધનલીલા વગેરે ગુજરાતી સાહિત્યનાં અણમેલ રત્ન છે. આ સર્વેમાં તેમણે કૃષ્ણચરિત્રને મહિમા ગાય છે. કૃષ્ણભક્તિને મહિમા ગાતાં, ગાતાં તેઓ એક સ્થળે લખે છે કે
“સંપૂટ ત્રાંબાની ડાબલીને, તેમાં બાળમુકુન્દજી, કઠે હાર કરીને રાખ્યા દામોદર નંદનંદજી
મોસાળાની સામગ્રીમાં તિલકને તુલસી માળજી
નરસૈયે નિર્ભય છે જે ભગવશે શ્રી ગોપાળજી (મામેરું) આમ કવિ પ્રેમાનંદે ગુજરાતમાં હરિકથાને મહિમા વધાર્યો અને એ સાથે ભક્તિને જીવંત રાખી.
વડોદરાના નાગર બ્રાહ્મણ કવિ પ્રેમાનંદની માફક ડભોઈ (જિ. વડોદરા)ના ભક્તકવિ દયારામે પણ કૃષ્ણભક્તિને મહિમા પોતાની ગરબીઓ દ્વારા ગુજરાતમાં ઘેરઘેર ગુંજતો કર્યો. તેમણે પોતાનાં કાવ્યોમાં રાધાકૃષ્ણનો શૃંગારભક્તિ ગાઈ છે. કૃષ્ણભક્તિનો મહિમા ગાતાં તેઓ લખે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org